SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ શ્રી ધર્માચાર્યબહુમાન કુલકન્ सोच्चिय सीसो सीसो, जो नाउं इंगियं गुरुजणस्स । वट्टइ कज्जम्मि सया, सेसो भिच्चो वयणकारी ।। ६ ।। जस्स गुरुम्मि नभत्ति, निवसइ हिययंमि वज्जरेहव्व । किं तस्स जीविएणं ? विडंबणामेत्तरूवेणं ।।७।। पच्चक्खमह परोक्खं, अवन्नवायं गुरुण जो कुज्जा । जम्मंतरेऽवि दुलहं, जिणिदवयणं पुणो तस्स ।।८ ॥ जाओ रिद्धीओ, हवंति सीसाण एत्थ संसारे । गुरुभत्तिपायवाओ, पुप्फसमाओ फुडं ताओ ।। ९ ।। जलपाणदायगस्सवि, उवयारो न तीरए काउं । किं पुण भवन्नवाओ, जो तारइ तस्स सुहगुरुणो ।। १० ।। गुरुपायरंजणत्थं, जो सीसो भणइ वयणमेत्तेणं । मह जीवियंपि एयं, जं भत्ति तुम्ह पयमूले ।। ११ ।। તે જ શિષ્ય સાચો શિષ્ય છે જે ગુરુજનના ઇંગિતને (મનોભાવને) જાણીને સદા કાર્યમાં પ્રવર્તે છે, બાકી વચન મુજબ કરનારો તો નોક૨ છે. I|૬|| વજ્રમાં જેમ રેખા નથી હોતી એમ જેઓના હૃદયમાં ગુરુ પ્રત્યે ભક્તિ હોતી નથી, વિડંબણામાત્રરુપ તેના જીવવાથી શું ? ।।૭|| જે આત્માઓ ગુરુના પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં અવર્ણવાદ કરે છે તેને જન્માંત૨માં પણ જિનેશ્વર ભગવાનનું વચન દુર્લભ છે. ।।૮।। આ સંસારમાં શિષ્યોની જે કાંઇ રિદ્ધિઓ છે તે સ્પષ્ટપણે ગુરુભક્તિરુપી વૃક્ષના પુષ્પ સમાન છે. ।।૯।। પાણી પીવડાવનારનાં પણ ઉપકારનો બદલો વાળી શકાતો નથી. તો પછી ભવરુપી સમુદ્રમાંથી જે તારે છે તે સુગુરુના ઉપકારનો બદલો કેવી રીતે વળી શકે ? ।।૧૦ || ગુરુના ચરણ રંજન કરવા માટે જે શિષ્ય વચનમાત્રથી (હૃદયથી નહીં) કહે છે કે તમારા ચરણ કમળની ભક્તિ એ જ મારું જીવન છે. ।।૧૧।।
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy