SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૭૭૩ ને સોનાના બાજોઠ પર બેસાડયા. બ્રાહ્મણે લગ્નની વિધિ શરૂ કરી. લગ્ન સુંદર રીતે પતી ગયા. રત્નસાર શેઠને રત્નસુંદરી એકની એક દીકરી છે, એટલે ખૂબ કરિયાવર કર્યો. દીકરીની વસમી વિદાય ? હવે રત્નસુંદરીને સાસરે વળાવવા માટે વસમી ઘડી આવી. દીકરી તે પારકા ઘરની વસ્તી છે. જે દીકરીને ઉછેરીને મોટી કરી, વર્ષો સુધી જેણે મા-બાપના ખેાળા ખૂધ્યા, જે દીકરી મા-બાપને આનંદ આપતી હતી તેવી વહાલસોયી દીકરી આજે સાસરે જાય છે એટલે માતાપિતાનું હૈયું ભરાઈ ગયું. તેમની આંખમાંથી આંસુની ધાર થઈ. સગાવહાલા સખીઓ બધા રડવા લાગ્યા. હવે તેને નવા નવા માણસો સાથે બધાના સ્વભાવને અનુકૂળ થઈને રહેવાનું. રત્નમંજરી પોતાની વહાલી દીકરીને શિખામણ આપતા કહે છે કે બેટા ! તું અમારું ઘર છોડીને બીજે ઘેર જાય છે ત્યાં તારા સાસુ સસરાને તું મા-બાપ સમાન ગણજે. તારા દિયરને ભાઈ માનજે. નણંદને બેન ગણજે. બધાની સાથે સંપીને પ્રેમથી એકમેક થઈને રહેજે. બંને કુળને દીપાવજે. સાસુ સસરાની સેવા કરજે. પતિની સાથે બાથ બીડીશ નહિ. રત્નસુંદરી માતાના ખભે માથું નાખીને ખૂબ રડી. બેટા ! તું ખૂબ સમભાવી સહિષ્ણુ બનજે. તારા શીલ સંસ્કારને જરા પણ આંચ આવવા દઈશ નહિ. ખૂબ હિંમતવાન બનજે. આ રીતે માતાપિતાએ શિખામણ આપી હવે રત્નસુંદરી સાસરે જાય છે ને ત્યાં શું બનશે તે અવસરે. ભાદરવા વદ ૧૦ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૮૪ : તા. ૮-૧૦-૮૫ ઉપાસકદશાંગમાં આપણે આનંદ શ્રાવકનો અધિકાર ચાલે છે. ભગવાનની એક વાર દેશના સાંભળતા તેઓ આત્મસ્વરૂપમાં કરી ગયા. જેમ પવન ખૂબ જોરદાર હોય ત્યાં સુધી પાણીમાં પડેલી વસ્તુ દેખાતી નથી પણ પવન બંધ થાય ને પાણી સ્થિર થાય ત્યારે પાણીમાં પડેલી વસ્તુ તરત દેખાય છે, તેમ આત્મામાં સંકલ્પ વિકલ્પને પવન ભરેલે છે. તે જ્યારે બંધ થશે ત્યારે આત્મા સ્વમાં ઠરી જશે અને આત્મામાં પડેલી અનંત શક્તિ દેખાશે. તેને અનુભવ થશે. જેને આત્માની સ્વાનુભૂતિ થઈ એવા આનંદ શ્રાવકે વ્રત તે લીધા. ભગવાન હવે. અતિચારનું સ્વરૂપ સમજાવે છે પહેલા વતની વાત કરી. હવે બીજા વ્રતના અતિચાર સમજાવે છે. બીજું વ્રત છે સત્યનું. ખરેખર સત્ય એ અમૃત વચન છે. મહાપુરૂષોએ સત્ય વાણને કામધેનુ ગાયની ઉપમા આપી છે. તે માનવીની મનોકામના પૂર્ણ કરે છે. તે કીતિ રૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને પાપને નાશ કરે છે. સત્ય એ એક વશીકરણ મંત્ર છે. વકીલ, વેપારી આદિ બધા પિતાના ક્ષેત્રોમાં સત્યને વ્યવહાર કરે છે. સત્ય બોલનાર વકીલના વચમાં ન્યાયાધીશને પૂર્ણ વિશ્વાસ હોય છે. સત્યથી ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. સત્ય એ અમૃત સમાન મીઠું મધુર છે. જેના મનમાં સત્ય રમી રહ્યું છે, જેના સંસ્કારોમાં સત્ય તાણાવાણાની જેમ ગૂંથાઈ ગયું છે તેની પાસે ભૌતિક અને આધ્યાત્મિક ઐશ્વર્ય સુરક્ષિત રહી શકે છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy