SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચય एयं कहं कहतो, न सरइ मूढो इमंपि दिटुंतं । साहेइ अंगणं चिय, घरस्स अभिंतरं लच्छिं ।।१२।। एसाच्चिय परमकला, एसो धम्मो इमं परं तत्तं । गुरुमाणसमणुकलं, जं किज्जइ सीसवग्गेणं ।।१३।। जुत्तं चिय गुरुवयणं, अहव अजुत्तं य होज्ज दइवाओ । तहवि हु एयं तित्थं, जं हुज्जा तं पि कल्लाणं ।।१४।। किं ताए रिद्धीए, चोरस्स व वज्झमंडणसमाए ? गुरुयणमणं विराहिय, जं सीसा कहवि वंछंति ।।१५।। कंडयणनिट्ठीवणउसास, पामोक्खमइलहुयकज्जं । बहुवेलाए पुच्छिय, अन्नं पुच्छेज्ज पत्तेयं ।।१६।। આવી વાત કરતા મુખેને આ દ્રષ્ટાંતની યાદ (ખબર) નથી કે આંગણું જ ઘરની અત્યંતર લક્ષ્મીને જણાવે છે. (અર્થાત્ આંગણા પરથી જેમ ઘરની અંદરની લક્ષ્મી જણાય છે એમ તારા વચનના પ્રલાપમાત્રથી તારા હૃદયમાં ભક્તિ છે કે નહીં તે જણાય છે.) TI૧રી શિષ્ય વર્ગ વડે ગુરુના મનને અનુકૂળ જે કરાય છે એ જ સર્વશ્રેષ્ઠ કલા છે, એ જ ધર્મ છે, એ જ પરમ તત્ત્વ છે. II૧૩TI ગુરુનું વચન યુક્ત હોય કે દેવવશ અયુક્ત હોય, તો પણ એ તીર્થ છે, જે થશે તે પણ કલ્યાણ જ થશે. (અર્થાત્ ગુરુના અયુક્ત વચનથી પણ સારુ જ થશે) ૧૪ / ગુરુજનના મનની વિરાધના કરીને શિષ્યો જે રિદ્ધિને ઇચ્છે છે, ફાંસીની સજા પામેલા ચોરના આભૂષણ જેવી તે રિદ્ધિથી શું ? ૧૫// શરીરને ખણવાનું, બળખા વગેરે કાઢવાના તથા શ્વાસોચ્છવાસ વગેરે (વારંવાર કરાતા) અતિ લઘુ કાર્યોની બહુવેલથી (“બહુવેલ સંદિસાહું' “બહુવેલ કરશું” ના આદેશથી) પૂછીને કરવું. તથા અન્ય દરેક કાર્યમાં ગુરુને પૂછવું, અર્થાત્ પૂછીને કરવું II૧૬ | • જિનશાસનમાં કોઇપણ કાર્ય ગુરુને પૂછયા વગર કરવાની આજ્ઞા નથી. શ્વાસોચ્છવાસ, નિષ્ઠીવન (બળખો કાઢવો વગેરે), ઉન્મેષ-નિમેષ વગેરે કાર્યો પણ આજ્ઞા વગર થઇ શકે
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy