SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ xlii પ્રસ્તાવના કલ્પી ઉપરૂપઘટકો રૂપે આપણે બતાવી શકીએ (A). માટે તિલ્ આદિ ૧૮૦ પ્રત્યયોને દરેકને સિદ્ધહેમ વ્યાકરણમાં મુખ્યરૂપઘટક રૂપે જ દર્શાવવામાં આવ્યા છે. આમ વસંતભાઇની ‘સિદ્ધહેમ વ્યાકરણમાં શૈલીની એકવાક્યતા નથી જળવાતી’ આ વાત વજૂદ વગરની છે. કેમ કે હંસલા અને કાગડાની જેમ જે વસ્તુ એકવાક્યતાનો વિષય ન બનતી હોય ત્યાં એકવાક્યતા જાળવવા જવાનું ન હોય. આમ વસંતભાઇએ પોતાના પાણિનીય વ્યાકરણ-વિમર્શ પુસ્તકમાં શ્રી સિદ્ધહેમ વ્યાકરણની જે ક્ષતિઓ દર્શાવી છે, પ્રાયઃ તે સર્વની સમીક્ષા અહીં પૂર્ણ થાય છે. હવે જરા આપણે પં. શ્રી ‘બેચરદાસ જીવરાજભાઇ દોશી' કે જેમણે પોતે અનુવાદ કરેલાં અને ‘યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ' અમદાવાદ તરફથી પ્રકાશિત થયેલા ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન-લઘુવૃત્તિ’ પુસ્તકના ખંડ-૧ માં પૃષ્ઠ ૪૪ થી ૪૬ ઉપર ટિપ્પણ ‘ર’ માં જે ‘સિદ્ધહેમ વ્યાકરણના સૂત્રોમાં ક્રમફેર હોવો જોઇએ' એમ કહી ક્ષતિ દર્શાવી છે તેની સમીક્ષા કરીએ. પં. બેચરભાઇનું જે કહેવું છે તે શબ્દશઃ આ પ્રમાણે છે “કોઇ પણ ગ્રંથમાં જે જે સંજ્ઞાઓ વપરાતી હોય તે તમામ સંજ્ઞાઓને ગ્રંથકાર ગ્રંથની શરૂઆતમાં જ આપી દે છે, એટલું જ નહીં પણ સંજ્ઞાઓ આપ્યા પછી જ તેના ઉપયોગની વાત કહે છે. આચાર્ય હેમચન્દ્રે સંજ્ઞાઓ ગ્રંથના પ્રારંભમાં તો આપેલી છે, પણ તે સંજ્ઞાનો જ્યાં-જે સૂત્રમાં ઉપયોગ થયેલ છે તે સૂત્રની પહેલાં સર્વત્ર નથી આપી, પણ ક્યાંક સંજ્ઞાના ઉપયોગવાળા સૂત્ર પછી આપેલ છે. સંપાદકની (= પંડિતજીની પોતાની) દૃષ્ટિએ આ ક્રમ બરાબર જણાતો નથી. જેમ કે – (a) અંતસ્થસંજ્ઞા ‘૧. ૧.૧૫' માં સૂત્રમાં બતાવેલ છે અને તેનો ઉપયોગ ‘૧.૧.૧૧’માં સૂત્રમાં કરેલ છે. (b) નામસંજ્ઞા ‘૧.૧.૨૭’ માં સૂત્રમાં બતાવેલ છે અને તેનો ઉપયોગ ‘૧. ૧.૨૧’ માં સૂત્રમાં કરેલ છે. અર્થાત્ સંજ્ઞાનું વિધાન કર્યા પહેલાં જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ........... આ દૃષ્ટિએ વિચારતા આચાર્યના સૂત્રોનો ક્રમ થોડો બદલવા યોગ્ય ગણાય. આચાર્યે આપેલો ક્રમ कादिर्व्यञ्जनम् १.१.१० अपञ्चमान्तस्थो धुट् १.१.११ पञ्चको वर्गः १.१.१२ "" બદલવા યોગ્ય ક્રમ कादिर्व्यञ्जनम् १.१.१० पञ्चको वर्गः १.१.११ यरलवा अन्तस्था: १.१.१२ (A) પાણિનિ વ્યાકરણમાં પણ વસંતભાઇએ ત્ન કારોને બાજું પર મૂકી જો તિપ આદિ પ્રત્યયોમાં મુખ્યરૂપઘટક અને ઉપરૂપઘટકની વ્યવસ્થા બતાવવી હોય તો ત્યાં પણ તિત્ત્વ આદિ પ્રત્યયો અને તેમના આદેશોમાં સ્વરૂપ અને અર્થનો મેળ પડતો ન હોવાથી વ્યવસ્થા બતાવવી શક્ય ન બને.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy