SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ દ્વાર ૬, ૭ દ્વાર ૬ - એકસમયચ્યવનસંખ્યા એકસમયઉપપતસંખ્યાની જેમ જાણવી. દ્વાર ૭ - ગતિ પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાં સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, ભવનપતિથી ઈશાન સુધીના દેવો' જાય. વિકલેન્દ્રિય, તેઉકાય, વાયુકાય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચમાં એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય જાય. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચમાં સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, ભવનપતિથી સહસ્ત્રાર સુધીના દેવો, નારકો જાય. ચક્રવર્તીના અશ્વરત્ન અને ગજરત્ન સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ, ૧ થી ૮ દેવલોક અને ૧ થી ૭ નરકમાંથી આવેલ જીવ જ થઈ શકે. ચક્રવર્તીના એકેન્દ્રિય રત્નો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ અને ભવનપતિથી ઇશાન સુધીના દેવોમાંથી આવેલ જીવ જ થઈ શકે. ૧. ભવનપતિથી ઈશાન સુધીના દેવો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો પર્યાપ્તા બાદર પૃથ્વીકાય- અપૂકાય- પ્રત્યેક વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થાય. ૨. ભવનપતિથી સહસ્ત્રાર સુધીના દેવો અને નારકીઓ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય તો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચમાં જ ઉત્પન્ન થાય.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy