SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ સાતમો અધ્યાય परिणामसुन्दरोऽनुबन्धः सर्वकार्याणाम् १४, महाकल्याणकेषु जिनजन्म-महाव्रतप्रतिपत्त्यादिषु पूजायाः स्नात्र-पुष्पारोपण-धूपवासप्रदानादिना प्रकारेण करणं निर्मापणम् १५, तीर्थकराणां निजप्रभावावर्जितजगत्त्रायजन्तु मानसानां अमृतमे घासाराकार सरसदेशनाविधिनिहतभव्यभविकजनमनःसंतापानां पुरुषरत्नविशेषाणां सेवा वन्दन-नमनपर्युपासन-पूजनादिनाऽऽराधना १६, सतः पारमार्थिकस्य धर्मस्य श्रुत-चारित्रलक्षणस्य श्रुतौ आकर्णने रतिः स्वर्गप्रभवतुम्बुरुप्रभृति- गान्धर्विकारब्धपञ्चमस्वरगीतश्रवणरतेरपि सकाशादधिकसंतोषलक्षणा १७, सदा सर्वकालं सुखित्वं बायशयना-ऽऽसन-वस्त्राऽलङ्कारादिजनितशरीरसुखयुक्तत्वम् १८।।८।। ત્યાં ૧ ઉત્તમ રૂપસંપત્તિ, ૨ સુંદર સ્થિતિ, ૩ સુંદર પ્રભાવ, ૪ સુંદર સુખ, પ સુંદર ઘુતિ, સુંદર વેશ્યા, ૭ વિશુદ્ધ ઈદ્રિયો, ૮ વિશુદ્ધ અવધિજ્ઞાન, ૯ પ્રકૃષ્ટ ભોગ સાધનો, ૧૦દિવ્ય વિમાનસમૂહ, ૧૧ મનોહર ઉદ્યાનો, ૧૨ રમ્ય જલાશયો, ૧૩ કાંત અપ્સરાઓ, ૧૪ અતિનિપુણ નોકરો, ૧૫ પ્રૌઢ નાટ્યવિધિ, ૧૬ ચતુર - ઉદાર ભોગો, ૧૭ સદા ચિત્તાલાદ, ૧૮ અનેક સુખહેતુતા, ૧૯ કુશલ અનુબંધ, ૨૦ મહાકલ્યાણ પૂજાકરણ, ૨૧, તીર્થકર સેવા ૨૨ સધર્મશ્રવણમાં રતિ, ૨૩ સદાસુખ હોય છે. ત્યાં = દેવલોકમાં. ૧ ઉત્તમ રૂપસંપત્તિ = ઉત્કૃષ્ટ શરીર સંસ્થાન, ૨ સુંદર સ્થિતિ = પલ્યોપમ - સાગરોપમ પ્રમાણ (દીર્ઘ આયુષ્ય, ૩ સુંદર પ્રભાવ = નિગ્રહ - અનુગ્રહની (પ્રબળ) શક્તિ, ૪ સુંદર સુખ = ચિત્તની સમાધિ, પ સુંદર ઘુતિ = શરીર - આભૂષણ વગેરેની પ્રભા, સુંદર વેશ્યા= તેજોલેશ્યા વગેરે શુભલેશ્યા, ૭ વિશુદ્ધ ઈદ્રિયો = પોતાના વિષયને બરાબર જાણે તેવી નિર્મલ ઈદ્રિયો, ૮ વિશુદ્ધ અવધિજ્ઞાન = પોતાના વિષયને બરોબર જાણે તેવું નિર્મલ અવધિજ્ઞાન, ૯ પ્રકૃષ્ટ ભોગસાધનો = ભોગનાં ઉત્કૃષ્ટ ઉપકરણો. ભોગનાં ઉત્કૃષ્ટ ઉપકરણોને જ બતાવે છે - ૧૦ દિવ્યવિમાનસમૂહ = પોતાના પ્રભામંડલથી સર્વ તેજસ્વી ચક્રોની વિડંબના (તિરસ્કાર) કરનાર વિમાનોનો સમૂહ. ૧૧ મનોહર ઉદ્યાનો = મનને હર્ષ આપે તેવા અશોક, ચંપક, જાયફલ અને નાગરવેલ વગેરે વનસ્પતિઓથી યુક્ત વનો. ૧૨ રમ્ય જલાશયો = રમવાને યોગ્ય (ક્રીડા કરવામાં આનંદ આવે તેવા) વાવડી, પાણીના ધરો (મોટા હોજ), સરોવર વગેરે પાણીનાં સ્થાનો. ૧૩કાંત અપ્સરાઓ = કાંતિવાળી દેવીઓ. ૧૪ અતિનિપુણ કિંકરો = વિશુદ્ધ વિધિપૂર્વક વિનય કરનારા નોકરો. ૧૫ પ્રૌઢ ૩૩૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy