SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય કરવાથી જે ફળ મળે તે ફળ અનુષ્ઠાનના અનુરાગથી પણ મળે. કડ્યું છે કે - “જેવી રીતે પોતાના પતિથી અન્ય પુરુષની સાથે રમવાની ( = કામક્રીડા કરવાની) અતિશય ઈચ્છાથી અન્ય પુરુષમાં પ્રતિબદ્ધ ચિત્તવાળી તેવી કોઈ સ્ત્રીના મનનો પરિણામ સદા જેના ઉપર અનુરાગ છે તે પરપુરુષમાં હોય છે, આથી તે સ્ત્રી બહારથી પોતાના પતિની સેવા વગેરે કરતી હોવા છતાં અંતરથી તો પરપુરુષની સેવા વગેરે કરે છે, અને તેથી તેને ભાવથી પરપુરુષના પરિભોગથી થનાર પાપબંધ થાય છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષમાં પ્રતિબદ્ધ ચિત્તવાળો હોય છે, એથી તે બહારથી કુટુંબની ચિંતા વગેરે સાંસારિક પ્રવૃત્તિ કરતો હોવા છતાં અંતરથી તો મોક્ષસંબંધી પ્રવૃત્તિ કરે છે, અને એથી કુટુંબચિંતા વગેરે પ્રવૃત્તિ નિર્જરાના ફળવાળી બને છે, આ પ્રમાણે તમે વિચારો.” (પ૬). તથા- તત્કૃષ પ્રશંસપિયા ૫૭ના ૨૦ તા तत्कर्तृषु आत्मानमपेक्ष्याशक्यानुष्ठानविधायिषु पुरुषसिंहेषु प्रशंसोपचारौ, प्रशंसा मुहुर्मुहुर्गुणगणोत्कीर्तनरूपा, उपचारश्च तदुचितान्नपानवसनादिना साहाय्यकरणमिति //વશા અશક્ય અનુષ્ઠાન કરનારાઓમાં પ્રશંસા અને ઉપચાર કરવા. પોતાના માટે જે અનુષ્ઠાન અશક્ય છે તે અનુષ્ઠાન જે શ્રેષ્ઠપુરુષો કરતા હોય તેમની પ્રશંસા કરવી = વારંવાર તેમના ગુણસમૂહનું કીર્તન કરવું તથા તેમનો ઉપચાર કરવો = ઉચિત અન્ન, પાણી, વસ્ત્ર આદિથી તેમને સહાય કરવી. (૫૭) તથા– નિપુમાવવન્તનમ્ ૧૧૧૧ તિ निपुणानाम् अतिसूक्ष्मबुद्धिगम्यानां भावानां पदार्थानामुत्पाद-व्यय-ध्रौव्यस्वभावानां बन्ध-मोक्षादीनां वाऽनुप्रेक्षणम्, यथाअनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम्। उन्मज्जन्ति निमज्जन्ति जलकल्लोलवज्जले ।।१२५।। ( ) तथास्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम्। रागद्वेषाक्लिन्नस्य कर्मबन्धो भवत्येवम् ।।१२६।। (प्रशम. ५५) इत्यादीति ।।५८|| નિપુણ ભાવોનું ચિંતન કરવું. નિપુણ એટલે અતિસૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય ૧૯૨
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy