SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રક૨ણ તેવા. ભાવો એટલે પદાર્થો. અતિસૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય તેવા ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય સ્વભાવવાળા પદાર્થોનું અથવા બંધ-મોક્ષ વગેરે પદાર્થોનું ચિંતન કરવું. જેમ કે – જેવી રીતે પાણીમાં પાણીના તરંગો ઉત્પન્ન થાય છે અને વિલીન થાય છે તેવી રીતે અનાદિ અને અનંત એવા દ્રવ્યમાં સ્વપર્યાયો ( = દ્રવ્યના પોતાના પર્યાયો) ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.” તથા “તેલ વગેરેની ચીકાશથી ખરડાયેલા શરીરમાં ધૂળની રજકણો ચોંટી જાય છે તે રીતે રાગ દ્વેષની ચીકાશથી ચિકણા બનેલા આત્મામાં કર્મબંધ થાય છે કર્મની રજકણો ચોટે છે.” ઈત્યાદિ ચિંતન કરવું. (૫૮) તથા - ગુરુસમીપે પ્રશ્નઃ ॥૧૧॥૧૧૨૫ રૂતિ । यदा पुनर्निपुणं चिन्त्यमानोऽपि कश्चिद् भावोऽतिगम्भीरतया स्वयमेव निश्चेतुं न पार्यते तदा गुरोः संविग्नगीतार्थस्य वृत्तस्थस्य च समीपे प्रश्नो विशुद्धविनयविधिपूर्वकं पर्यनुयोगः कार्यः, यथा 'भगवन् ! नावबुद्धोऽयमर्थोऽस्माभिः कृतयनैरपि, ततोऽस्मान् વોયિતુમહન્તિ ભાવન્તઃ' કૃતિ ||૬|| = ત્રીજો અધ્યાય ગુરુની પાસે પ્રશ્ન કરવો. સારી રીતે ચિંતન કરવા છતાં જો કોઈ પદાર્થ અતિશય ગંભીર હોવાના કારણે જાતે જ નિશ્ચિત ન કરી શકાય તો સંવિગ્ન, ગીતાર્થ અને આચારસંપન્ન ગુરુની પાસે વિશુદ્ધ વિનય પૂર્વક અને વિશુદ્ધ વિધિથી પ્રશ્ન કરવો જોઈએ. જેમકે - ‘‘હે ભગવન્! પ્રયત્ન કરવા છતાં આ અર્થ અમારાથી જાણી શકાયો નથી, તેથી આપ પૂજ્ય અમને બોધ પમાડવાને યોગ્ય છો, અર્થાત્ આપ અમને આ અર્થ સમજાવો.’' (૫૯) તથા નિર્ણયાવધારળમૂ ||૬૦૫૧૧૩।। તિા निर्णयस्य निश्चयकारिणो वचनस्य गुरुणा निरूपितस्य अवधारणं दत्तावधानतया ग्रहणम् । भणितं चान्यत्रापि सम्मं वियारियव्वं अट्ठपयं भावणापहाणेणं । विसए य ठावियव्वं बहुसुयगुरुणो सयासाओ || १२७|| (पञ्चव० ८६५) त्ति । ६० । નિર્ણયનું અવધારણ કરવું. ગુરુએ કહેલા નિશ્ચયકારી ( = પદાર્થનો નિર્ણય કરાવનારા) વચનને એકાગ્રતાથી ગ્રહણ કરવું. બીજા સ્થળે પણ કહ્યું છે કે ૧૯૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy