SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૨ શારદા સિદ્ધિ શબ્દાદિક પાંચ ઈદ્રિના વિષયે તે અશાશ્વત છે માટે જે તમારે શાશ્વત સુખના સ્વામી બનવું હોય તે આ કામગોને ત્યાગ કરી ચારિત્ર ધર્મ અંગીકાર કરે. ચારિત્ર વગર ત્રણ કાળમાં આત્માનું કલ્યાણ થવાનું નથી. જે ચકવતિઓએ ચક્રવર્તિનું પદ અશાશ્વત સમજીને છોડી દીધું ને સંયમને માર્ગ અપનાવ્યો તેમણે એમના આત્માનું કલ્યાણ કર્યું છે. તે હે બ્રહ્મદત્ત! તમે પણ આ પદવીને મોહ છેડી દે, કારણ કે આ બધા વૈભવ વિલાસ અશાશ્વત છે, અને આ માનવની જિંદગી પણ બહુ અલ્પ છે. એમાં જે કામગ નહિ છોડે તે નરકની કારમી વેદનાઓ ભેગવવી પડશે, કારણ કે ચકવતિ ચક્રવતિ પણમાં મરે તે એને માટે નરકમાં જવાનું નિયમ છે, અને જે સમજીને એને ત્યાગ કરે છે તે ચકવતિએ મોક્ષમાં અથવા દેવલોકમાં જાય છે, માટે જે તમારે નરકના દુખે ભેગવવા ન જવું હેય ને સાચું સુખ મેળવવું હોય તે ચક્રવતિપદને મોહ છોડે. સંસાર ત્યાગી સંયમ સ્વીકારે જગના બંધન છોડીને ચોસઠ હજાર રાણુઓને ત્યાગી, વૈભવથી મુખ મેડીને પૂવ પુયે ચક્રવતિ બન્યા પામ્યા છો દ્ધિ અપાર, છ ખંડના સ્વામી બન્યા, મળ્યા છે વૈભવ વિલાસ, સુખ સમૃદ્ધિ ત્યાગી દઈને, સજે સંયમના શણગાર... સંસાર... '' હે ચકવતિ! આ સંસારના સુખે, રાજપાટ, વૈભવ વિલાસ, કામગ આ બધું દુઃખદાયી છે. ભવપરંપરાને વધારનાર છે. વળી પાછા કાયમ ટકવાવાળા નથી. આ સંસાર તે કર્મબંધન કરાવનાર કારખાનું છે. આવું સમજીને તમે સંસાર અને સંસારના સુખને ત્યાગ કરે. તમને આ બધું સુખ પૂર્વના પુર્યોદયે મળ્યું છે. વહેલા કે મેડા એક દિવસ તે સૌને છોડવાનું છે. આ દિવ્ય મહેલોને તમે ઉભા ઉભા ત્યાગ કરી દો. જે ઉભા ઉભા સ્વેચ્છાએ નહિ નીકળે તે આ તમારે પ્રાણપ્યારે પરિવાર તમને આડા પાડીને મહેલની બહાર કાઢશે ને આ સુંદર શરીરને અગ્નિમાં જલાવી દેશે. જે સ્વેચ્છાથી ઉભા ઉભા મહેલમાંથી નીકળી જાય છે તે શૂરવીર છે ને જે આડા નીકળે છે તે કાયર છે. તમારે બધાને પણ ઉભા ઉભા નીકળવું છે ને? ભાવ જાગે તે તૈયાર થઈ જજે. (હસાહસ) નહિતર આડા તે નીકળવાનું છે, પણ એમાં કઈ વિશેષતા નથી. માટે સમજીને છોડવામાં કલ્યાણ છે. આ પ્રમાણે ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવી રહ્યા છે. હજુ પણ શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર - ભીમસેન રાજાએ મોકલેલા ગુપ્તચરેએ આવીને સમાચાર આપ્યા કે હરિસેન રાજા તે આપને ખૂબ ઝંખે છે. ખાતા પીતા નથી. એમને કઈ ખાવા પીવાનું કે રાજય સંભાળવાનું કહે છે તે એમ જ કહે છે મારા ભાઈ ભાભી અને ભત્રીજા આવ્યા ? એમને કોઈ લઈ આવે. હવે એમના વગર હું જીવી શકું તેમ નથી. એક જ રઢ લઈને બેઠા છે તેમજ નગરજને પણ આપને ઝંખે છે,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy