SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ viii પુરો વાદ્ "यद्यपि बहु नाधिषे तथापि पठ बत पुत्र व्याकरणम्। स्वजन: श्वजनो मा भुत् सकृत् शकृत् सकलं शकलम्।।" આમ જોઈએ તો સંસ્કૃત-વ્યાકરણ ભણવું એ એક Lengthy Course લાગે. આટલો મોટો વિષય શરૂ કરવાનો ઉલ્લાસન જાગે. પરંતુ જેમ જેમ ભણતા જઇએ તેમ તેમ લાગે કે આ તો દરિયામાં ડૂબકી લગાવી રત્નો ખોળવા જેવો મઝાનો વિષય છે. અભ્યાસુને આ વ્યાકરણ-વારિધિમાંથી અનેક રત્નોની પ્રાપ્તિ થાય. જેમ કે – સૌત્ર નિર્દેશ શા માટે? સ્વર-વ્યંજન આવી બધી સંજ્ઞાઓ શા માટે? લાઘવ-ગૌરવ કોને કહેવાય? અનુસ્વારવિસર્ગને સ્વર ગણવા કે વ્યંજન? 9 - છે - ગો – મૌ સંધ્યક્ષરો નામી છે કે નહીં? અનુકરણ શું છે? તેના પ્રકારો કેટલાં? એ સિવાય તદ્ગુણસંવિજ્ઞાન બહુવહિ – અતર્ગુણસંવિજ્ઞાન બહુવહિલિંગ વિષયક ઊંડી ચર્ચા, અવ્યયીભાવ સમાસને અવ્યય તરીકે માનનારો પક્ષ અને ન માનનારો પક્ષ, વ્યકિતપક્ષ-જાતિપક્ષ, ઉણાદિ નામોમાં વ્યુત્પત્તિપક્ષ અને અવ્યુત્પત્તિપક્ષ, શબ્દનિત્યત્વવાદી પક્ષ અને શબ્દ-અનિત્યત્વવાદી પક્ષ આવા તો કેટલાય પક્ષો અને પદાર્થોરૂપીરત્નોની પ્રાપ્તિ થઈ શકે. પણ હા, આ બધા પદાર્થોનો વિસ્તાર તમને લઘુ-મધ્યમ કે બ્રહવૃત્તિમાંથી જોઈતો હોય તો નહીં મળે. કેમ કે લઘુ-મધ્યમવૃત્તિમાં મુખ્યતાએ સંસ્કૃત ભાષાના પ્રયોગોને લગતું જ્ઞાન પીરસાયું છે અને બૃહદ્રુત્તિમાં મુખ્યતાએ ન્યાયો તેમજ પ્રયોગોને લગતું જ્ઞાન વિસ્તાર પૂર્વક પીરસાયું છે. તેથી પદાર્થોના વિસ્તાર તેમજ વ્યાકરણના દાર્શનિક બોધ માટે તો બૃહન્યાસ જ વાંચવો રહ્યો. જેને સારો ક્ષયોપશમ પ્રાપ્ત થયો હોય તે દરેક અભ્યાસુએ વ્યાકરણ ભણવાનો અવશ્ય આગ્રહ રાખવો જોઈએ. એમાં મહેનત ઘણી કરવી પડે પરંતુ ભણ્યા પછી ઘણા રત્નો લાધે તથા શાસ્ત્રોના રહસ્યો પામવામાં પણ વ્યાકરણ ખૂબ ઉપયોગી નિવડે. પૂર્વે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારે અપ્રતિમ પ્રતિભાશાળી પ. પૂ. આત્મારામજી મ. સા. ને પણ સત્યનિષ્ઠ એવા તેઓશ્રીના એક વડીલ મહાત્મા દ્વારા સત્યાસત્યનો વિવેક કરવા વ્યાકરણ ભણવાનું કહેવામાં આવેલ અને તેઓશ્રી વ્યાકરણ ભણ્યા તો આગમનાં રહસ્યો પામી શક્યા અને મિથ્યામત છોડી સત્યમાર્ગે આવ્યા. આમ શ્વેતાંબર સંપ્રદાયને પ.પૂ.આ. ભ.શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજાની ભેટ મળી. આજે દરેક સમુદાયમાં નાના તેમજ યુવાન વયના મુમુક્ષુઓની સારા પ્રમાણમાં દીક્ષા થઇ રહી છે. સાથે દીક્ષિત થયેલાં તેઓમાં અભ્યાસની ભૂખ પણ સારી એવી જોવા મળે છે. પરંતુ ભૂખ હોવા છતાં દરેકને પાઠકનો યોગ થાય જ એ શક્ય બનતું નથી. તેમાંય બૃહન્યાસ વંચાવે તેવા પાઠક તો રણમાં જળની જેમ દુર્લભ જ સમજવા. તો બૃહન્યાસ ભણવાના ઇચ્છુક મહાત્માઓની ઇચ્છા રેગિસ્તાનના નિર્જળ રણમાં વાવેલ વેલડીની જેમ મુરઝાઈ ન જાય તે માટે આ મારો પ્રથમ અધ્યાયના ચતુર્થ પાદના બૃહન્યાસના ગુર્જર વિવરણનો યત્કિંચિત પ્રયાસ છે. આશા છે કે આ અનુવાદ પાઠકવર્ગ અને અભ્યાસુવર્ગને ઉપયોગી નિવડે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy