SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [૬૯૩ વાતમાં કેઈ ગૂઢ ભેદ લાગે છે. ભલે તે કહે છે અમે વણઝારા છીએ પણ તેની જાતિ તે નથી. તે ખાનદાન કુટુંબને નબીરે છે. ગમે તે કારણે ગુપ્ત રહે છે. શેઠે ગુણસુંદરને ઘણાં ઘણાં પ્રશ્નો પૂછ્યા. વચ્ચે કેઈ અધૂરું રહી જાય તે પુણ્યસાર બોલે. પૂછનાર બે છે, જવાબ દેનાર એક છે, છતાં ગુણસુંદરે જડબાતોડ જવાબ દીધા. તેને થયું કે શેઠ તે આટલા હોંશિયાર છે પણ પુણ્યસાર પણ તેટલે જ હોંશિયાર છે. તેને ગાઢ મિત્ર બનાવીશ તો મને કામકાજમાં ટેકે આપશે. મારા કાર્યમાં મને સાથીદાર મદદગાર બનશે. વાતો ઘણું કરી પણ પડદો ખુલ્લે થતું નથી. હવે શું બનશે તે અવસરે. ભાદરવા સુદ ૯ને શનિવાર : વ્યાખ્યાન નં. ૭૫ : તા. ૨૧-૯-૮૫ બંધુઓ ! આપણે આનંદ શ્રાવકની વાત ચાલે છે. ધોધમાર વરસાદ વરસે ત્યારે કાદવ કીચડ બધું સાફ થઈ જાય છે, તેમ ભગવાનની વાણી સાંભળતા આનંદ ગાથા પતિના મિથ્યાત્વના કચરા, અનંતાનુબંધી કષાયના કાદવ અને દર્શન મેહનીયની પ્રકૃતિના કચરા સાફ થઈ ગયા અને જીવનમાં સમકિતને દીવડે પ્રગટયો. સમકિત સહિત ભગવાન પાસે વ્રત આદરતા પાંચમું વ્રત-પરિગ્રહની મર્યાદા કરે છે. સારામાં સારું જીવન તો એ છે કે જે જીવનમાં કયારે ય ધનની જરૂર ન પડે. એવા જીવનના સ્વામી સર્વવિરતિરો આજે આનંદથી પ્રસન્નતાપૂર્વક પિતાનું જીવન પસાર કરી રહ્યા છે. તમે લક્ષ્ય તરીકે એ જીવનને સદાય નજર સામે રાખે. લય જેટલું ઉત્તમ તેટલું જીવન ઉત્તમ. જેનું લક્ષ્ય કરોડપતિ થવાનું છે તેના મનમાં એક જ વાત રમતી હોય છે કે હું કેવી રીતે કરોડપતિ બનું! એ રીતે સંપૂર્ણ નિષ્પાપ જીવનના સ્વામી બનવું હોય તે એક જ વાત જીવનમાં શું દયા કરો કે જદીમાં જલદી એ જીવન કયારે પાકું? અનેક પાપોના પ્રવેશ દ્વાર સમાન આ ઘનની જ્યાં જરાય જરૂર ન પડે તેવા જીવનના સ્વામી બનવાનું સૌભાગ્ય મળી જાય તો તેને ગુમાવશે નહિ પણ એટલી તાકાત ન હોય તો આ ધનની પકડ ઢીલી પડે તે માટે એના પર કંટ્રોલ રાખે. મળેલી સંપત્તિને સ્વેચ્છાએ ત્યાગ કરે છે તે સાચો અમીર બની શકે છે. મહાપુરૂષે કહે છે કે “ ફકીર તે અમીર અને અમીર તે ફકીર. આ શું કહે છે? શાલીભદ્રનો આત્મા ભરવાડના ભવમાં કેટલે ગરીબ હતો? એની પાસે કંઈ ન હતું એટલે ફકીર જે હતે. માંગતાગીને દૂધ, ચોખા અને ખાંડ લાવીને ખીર બનાવી હતી. તેના આંગણે સંત પધાર્યા તો એવા ઉત્કૃષ્ટ ભાવે ઉલ્લાસથી તપસ્વી સંતને વહેરાવી. વસ્તુ તો સામાન્ય હતી પણ ભાવના સામાન્ય ન હતી. વસ્તુની કિંમત નથી પણ ભાવની કિંમત છે. વસ્તુ મૂલ્યવાન હોય પણ ભાવના નથી તો તેની કિંમત નથી અને વસ્તુ સામાન્ય હોય પણ ભાવના ઉત્કૃષ્ટ હોય તે તેના મૂલ્ય છે. ભરવાડના ભવમાં ખૂબ ઉત્કૃષ્ટ ભાવે ખીર વહોરાવી તે બીજા ભવમાં અમીર બન્યા. ફકીરમાંથી અમીર બન્યા, શાલીભદ્ર બન્યા. કેટલી રિદ્ધિસિદ્ધિ મળી. જ દેવલોકમાંથી ૯
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy