SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ vii એક માત્રા કે અનુસ્વારની ગફલતથી કેવા અનર્થ થતા હોય છે. શેઠે જેની સાથે પત્ર મોકલ્યો હતો તે યુવક માટે જ પત્રમાં ‘વિષે દ્યાત્’ લખ્યું હતું. શેઠની ‘વિષા’ પુત્રીએ તેમાં માત્રાનો ફેરફાર કરી ‘વિષાં વદ્યા' કર્યું તો યુવાનને ઝેરને બદલે તે કન્યા પરણાવી દેવામાં આવી. કુંભકર્ણ દેવ પાસે વરદાનમાં ‘માવત્રિન્દ્રાસન પ્રાર્થથ’ માંગવાનું હતું તેને બદલે ‘મઝિદ્રાસનું પ્રાથયે’ આમ મંગાઇ ગયું. તેથી ઇન્દ્રાસનને બદલે નિદ્રાસન(ઊંઘ) ભેટમાં મળ્યું. સમ્રાટ અશોકના પુત્ર કુણાલની સાવકી ‘મા’ એ પત્રના મારો ધીયસ' વાક્યમાં એક અનુસ્વાર ઉમેરી વાક્યને ‘મારો બંધીયૐ' કર્યું તો કુણાલે આંખો ગુમાવવાની આવી. એ સિવાય અનુસ્વારના અભાવે ચિંતાની ચિતા, ગાંડાના ગાડા, બંગલાના બગલા અને કુંડાના કુડા (જૂઠ) આમ જુદા અર્થ થઇ જાય. ભાષાનો બોધ ન હોવાથી થતી ક્ષતિઓના આવા તો કેટલાં દાખલા આપવા. યથાર્થ બોધ માટે ભાષાનું Perfection જરૂરી છે અને તે વ્યાકરણાદિ ગ્રંથો ભણવાથી આવે છે. વ્યાકરણ ભણવાથી પ્રકૃતિ કોને કહેવાય, પ્રત્યય કોને કહેવાય, પદ કોને કહેવાય, વાક્ય કોને કહેવાય, ક્યાં સંધિ કરવી, ક્યાં ન કરવી, કયા કયા અર્થમાં કૃત્ તેમજ તદ્ધિતના પ્રત્યયો લાગી કૃદન્ત તેમજ તદ્ધિતાંત નામો બને છે વિગેરેનો સ્પષ્ટપણે બોધ થાય છે. બાકી વ્યાકરણ ન ભણેલાને ‘અદ્રં નમ:' પ્રયોગ બતાવીએ એટલે એ ‘વાદળ અને આકાશ’ આવો અર્થ કરી બેસે. એને એ ન ખબર પડે કે અહીં ‘અમ્રાવિમ્યઃ ૭.૨.૪૬’સૂત્રથી મત્વર્થીય ‘–’ પ્રત્યય લાગી સામાન્ય ‘અમ્ર’ શબ્દ જેવો જ ‘¥' શબ્દ બન્યો છે અને એનો અર્થ ‘વાદળવાળું આકાશ' થાય છે. એવી જ રીતે વ્યાકરણના અન્નને ત્રિષષ્ટિ.ની ત્રિપૃષ્ઠ વાસુદેવને લગતી ‘અહિંસાવિવિરતો મન્નારમ્ભપરિબ્રહ્નઃ' (પર્વ ૧૦, સર્ગ ૧, શ્લોક ૧૮૦) પંક્તિ ઉકેલવા આપીએ એટલે તેની મુંઝવણનો પાર ન રહે. કેમ કે તેમાં ત્રિપૃષ્ઠ વાસુદેવને અહિંસાદિમાં અવિરત બતાવ્યો છે. જ્યારે ત્રિપુષ્ઠ તો હિંસામાં અવિરત (= ન અટકેલો) છે, અહિંસામાં નહીં. પરંતુ વ્યાકરણ ભણેલાને આ પંક્તિ બતાવીએ એટલે એ સમાસને સારી રીતે જાણતો હોવાથી તરત જ પંક્તિ ઉકેલી આપશે. જેમ કે ‘વિશેષેળ રતઃ (રુચિવાળો) = વિરત:, અને ન વિરત: = અવિરત:' આ પ્રમાણે સમાસવિગ્રહ કરી તે પંક્તિનો અર્થ ‘અહિંસાદિમાં રુચિ વિનાનો' આ રીતે કરી બતાવશે. બીજી રીતે અર્થસંગતિ કરવી હોય તો અહિંસાવિષુ પદસ્થળે તે વિષયસપ્તમી ગ્રહણ કરશે અને પંક્તિનો અર્થ ‘અહિંસાદિના વિષયમાં અર્થાત્ અહિંસાદિ વ્રતોની બાબતમાં અવિરતિવાળો' આ રીતે કરશે જે સુયોગ્ય છે. વ્યાકરણ ન ભણેલા વ્યક્તિ માટે નિષ્ણાત અને નિમ્નાત બન્ને શબ્દો સમાન જ હોય છે. પરંતુ વ્યાકરણ ભણેલો વ્યક્તિ તરત જ પકડી પાડે કે જો નિ ઉપસર્ગની પછી રહેલા સ્નાત ના સ્ નો વ્ આદેશ થઇ નિષ્ણાત શબ્દ નિષ્પન્ન થયો હોય તો તેનો અર્થ ‘કુશળ’ થાય છે અને જો નિમ્નાત શબ્દ વપરાયો હોય તો ‘ઠેકાણા વગરનું કાર્ય કરનાર' અર્થ થાય છે. એવી જ રીતે જો કોઇ વ્યક્તિ આપણને પ્રાજ્ઞ કહે તેમાં એકદમ હરખાવા જેવું નથી હોતું. કેમકે શક્ય છે કે કહેનાર વ્યક્તિ કટાક્ષમાં પણ પ્રાજ્ઞ કહેતી હોય. મૂળ પ્રાજ્ઞ શબ્દ પ્રકૃષ્ટ નાનાતિ વ્યુત્પત્તિને લઇને X + જ્ઞ + અગ્ = પ્રાજ્ઞ: આમ તદ્ધિતાંત શબ્દ રૂપે બને છે અને તે પ્રર્ભેળ અજ્ઞ: = પ્રાજ્ઞ: આ રીતે સામાસિક શબ્દ રૂપે પણ બને છે. હરખાતા પહેલા વકતાએ કયો પ્રાન્ત શબ્દ પ્રયોજ્યો છે તે જાણી લેવું જરૂરી છે. પરંતુ આ બધું વ્યાકરણ ભણ્યા વિના જાણવું શક્ય નથી. તેથી જ કહ્યું છે કે
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy