SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર માનવામાં કોઇ પ્રમાણ નથી. બીજી વાત (આત્મનઃસ્તસ્મેલાપત્તઃ પ્રતે પુરુષાધિત્વન તમાવાપત્યેતિ નર્મ:=) અપ્રામાણિક પણ દિક્ષાને માનવાથી દિદક્ષાને આત્માથી ભિન્ન માનવાની આપત્તિ આવે. કેમ કે પ્રકૃતિ જ બધું કરતી હોવાથી પ્રકૃતિને પુરુષ (=આત્મા) કરતાં પણ અધિક માની છે. તેથી દિદક્ષાને પ્રકૃતિ સ્વરૂપ માનવાની આપત્તિ આવે. આમ દિદક્ષા પ્રકૃતિ સ્વરૂપ બને એથી આત્માથી ભિન્ન જ બને. ૧૩૪ પાંચમું સૂત્ર આથી જ ગ્રંથકાર કહે છે— કલ્પેલી દિદક્ષાનો સ્વીકાર કરવામાં પણ પ્રમાણાભાવરૂપ દોષ છે. તે આ પ્રમાણે-કલ્પેલી દિક્ષા (બંધ-મોક્ષ વગેરે) કશું ક૨વા સમર્થ નથી. જે કશું કરવા સમર્થ ન હોય તેના અસ્તિત્વમાં પ્રમાણ કેવી રીતે હોય ? અર્થાત્ ન હોય. ૧૬. પરિણામ ભેદથી બંધ-મોક્ષનો ભેદ परिणामभेआ बंधाइभेओ त्ति साहु, सव्वनयविसुद्धिए निरुवचरिओभयभावेणं ॥ १६॥ तदेवं व्यवस्थिते सति परिणामभेदाद् आत्मन इति प्रक्रमः, बन्धादिभेदो बन्धमोक्षभेद इत्येतत्साधु प्रमाणोपपन्नम् । न खल्वन्ययोगवियोगौ विहाय मुख्यः परिणामभेदः, भवाच्च मुक्तिरनादिमांश्च भव इति नीत्या । अत एवाह - सर्वनयविशुद्ध्या । अनन्तरोदितसाधुफलोपदर्शनायाह-निरुपचरितोभयभावेन प्रक्रमात् मुख्यबन्धमोक्षभावेन । સૂત્ર-ટીકાર્ય— પ્રશ્ન— જો દિક્ષા માનવામાં આવે તો દિદક્ષા હોય ત્યાં સુધી બંધ અને દિદક્ષાની નિવૃત્તિ થતાં મોક્ષ એમ બંધ-મોક્ષનો ભેદ (=વ્યવસ્થા) થાય છે. પણ દિક્ષા ન માનવામાં આવે તો બંધ-મોક્ષનો ભેદ કેવી રીતે થઇ શકે ? ---- ઉત્તર બંધ અનાદિથી હોવા છતાં સુવર્ણ-પથ્થ૨ના ધ્રુષ્ટાંતથી બંધનો વિયોગ થાય એવો નિર્ણય થયે છતે આત્માના પરિણામના ભેદથી બંધ અને મોક્ષનો ભેદ માનવો એ પ્રમાણયુક્ત છે. પ્રશ્ન— પરિણામનો ભેદ એટલે શું ? ઉત્તર— અન્યનો યોગ અને વિયોગ એ મુખ્ય પરિણામભેદ છે, અર્થાત્
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy