SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૩૫ પાંચમું સૂત્ર કર્મનો યોગ એ બંધ અને કર્મનો વિયોગ એ મોક્ષ છે. કેમ કે ભવથી મોક્ષ થયો, સંસાર અનાદિમાન છે, એવો વ્યવહાર થાય છે. સર્વકર્મોનો વિયોગ થાય ત્યારે ભવથી મોક્ષ થાય છે. અનાદિકાલીન કર્મના સંબંધના કારણે સંસાર અનાદિમાન છે. આથી જ ગ્રંથકાર કહે છે-પરિણામ ભેદથી બંધ-મોક્ષનો ભેદ સર્વ નયોથી વિશુદ્ધ (=સર્વનયસંમત) છે. હમણાં પરિણામ ભેદથી બંધ-મોક્ષનો ભેદ પ્રમાણથી યુક્ત છે એમ જે કહ્યું તેનું શુભ ફળ બતાવવા માટે ગ્રંથકાર કહે છે-પરિણામભેદથી બંધ-મોક્ષનો ભેદ સર્વનયોથી વિશુદ્ધ (=સર્વનયસંમત) હોવાથી ઉપચાર રહિત (=મુખ્ય-તાત્વિક) બંધ-મોક્ષ સિદ્ધ થાય છે. ૧૭. કર્મ બોધિસ્વરૂપ નથી, તથા સર્વથા અસત્ પણ નથી. न अप्पभूअं कम्मं । न परिकप्पिअमेअं। न एवं भवादिभेओ ॥१७॥ एवं द्रव्यास्तिकमतमधिकृत्य कृता निरूपणा । पर्ययास्तिकमतमधिकृत्याह-नात्मभूतं कर्म, न बोधस्वलक्षणमेवेत्यर्थः । तथा न परिकल्पितमसदेवैतत्कर्मवासनादिरूपम् । कुतः ? इत्याह-नैवं भवादिभेदः । आत्मभूते परिकल्पिते वा कर्मणि बोधमात्राविशेषेण क्षणभेदेऽपि मुक्तक्षणभेदवन्न भवापवर्गविशेषः । સૂત્ર-ટીકાઈ– આ રીતે દ્રવાસ્તિકનયની અપેક્ષાએ પ્રરૂપણા કરી, અર્થાત્ અનાદિબદ્ધ આત્મદ્રવ્ય અને મુક્ત આત્મદ્રવ્ય એ બે પ્રમાણસિદ્ધ છે એમ કહ્યું. હવે પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ પ્રરૂપણા કરે છે, અર્થાત્ બંધ-મોક્ષ પર્યાય વાસ્તવિક છે (કાલ્પનિક નથી) એમ જણાવે છે. કર્મ આત્મભૂત નથી, એટલે કે કેવળ બોધસ્વરૂપ જ નથી. કર્મ જેમ કેવળ બોધસ્વરૂપ જ નથી તેમ સર્વથા પરિકલ્પિત=અસતું પણ નથી, અર્થાત્ "વાસનારૂપ નથી. કારણ કે કર્મ સર્વથા બોધસ્વરૂપ કે અસતું હોય તો સંસાર અને મોક્ષનો (=બંધ-મોક્ષનો) ભેદ ન થાય. તે આ પ્રમાણે-બૌદ્ધો સર્વ વસ્તુને ક્ષણિક માને છે. જો બધી વસ્તુઓ ક્ષણિક હોય તો બીજી ક્ષણે તે જ વસ્તુ કેમ દેખાય છે. આ પ્રશ્નના સમાધાન માટે બૌદ્ધો “સંતાન' પદાર્થને માને છે. સંતાન એટલે ક્ષણપ્ર૧. બૌદ્ધની યોગાચાર” શાખાવાળા સર્વ વસ્તુઓને વિજ્ઞાનસ્વરૂપ માને છે. એથી એમની દષ્ટિએ કર્મ જ્ઞાનસ્વરૂપ છે. બૌદ્ધની માધ્યમિક શાખાવાળા સર્વ વસ્તુઓને અસતુત્રવાસનારૂપ માને છે. સર્વ વસ્તુઓ નહિ હોવા છતાં વાસનાના (=ભ્રાંતિના) કારણે દેખાય છે. એટલે બધું વાસનારૂપ છે. આથી કર્મ પણ વાસનારૂપ છે એમ માને છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy