________________
શ્રી કુલક સમુચ્ચય
२) श्री धर्माचार्यबहुमान कुलकम् ।
(कर्ता : आचार्य श्री धर्मसूरिपट्टधर आचार्य श्री रत्नसिंहसूरि) नमिउं गुरुपयपउमं, धम्मायरियस्स निययसीसेहिं । जह बहुमाणो जुज्जइ, काउमहं तह पयंपेमि ।।१।। गुरुणो नाणाइजुया, महणिज्जा सयलभुवणमझमि । જિંપુનિયસીસા, સાસુવયા હિં? પાર ના गरुयगुणेहिं सीसो, अहिओ गुरुणो हविज्ज जई कहवि । तहवि हुआणा सीसे, सीसेहिं तस्स धरियव्वा ।।३।। जइ कुणइ उग्गदंडं, रुसइ लहुणवि विणयभंगंमि । चोयइ फरुसगिराए, ताडइ दंडेण जइ कहवि ।।४।। अप्पसुएवि सुहेसी, हवइ मणागं पमायसीलोऽवि । तहवि हु सो सीसेहि, पूइज्जइ देवयं व गुरु ।।५।।
ગુરુમહારાજના ચરણકમળને નમસ્કાર કરીને હું ધર્માચાર્યોનું (ગુરુઓનું) પોતાના શિષ્યોએ બહુમાન જે રીતે કરવું જોઇએ તે કહું છું. [૧]
જ્ઞાનાદિ ગુણ યુક્ત ગુરુ તો સકલ પૃથ્વીમાં માનનીય છે (પૂજનીય છે) તો પછી નિકટના ઉપકારી હોવાના કારણે તેમના શિષ્યો માટે તો પૂછવું જ શું ? અર્થાત્ આસન્ન ઉપકારી હોવાથી શિષ્યોને અતિશય પૂજનીય છે. Iીરા
શિષ્ય વિશિષ્ટ ગુણોથી ગુરુ કરતા કદાચ અધિક પણ જો હોય, તો પણ શિષ્યોએ ગુરુની આજ્ઞાને શિર પર ધારણ કરવી જોઇએ અર્થાત્ બહુમાનપૂર્વક માન્ય કરવી જોઇએ. ||૩||
વિનયમાં થોડી સ્કૂલના થતાં ગુસ્સે થાય, ઉગ્ર દંડ કરે, કર્કશ વાણીથી ઠપકો આપે, કદાચ લાકડીથી મારે તો પણ ગુરુને દેવની જેમ શિષ્યો પૂજે છે.) ||૪||
ગુરુ અલ્પશ્રુતવાળા હોય, થોડા સુખશીલિયા કે થોડા પ્રમાદી હોય, તો પણ તે શિષ્યો વડે ભગવાનની જેમ પૂજાય છે. પા