SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકોના ૨ પ્રકાર ક્ર. | વ્રતોને જાણે વ્રતોને સ્વીકારે વ્રતોને પાળે x | ૭ | ૪ | | ✓ ✓ આમાંથી પહેલા સાત ભાંગામાં રહેલ શ્રાવક અવિરત છે, કેમકે સમ્યજ્ઞાનપૂર્વક અને સમ્યસ્વીકારપૂર્વક પાળેલા વ્રતો જ યથોચિત ફળ આપે છે. આઠમા ભાંગામાં રહેલ શ્રાવક દેશવિરત છે. આમ શ્રાવકના બે પ્રકાર થયા- (૧) અવિરત અને (૨) દેશવિરત. દેશવિરત શ્રાવક ૧, ૨, ૩ વગેરે વ્રતોને સ્વીકારનારો હોય યાવતુ ઉત્કૃષ્ટથી સંવાસ અનુમતિ માત્રને સેવનારો હોય, સંવાસ અનુમતિ સિવાયના બધા પાપોના પચ્ચખાણ કરનારો હોય. અનુમતિ ૩ પ્રકારની છે – (૧) પ્રતિસેવન અનુમતિ - જે પોતે કરેલા કે બીજાએ કરેલા પાપોની પ્રશંસા કરે, સાવદ્ય આરંભથી બનેલા અશન વગેરે વાપરે તેને પ્રતિસેવન અનુમતિ હોય છે. (૨) પ્રતિશ્રવણ અનુમતિ - જે પુત્ર વગેરેએ કરેલા પાપોને સાંભળે અને તેની પ્રશંસા કરે, પણ તેને અટકાવે નહીં તેને પ્રતિશ્રવણ અનુમતિ હોય છે. (૩) સંવાસ અનુમતિ - જે સાવદ્ય આરંભ કરનારા એવા પુત્ર વગેરે ઉપર માત્ર મમત્વ રાખે, એ સિવાય એમના કોઈપણ પાપોને સાંભળે નહીં અને તેની પ્રશંસા કરે નહીં તેને સંવાસ અનુમતિ હોય છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy