SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૨ ] [શારદા શિરેમણિ કરાતી. જેની જતના તે દરેક ક્ષેત્રમાં કરવા જેવી છે. કપડા ધોવા આપે ત્યારે બરાબર વ્યવસ્થિત જોઈ લેવા કે તેમાં કોઈ માંકડ કે મચ્છર તે ભરાયે નથી ને ? ગેસને કે માટીને કોઈ પણ ચૂલે સળગાવતા પહેલા એ ચુલાને જણીથી પૂછ લે. પંખા અને લાઈટ ચાલુ ન કરે, કારણ કે તેમાં વાઉકાય અને અગ્નિકાયની ઘોર હિંસા રહેલી છે. કહેવાય છે કે કુમારપાળ મહારાજા પિતાના ૧૧ લાખ ઘેડાઓને જ પાણી ગાળીને આપતા હતા. મહાપુરૂષોના જીવન તરફ દષ્ટિ કરીએ તો જણાશે કે કીડીઓને બચાવવા માટે ધર્મરૂચી અણગાર મા ખમણને પારણે કડવી તુંબડી વાપરીને પ્રસન્ન ચિત્તે હસતા મુખડે મૃત્યુને ભેટયા તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં પહોંચી ગયા. તેમના જીવનમાં અહિંસાની જ્યોત કેટલી પ્રગટી હશે! અર્ણિકાપુત્ર આચાર્યને ભાલાની અણીએ વીંધ્યા ત્યારે કેવી ભવ્ય ભાવના ભાવી ? આ કેવું પાપિઠ શરીર મળ્યું છે કે જેના લેહીનું એક ટીપું પાણીના અસંખ્ય જીને મોતને ઘાટ ઉતારી રહ્યું છે. આવી ભવ્ય ભાવના ભાવતા ભાવતા અણિકાપુત્ર કેવળજ્ઞાની બની ગયા. આપણે પણ એ જ રહે ચાલીએ. જાગૃતિમય જીવન જીવીએ તે અનંતકાળે મળેલ આ માનવ જન્મની સાર્થકતા થશે. વધુ ભાવ અવસરે. ચરિત્ર : લગ્ન કર્યા પછી શું ? ? પુણ્યસાર કુળદેવીના વચન પર વિશ્વાસ રાખી બે મહિના ધીરજ રાખવા તૈયાર થયા. ત્યારબાદ મનને મક્કમ કરીને પિતાના મિત્ર ગુણસુંદરને ત્યાં જઈ લગ્નનું કામકાજ ખંતથી અને ઉત્સાહથી કરવા લાગે. દિવસે જતાં ગુણસુંદરના લગ્નને દિવસ આવી ગયો. પિતે ઠાઠમાઠથી તૈયાર થઈને ઘેડા પર બેઠે ત્યારે જાણે કઈ સાક્ષાત દેવ ન હોય તે રીતે શાભવા લાગ્યો. પોતે જાય છે લગ્ન કરવા પણ તેનું મન ઊંડા વિચાર સાગરમાં ડૂબી રહ્યું છે. લગ્ન કર્યા પછી આ કન્યાનું શું ! એને પૂર્વના મરણો યાદ આવવા લાગ્યા. છ છ બેને યાદ આવી, યાદ આવ્યા મા-બાપ, પતિની યાદ સતાવવા લાગી, મનમાં દુઃખ અપાર...હો... ગુણસુંદર પિતે વરઘોડે ચઢે છે પણ અંતરમાં આનંદ નથી. તેને પિતાના લગ્નના સ્મરણો યાદ આવવા લાગ્યા. અમારે પતિ સાત સાત કન્યાઓ સાથે લગ્ન કરીને અમને છોડીને ચાલ્યા ગયા. તેમના દિલમાં કાંઈ થતું નહિ હેય ! મારા મા-બાપ બિચારા પણ કેટલા દુઃખી હશે! આ રીતે તેનું અંતર દુઃખથી વહેવાઈ રહ્યું છે. વરઘોડો આગળ વધતું જાય છે તેમ તેના વિચારો પણ વધી રહ્યા છે, છતાં મનને દઢ કરી પિતાને ખેલ ભજવી રહ્યો છે. ગુણસુંદરને વરઘોડો જેવા આખું ગામ ઉમટયું છે. વરઘોડામાં નગરના રાજા, નગરશેઠ બધા પગે ચાલતા હતા. ગુણસુંદરની માતા તે અહીં છે નહિ એટલે પુણ્યસારની માતા એ તેની માતા છે. વરઘોડો ફરતે ફરતે રત્નસાર શેઠના મહેલે આવ્યું. રત્નસાર શેઠની પત્ની રત્નમંજરીએ જમાઈને પંખ્યા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy