SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૨] શારદા શિરોમણિ વાતથી પુયસાર હસી પડતો. આ રીતે વાત કરતાં કરતાં રથ પુરંદર શેઠની હવેલી પાસે પહોંચી ગયા. બધી વાત કરે છે પણ ગુણસુંદરને એવું પૂછવાનું યાદ આવતું નથી કે તમે વલ્લભીપુરમાં આવ્યા હતા ? રથમાંથી જેવા બધાને ઉતરતા જોયા કે પુરંદર શેઠ ઘરની બહાર આવ્યા ને પધારે....પધારે કહીને સ્વાગત કર્યું. ગુણસુંદર વિચારે છે કે આ તે કેવા મોટા નગરશેઠ કહેવાય, છતાં તેમનામાં નમ્રતા કેટલી છે! બધા સાથે મહેલમાં ગયા. ગુણસુંદરે પુરંદર શેઠને નમસ્કાર કર્યા. શેઠના મનમાં થયું કે આ છોકરામાં કેટલે વિનય-વિવેક છે ! બધા દિવાનખાનામાં બેઠા. થોડી વાતચીત કરી એટલામાં પુણ્યશ્રી ત્યાં આવી. પુણ્યસાર કહે, આ મારી પવિત્ર માતા છે. તેમનું નામ પુણ્યશ્રી છે. ગુણસુંદર તરત તેમના પગમાં પડે..- પુણ્યશ્રીએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. બેટા ! સુખી થાવ. ગુણસુંદર કહે-હવે તે તમે મારી માતા ને ! આપ જે પુણ્યસારને દીકરો માને છે તેમ મને આપને દીકરે માનજે. હા બેટા ! જેવો મારે પુણ્યસાર તે જ તું. પુણ્યસાર સાથે તને ઘણું ફાવશે. તારી ભાઈબંધી થઈ જશે. આટલું સાંભળતાં ગુણસુંદરને તે ખૂબ જ આનંદ થયે. ભાવિના ભણકારા ગુણસુંદરને થાય છે કે હું તો પુરૂષ તરફ દષ્ટિ કરતી નથી છતાં પુણ્યસારને જોઈને મને આટલે બધે ઉમંગ કેમ આવે છે? શું એમાં પૂર્વને કઈ સંકેત હશે ! પુણ્યસારના મનમાં એમ થાય છે કે મેં ઘણા મોટા મોટા વેપારીને જોયા. તેમના પરિચયમાં આવ્યો છતાં આ ગુણસુંદરને જોતાં મને દિલને ઉભરો આટલે બધો કેમ આવે છે ! આ બાજુ પુણ્યશ્રીએ જમવાની બધી તૈયારીઓ કરી લીધી એટલે કહ્યું-હવે આપ બધા જમવા પધારે. પુણ્યશ્રીએ સેનાના લેટાના પાણીથી જળધારા કરી બધાના હાથ દેવડાવ્યા. સોનાના થાળ, ચાંદીની વાડકીઓ, રૂપાના ગ્લાસ, ચારે બાજુ અગરબત્તીની મહેંકતી સુગંધ આ બધું જોઈને ગુણસુંદર તે પ્રસન્નચિત્તવાળ બની ગયે. ગુણસુંદરે આ ઘરમાં પગ મૂકે કે તરત જ ખૂબ શાંતિ વળી છે. પિતાને થાય છે કે મારા પતિ તો જ્યારે મળશે ત્યારે મળશે પણ આ ઘરમાં આવતા જાણે મારું દુઃખ ભૂલાઈ ગયું હોય તેવું લાગે છે. કુદરતને સંકેત છે એટલે ભાવિના ભણકારા આગળથી વાગી રહ્યા છે પણ ભેદ ખુલે થતું નથી. ગુણસુંદર તે પુરંદર શેઠની સાહ્યબી વૈભવ જોઈને અંજાઈ ગયા. ખૂબ નવાઈ લાગી. સેનાના થાળમાં ૩૨ જાતના ભેજન પીરસાય છે. ખાવામાં જે મઝા છે તેનાં કરતાં હૈયાને પ્રેમ અદભૂત છે. પુણ્યશ્રીએ ખૂબ પ્રેમથી બધાને આગ્રહ કરી કરીને જમાડ્યા, પછી મુખવાસ આપે. જમ્યા બાદ પુરંદર શેઠે ગુણસુંદરને અનેક પ્રને પૂછ્યા. તમારો દેશ કયો? તમારું કુળ કયું? વતન કયું? કયા કયા દેશમાં ફરી આવ્યા? તે દેશોના નવા નવા અનુભવે શું થયા ? ગુણસુંદર કહે- અમે વણઝારા છીએ. અમારું વતન સ્થાયી નથી. તમારા માબાપ ક્યાંક તે હશે ને ? તેઓ પણ અમારી જેમ ફરે છે. અમે આ દિશામાં આવ્યા છીએ. તેઓ બીજી દિશામાં ગયા છે. શેઠ સમજી ગયા કે આ ગુણસુંદરની
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy