SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ xli ઉપરૂપઘટકો એક જેવા જોવા મળે છે. આથી પાણિનિ વ્યાકરણમાં પણ નામપદ અને ક્રિયાપદના રૂપાખ્યાનની વર્ણનાત્મક શૈલીમાં એકવાક્યતા નથી જળવાતી. છતાંય વસંતભાઇ મધ્યસ્થતાને ગુમાવી સિદ્ધહેમ વ્યાકરણને દંડે(A) છે, આને કલિકાલની વિચિત્રતા ન કહેવી તો શું કહેવું? આગળ વધીને કહીએ તો વસંતભાઇએ જો તિ, આદિને મુખ્યરૂપઘટકો માનવા હોય તો તેમણે પાણિનિ વ્યાકરણમાં ન કારની ભાંજગડ ન હોવી જોઇએ તેમ કબૂલી લેવું જોઇએ. પરંતુ તેમ કબૂલવાથી પણ વાતનો મેળ પડે તેમ નથી. આ વાત આપણે આગળ સ્પષ્ટ કરીએ. સિદ્ધહેમ વ્યાકરણ તો 7 કારોની માથાકૂટમાં પડયું જ નથી. કેમકે નામરૂપી પ્રકૃતિને લાગતા સિ (પાણિનિ વા. પ્રમાણે સુ) આદિ મુખ્યરૂપઘટકો તો રામ: વિગેરે કોઈને કોઈ પ્રયોગોમાં ટકેલાં જોવા મળે છે. માટે તેમને મુખ્ય રૂપઘટકો તરીકે અને તેમના ૧૩મત: મો. ૨.૪.૧૭' વિગેરે સૂત્રોથી થતા અમ્ આદિ આદેશોને ઉપરૂપઘટક રૂપે માની શકાય. પરંતુ ધાતુરૂપા પ્રકૃતિને લાગતા મુખ્યરૂપઘટક એવા 7 કારોની બાબતમાં આવું નથી. તેઓ એકપણ ક્રિયાપદના રૂપોમાં ટકતા જ નથી. તેથી સિદ્ધહેમ વ્યાકરણમાં બતાવેલી સરળ રીતિથી જો ક્રિયાપદની સિદ્ધિ થઈ જતી હોય તો નકામા ન કારોને માની ગૌરવ કરવાની કોઇ જરૂર ખરી? અહીં કોઈ પ્રશ્ન કરે કે “સિદ્ધહેમ વ્યાકરણ ભલે ન કારની ભાંજગડમાં ન પડવું હોય છતાં તેમાં વર્તમાનાના તિઆદિ ૧૮ પ્રત્યયોને મુખ્યરૂપઘટકો અને વિધ્યર્થ સમમી વિગેરેના બાકી રહેલા યા આદિ ૧૬૨ પ્રત્યયોને તેમના ઉપરૂપઘટક રૂપે કેમ નહીં માન્યા હોય ?” તો આનું સમાધાન એ છે કે નામરૂપ પ્રકૃતિને લાગતા સિ આદિ પ્રત્યયોની બાબતમાં અને ધાતરૂપા પ્રકૃતિને લાગતા તિ આદિ પ્રત્યયોની બાબતમાં ભેદ છે. ભેદ એ છે કે સિ આદિ મુખ્યરૂપઘટકો અને તેમના કમ્ આદિ આદેશ રૂપ ઉપરૂપઘટકોના સ્વરૂપમાં ચોક્કસ ફેર પડે છે, પરંતુ ત્યાં અર્થનો ફેર પડતો નથી. અર્થાત્ ત્યાં પ્રત્યયોનું સ્વરૂપ ભલે બદલાઈ જતું હોય, પરંતુ અર્થ એ નો એ ઉભો રહે છે. જેમ કે ચતુર્થીના ધેન - ધૂન્ય પ્રયોગ સ્થળે એકબાજુ મુખ્યરૂપઘટક કે પ્રત્યય છે અને બીજી બાજું તેનો ઉપરૂપઘટક છે (૨) આદેશ બદલાઇ ગયો છે. પરંતુ અર્થ ‘ગાય માટે’ બન્ને ઠેકાણે સરખો જ ઉભો છે. આમ અર્થના ઐક્ય રૂપ આધારશીલાને આશ્રયી સિ આદિ પ્રત્યયોને મુખ્યરૂપઘટકો અને તેમના આદેશોને ઉપરૂપઘટક રૂપે માની શકાય છે. જ્યારે તિ આદિ પ્રત્યયોની બાબતમાં વિચારીએ તો વર્તમાનાના તિ પ્રત્યયનો વિધ્યર્થ સપ્તમીના યા પ્રત્યયરૂપે આદેશ કરવા જઈએ તો ત્યાં નથી તો પ્રત્યયના સ્વરૂપનો (= આકારનો) મેળ પડતો કે નથી તો અર્થનો મેળ પડતો. જેમ કે વર્તમાનાના ગતિ પ્રયોગ અને વિધ્યર્થ સપ્તમીના ચાલૂ પ્રયોગસ્થળે જુઓ તો પ્રત્યયોના આકાર તો જુદા છે જ, સાથે સાથે અર્થ એક ઠેકાણે વર્તમાનનો ‘છે” આવો થાય છે અને બીજે ઠેકાણે વિધ્યર્થનો હોય તે થાય? આ પ્રમાણે જુદો થાય છે. તેથી બન્ને વચ્ચે સ્નાન-સુતકનો ય સંબંધન જળવાતા એવી કોઈ કડી જ નથી જેના આધારે વર્તમાનાના તિર્ આદિ ૧૮ પ્રત્યયોને મુખ્યરૂપઘટકો અને વિધ્યર્થ, આજ્ઞાર્થ વિગેરેના યાત્, તુઆદિ ૧૬૨ પ્રત્યયોને તેમના આદેશરૂપે (A). આમ એક જ તત્વમાં જુદા જુદા પ્રકારની વર્ણનાત્મક શૈલીને તન્ત્રકારની નિષ્ફળતા જ ગણવી, કે તેને સરલીકરણ ગણીને આવકારવી? એનો નિર્ણય તો પ્રત્યેક અભ્યાસીએ પોતાની રીતે જ કરવાનો રહે છે.” (પા.વ્યા. વિમર્શ, પૃ. ૩૦૦)
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy