SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ મૂળગાથા - શબ્દાર્થ બધા સૂર્યોના અભ્યન્તર મંડલથી બાહ્યમંડલ સુધી અવશ્ય ૫૧૦ યોજનની અબાધા છે. (૭૦) પવિસેઈ ય ઉયહિમ્મી, તિન્નેવ સયાઈં તીસં અહિયાઈ । અસિયં ચ જોયણસયં, જંબુદ્દીવમ્મિ પવિસેઈ ૭૧॥ ચન્દ્ર-સૂર્ય સમુદ્રમાં ૩૩૦ યોજન પ્રવેશે છે અને જંબુદ્રીપમાં ૧૮૦ યોજન પ્રવેશે છે. (૭૧) તે મેરુ પરિયડંતા, પઆહિણાવત્તમંડલા સબ્વે । અણવિટ્ટયજોગજુઆ, ચંદા સૂરા ગહગણા ય II૭૨॥ નક્ષત્ર સાથે અનવસ્થિત યોગવાળા ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણો જંબુદ્વીપના મેરુની ચારે તરફ પ્રદક્ષિણાવર્ત્ત મંડલમાં ભમે છે. (૭૨) ચંદાઓ સૂરસ્ત ય, સૂરા ચંદસ અંતર હોઈ । પન્નાસસહસ્સાઈં તુ, જોઅણાણં સમહિઆઈ ।।૩।। (મનુષ્યલોકની બહાર) ચન્દ્રથી સૂર્યનું અને સૂર્યથી ચન્દ્રનું અંતર સાધિક ૫૦,૦૦૦ યોજન છે. (૭૩) પણયાલસયં પઢમિલ્લુયાઈ, પંતીએ ચંદસૂરાણું । તેણ પરં પંતીઓ, છગસત્તગવુદ્ધિઓ નેઆ II૭૪ મનુષ્યલોકની બહાર પહેલી પંક્તિમાં ૧૪૫ ચન્દ્ર-સૂર્ય છે. ત્યાર પછી ૬ કે ૭ ની વૃદ્ધિથી પંક્તિઓ જાણવી. (૭૪) ચંદાણ સવ્વસંખા, સત્તતીસાઈ તેરસસયાઈ । પુખ્ખરદીવિઅરદ્ધે, સૂરાણ વિ તત્તિઓ જાણ II૭૫॥ પુષ્કરવરાર્ધદ્વીપમાં ચન્દ્રોની સર્વસંખ્યા ૧,૩૩૭ છે. સૂર્યોની સંખ્યા પણ તેટલી જાણ. (૭૫)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy