________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
નાટ્યવિધિ = તીર્થંકર વગેરેનાં ચરિત્રોવાળા નાટકોની રચના. ૧૬ ચતુરઉદારભોગો = ચતુર એટલે ઈદ્રિય - મનનું જલદી આકર્ષણ કરવામાં કુશલ, ઉદાર એટલે ઉત્તમ, ભોગો એટલે કાન વગેરે ઇન્દ્રિયના શબ્દ વગેરે વિષયો. ૧૭ સદા ચિત્તાલાદ = સતત મનની પ્રસન્નતા, ૧૮ અનેક સુખહેતુતા = અનેકના સુખમાં નિમિત્ત બનવું, અર્થાત્ કયા સમયે કેવું આચરણ ઉચિત ગણાય એમ ચાતુર્યગુણથી જાણી શકે અને તે પ્રમાણે ઉચિત આચરણ કરે એથી, પોતાના સિવાય બીજા દેવ વગેરેના સંતોષમાં નિમિત્ત બનવું (કબીજાને સંતોષ પમાડવો). ૧૯કુશલ અનુબંધ = સર્વકાર્યોનો પ્રારંભ પરિણામે સુંદર હોય તેવો થાય. ૨૦મહાકલ્યાણક પૂજાકરણ = જિનના જન્મ અને દીક્ષા વગેરે પ્રસંગોમાં સ્નાત્ર, પુષ્પોનું આરોપણ, ધૂપની સુગંધ આપવી વગેરે રીતે પૂજા કરવી. ૨૧ તીર્થંકર સેવા = પોતાના પ્રભાવથી ત્રણ જગતના જીવોના મનને આકર્ષી લેનારા, અમૃતમેઘની ધારાબદ્ધ વૃષ્ટિ સમાન રસાળ દેશના આપીને ભવ્ય સંસારી લોકોના માનસિક સંતાપને હણનારા અને ઉત્કૃષ્ટ પુરુષરત્ન એવા તીર્થકરોની વંદન – નમન – પપૃપાસના-પૂજા આદિથી આરાધના. ૨૨ સધર્મશ્રવણમાં રતિ = શ્રત – ચારિત્રરૂપ પારમાર્થિક ધર્મના શ્રવણમાં સ્વર્ગમાં ઉત્પન્ન થયેલા તુમ્બરુ વગેરે ગાંધર્વિક દેવોએ શરૂ કરેલા પંચમસ્વરવાળા ગીતના શ્રવણમાં જે રાગ હોય તે રાગથી પણ અધિકરાગ (= સંતોષ). ૨૩. સદા સુખ = સર્વકાળે શયન, આસન, વસ્ત્ર, અલંકાર વગેરેથી થયેલું શરીરનું બાહ્યસુખ. (૮)
તથા -
तच्च्युतावपि विशिष्टे देशे विशिष्ट एव काले स्फीते महाकुले निष्कलङ्केऽन्वयेन उदग्रे सदाचारेण आख्यायिकापुरुषयुक्ते अनेकमनोरथापूरकमत्वन्तनिरवयं जन्म ॥९॥४५२॥ इति ।
तच्च्युतावपि देवलोकादवतारे, किं पुनस्तत्र सुखमेवेत्यपिशब्दार्थः, विशिष्टे देशे मगधादौ, विशिष्ट एव काले सुषमदुष्षमादौ स्फीते परिवारादिस्फीतिमति महाकुले इक्ष्वाक्वादौ निष्कलङ्के असदाचारकलङ्कपङ्कविकले अन्वयेन पितृ-पितामहादिपुरुषपरम्परया अत एव उदग्रे उद्भटे, केनेत्याह- सदाचारेण देव - गुरु - स्वजनादिसमुचितप्रतिपत्तिलक्षणेन,
૩૪૦