SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૮૦૧ બનશે. એ તે એમ સમજતો હતો કે ધર્મ આરાધના કરવામાં, મારા વ્રત નિયમનું પાલન કરવામાં મને સહાયક બનશે પણ અહીં તે જુદું જ બન્યું. રાજકુમારે બંને કન્યાઓને ખૂબ સમજાવી પણ સમજી નહિ એટલે રાજકુમાર મૂંઝવણમાં પડ્યો, કારણ કે જે પૌષધ ન કરે તે પ્રતિજ્ઞાને ભંગ થાય છે ને પૌષધ કરે છે તે પિતાના વચનને ભંગ થાય છે. હવે શું કરવું? પ્રતિજ્ઞાને ભંગ કરવો કે વચનને ભંગ કરશે? વત પાલન માટે જીવનનો અંત લાવતે કુમાર” -દેવાનુપ્રિયો! આ સ્થાને તમે હો તે શું કરો ? પ્રતિજ્ઞા ભંગ કે વચનભંગ? તમે તે પ્રતિજ્ઞાને ભંગ કરી લે. બરાબર છે ને? (હસાહસ) રાજકુમારે પ્રતિજ્ઞાને ભંગ ન થાય ને વચનભંગ પણ ન થાય એ માટે જીવનભંગ કરવાને સંકલ્પ કર્યો. રાજકુમારે મનમાં નક્કી કર્યું” કે બેમાંથી એકેયને ભંગ કર્યા વિના મૃત્યુને ભેટી લેવું તે વધુ શ્રેષ્ઠ છે. જીવતે રહીશ તે પ્રતિજ્ઞા ભંગ કે વચન ભંગને પ્રશ્ન છે ને? જે મને જીવતાં આવડે છે તે મરતાં પણ કયાં નથી આવડતું? આમ વિચાર કરીને રાજકુમારે તરત જ કેડેથી કટાર કાઢીને જેરથી પિતાના ગળા ઉપર ઝીકી દીધી, પણ રાજકુમારનું ગળું કપાયું નહિ, એટલે બીજી વખત, ત્રીજી વખત ઘા કર્યો તે પણ કટારની ધાર જાણે બુઠ્ઠી જ ન થઈ ગઈ હાય ! એમ કુમારનું ગળું કપાતું નથી, એટલે ચોથી વખત ગળા ઉપર કટાર ફેરવવા , જાય છે ત્યાં બંને કન્યાઓએ કુમારના હાથમાંથી કટાર ઝુંટવી લેતાં પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરીને કહ્યું સબૂર કર કુમાર સબૂર કર. અમે તારી સ્ત્રીઓ નથી, અમે તને પરણ્યા નથી. અમે તે દેવકના દે છીએ પણ તારા વ્રત પાલનની દૃઢતાની પ્રશંસા સાંભળીને પરીક્ષા કરવા માટે આવ્યા હતા. ધન્ય છે કુમાર તારી દઢ પ્રતિજ્ઞાને! પ્રતિજ્ઞાને ખાતર પ્રાણ આપવા તૈયાર થયો પણ પ્રતિજ્ઞાન ભંગ ન કર્યો ! એમ કહીને દેવે રાજકુમારને વંદન કરીને પિતાના સ્થાને ચાલ્યા ગયા. જેનું મન સદા ધર્મમાં રહે છે તેને લેવા વિનં નમંતિ દેવે પણ નમે છે. તમે પણ તમારા વ્રત નિયમમાં આવા દઢ રહે ચિત્તમુનિ પણ પિતાના માર્ગમાં દઢ છે. બ્રહ્મદત્ત ચક્રવતિએ એમને ગમે તેટલા પ્રલેભને આપ્યા પણ તેઓ મનથી પણ વિચલિત થયા નહિ, પણ બ્રહ્મદત્ત ચક્રવતિને સંયમ માર્ગે આવવા માટે એલાન કરીને કહે છે. પૂરવ પુણ્ય ફળે નૃપ પામી, દ્ધિ સમૃદ્ધિ અને બડ ભાગ્યને, દુ:ખદ નશ્વર ભેગ ત્યજી દઈ લઈ સુસંયમ મેળવ તુ સુખ, હે બ્રહ્મદત્ત ચક્રવતિ ! તમે મને કહે છે ને કે ધર્મસેવન કરવાનું શું ફળ છે? તે સાંભળો. ધર્મ આરાધનાનું આ ફળ પ્રત્યક્ષ દેખાય છે કે ધર્મની સહાયથી આપ આવા મોટા ચક્રવતિ બન્યા છે, તે તમે જે સંપૂર્ણપણે ધર્મરૂપ વૃક્ષની શીતળ છાયામાં બેસી જશે તે તમે આથી પણ વધારે ઉન્નતિ કરી શકશે એ નિશંક વાત છે. આ શા, ૧૦૧
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy