SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦. શારદા સિદ્ધિ બને રાજમહેલમાં જમવા માટે આવ્યા. જમ્યા પછી રાજકુમાર એમની સાથે ધર્મચર્ચા કરવા બેઠે. બંને કન્યાઓનું જ્ઞાન, ધર્મની શ્રદ્ધા, દઢતા એમને ત્યાગ વિગેરે જોઈને કુમારના મનમાં થયું કે આ બંને કન્યાઓ મને બધી રીતે અનુકૂળ છે. જીવનરથના જે બે પૈડા બરાબર હોય તે જીવનરથ બરાબર ચાલી શકે. એમ સમજીને રાજકુમારે પૂછયું કે તમારા લગ્ન થયેલા છે? ત્યારે કહે છે અમને યોગ્ય વર મળતું નથી, એટલે અમારા લગ્ન થયા નથી, ત્યારે રાજકુમારે કહ્યું હું પણ મારા વિચાર અને વર્તનને યોગ્ય કન્યા મળે તે પરણવા ઈચ્છું છું જેથી મને ધર્મ આરાધના કરવામાં સહાયક બને. જે તમારી ઈચ્છા હોય તે આપણે એકબીજાના જીવનસાથી બનીએ. - “બંને કન્યાએ કુમારને વચનથી બાંધવા કરેલા પ્રયતન :- બંને કન્યાઓએ કહ્યું કે આપને જોયા ત્યારથી અમને પણ એવી ઈચ્છા છે. અમે બંને આપની સાથે લગ્ન કરવા તૈયાર છીએ પણ એક શરતે. અમે જે કહીએ તે તમારે કરવું પડશે. એવું વચન આપે તે અમે તમારી સાથે લગ્ન કરીએ. કુમારના મનમાં એમ હતું કે આ બહુ ધમીટ છે, વિવેકી છે એટલે બહુ તે મને યુદ્ધ નહિ કરવાનું કહેશે. અગર બીજી કઈ પાપની પ્રવૃત્તિ કરતે દેખશે તે મને ના પાડશે, પણ પિતે ધમષ્ઠ છે એટલે મને ધર્મ આરાધનામાં કંઈ આડખીલી નહિ કરે. એમ સમજીને કુમારે એ કહે તેમ કરવાનું વચન આપ્યું ને બંને કન્યાઓ સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા તે દિવસની પ્રથમ રાત્રિએ કન્યાઓએ કહ્યું નાથ! અમે આપની સાથે લગ્ન તે કર્યા પણ જ્યાં સુધી અમારા માતા પિતાને આ વાતની જાણ ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું એવી અમારી ઈચ્છા છે, આ કુમાર પણ ધમ હતું. એ કંઈ કામાંધ ન હતું. એને તે ખૂબ આનંદ થયો કે હેજે બ્રહ્મચર્યનું પાલન થશે. એથી રૂડું શું? લગ્ન પછી ચાર પાંચ દિવસ બાદ પાખીને દિવસ આવ્યો એટલે આગલા દિવસે કુમારે પિતાની પત્નીઓને પૌષધ વ્રત કરવાની વાત કરી. પ્રતિજ્ઞા પાલન માટે કટી” - બંને કન્યાઓએ કહ્યું સ્વામીનાથ! આપ કાલે પૌષધવ્રત કરી શકશે નહિ. કુમારે કહ્યું મારે જીવનભર આઠમ પાણીના પૌષધ કરવાની પ્રતિજ્ઞા છે, માટે મારે પૌષધ તે કરવું જ પડશે. તમારે પ્રતિજ્ઞા હોય તે ભલે રહી પણ અમે આપને પૌષધ નહિ કરવા દઈએ. કુમારે કહ્યું પણ મેં તે ગુરૂની પાસે પ્રતિજ્ઞા કરેલી છે, ત્યારે બંને કન્યાઓ કહે છે કે તમે ગુરૂ પાસે પ્રતિજ્ઞા લીધી છે તે અમારી સાથે પરણતી વખતે આપે અમને અમે કહીએ તેમ કરવાનું વચન આપ્યું છે તે એ વચનને ભંગ થશે ને ? તમારી પ્રતિજ્ઞા ભંગ કરો પણ અમને આપેલા વચનને ભંગ નહિ કરી શકે. રાજકુમારના માથે ધર્મસંકટ આવ્યું ! વચન આપ્યું ત્યારે આ ખ્યાલ ન હતું કે આ કન્યાઓ પિતાના વ્રતમાં આડખીલ રૂપ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy