SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પુરો વાક_ :: પુરોવા : શાસ્ત્ર એ આત્માની ઉન્નતિનો પરમ આધાર છે. અને વિધવિધ ભાષામાં લખાયેલા તે શાસ્ત્રોનું અધ્યયન કરવા ભાષાનું યથાર્થ જ્ઞાન આવશ્યક છે. પછી ભલે તે ભાષા સંસ્કૃત હોય, પ્રાકૃત હોય કે ગુજરાતી વિગેરે હોય. તાર જેમ વિજળીનો વાહક છે, વાદળ જેમ જળનું વાહક છે, તેમ ભાષા એ અર્થવાહક છે. અરે ! કેવળ અર્થની જ નહીં પરંતુ તેની પાછળ છુપાયેલાં શાસ્ત્રકારોના હાર્દની પણ તે વાહક છે. જરા કલ્પના તો કરી જુઓ કે જગતમાં જો ભાષાતત્ત્વ ન હોય તો શી સ્થિતિ સર્જાય ? શું તીર્થકરો તીર્થની સ્થાપના કરી શકે ? શું ગણધર રૂપી હિમાદ્રિથી વહેતી શ્રુતગંગાનું યત્કિંચિત પણ નીર આજે આપણે પામી શકીએ ? શું શાસ્ત્ર રૂપી મુકિતના દિશાસૂચક વિના આપણે આપણો આત્મવિકાસ સાધી શકીએ ? કેવળ આત્મવિકાસ જ નહિં, પણ શું પસ્વાદિ ઇતર જીવસૃષ્ટિની અપેક્ષાએ માનવી પોતાનો અત્યધિક ભૌતિક વિકાસ પણ સાધી શકે? ભાષાના અભાવે માનવી અને પશુમાં કાંઇ ઝાઝો તફાવત ન રહે. કુદરત તરફથી માનવીને ભાષાની દેન મળી હોવા છતાં મોટા ભાગના માનવીઓ ભાષાના સચોટ જ્ઞાનપ્રાપ્તિની બાબતમાં બેદરકાર જણાય છે. જો ભાષાનું યથાર્થ જ્ઞાન ન હોય તો વ્યકિતને વિવક્ષિત શબ્દ કયા સંદર્ભમાં લખાયો છે? શબ્દને ક્યાં જોડવો? ક્યાં તોડવો? કયાં વિરામ કરવો? ક્યાં સંહિતા કરવી ? શબ્દનો કઈ રીતે ઉચ્ચાર કરવો? અનુસ્વાર - કાના – માત્રા ક્યાં કરવા ન કરવા? તેનું ધ્યાન ન રહેવાથી ઘણા ગોટાળા થવાની શક્યતા રહે છે. ઘરની ઓસરીમાં ખાટલે બેસેલા કાકાને બહારગામથી આવેલા ભત્રીજાએ કહ્યું “કાકા ! કેમ છો?” કાકા તો આ સાંભળતા જ ગુસ્સે ભરાણા અને વળતો જવાબ આપ્યો કે “તારા બાપને કહેજે કેમ છો?' મારે હજું ઘણું જીવવાનું બાકી છે....' ભત્રીજો ડઘાઈ ગયો. ડઘાઈ જ જાય ને, કેમ કે કાકા વાતનો સંદર્ભ ન સમજી શક્યા. તેમણે કેમ છો ?” શબ્દને 'How are You' ને બદલે 'Why are you' ની Sense માં લીધો. ઉપવનના સરોવરમાં જલક્રીડા કરતી વખતે રાજાએ રાણીના મુખ પર પાણી છાંટ્યું. રાણીને સહન ન થવાથી તે બોલી “નોર્વ શ્રેષ્ઠ" આ વાત સાંભળી સંસ્કૃત ભાષાની સંધિના નિયમોનો અજાણ રાજા મોર શબ્દની સંધિ છોડી ન શક્યો અને તેણે રાણીને લાડવા લઇ આપ્યા. રાણી ખિલખિલાટ હસતા બોલી કે, “દેવાનાં પ્રિય! આટલું જાણતા નથી કે મા ૩ = વ થાય? મેં તમને પાણી છાંટવાની ના કહી હતી, લાડવા લાવવાનું નહોતું કહ્યું' હાસ્યાસ્પદ બનવાથી રાજા વિલખો થયો*. ઘણી જગ્યાએ રસ્તાની સાઇડમાં દિવાલ ઉપર લખ્યું હોય છે “અહીં ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે.” આ વાક્યમાં ‘નહીં” શબ્દ પછી રહેલો અલ્પવિરામ જો તેની પૂર્વમાં મૂકવામાં આવે તો કેવો વિપરીત અર્ધ થાય. ‘અહીં ગંદકી કરવી, નહીં કરનારને સજા થશે.' જો કે આ મજાક સારા માટે થઇ, કેમ કે આ પ્રસંગે ચોંટ પામીને રાજાએ વ્યાકરણ ભણવાનો નિર્ધાર કર્યો અને આગળ બનેલાં બનાવ અનુસાર કાતંત્ર વ્યાકરણ” ની ઉત્પત્તિ થઇ. (બનાવ કથાસરિત્સાગર આદિ ગ્રંથોથી જાણી લેવો.)
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy