SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૬ ] [ શારદા શિરોમણિ બાદબાકીમાં લાગે છે તેવા જીવા પાપના ઢગલા કરી દુર્ગતિએમાં રખડવા ચાલ્યું જાય છે. એક સમજવા જેવી વાત છે કે આ મનુષ્ય જન્મમાં આપણને કાઈ એ મેાકલ્યા નથી. કોઈ ને અહેસાન ચડાવવા નથી આવ્યા તેમજ કોઈ એ આમ ત્રણ આપ્યુ. હેાય ને આમત્રણ સ્વીકારીને કે કોઈને કાગળ લખીને નથી આવ્યા કે અમે આવીએ છીએ, અમારા માટે મેાજશાખની બધી સામગ્રીએ તૈયાર રાખજો પણ ક રાજાએ આપણને માકલ્યા છે. આ મનુષ્ય જન્મમાં કાઈ ના જન્મ શ્રીમંતના ઘેર થાય, કોઈના જન્મ મધ્યમ વર્ગમાં થાય અને કઈ ના જન્મ ગરીબ ઘરમાં થાય. સુખ-દુઃખ મળવું તે કમને આભારી છે. માને કે તમને કઈ એ જમવાનુ આમત્રણ આપ્યું'. તેના આમંત્રણથી તમે જમવા ગયા. ત્યારે કોઈએ ‘આવે’ એટલું પણ ન કહ્યું કે તમારો આદરસત્કાર ન કર્યાં. આવ્યા છે એટલે જમાડવા પડે એવા ભાવથી જમાડયા તે તમને દુઃખ થાય કે નહિ ! થાય. ખીજી વાત તમે વગર આમંત્રણે કેઈને ત્યાં ગયા. તેમને ઘેર રેટલે અને છાશ અથવા તે જે ચાલુ રસેાઈ હતી તે તમને જમાડી દીધી. તમે સ્હેજે જઈ ચઢયા એટલે આદરસત્કાર પણ ન મળ્યા તા તમને દુઃખ થાય ખરુ'! ના. ત્યાં તા સામી વ્યક્તિ જે સગવડ આપે તેમાં સ`તેષ માનેા. આ રીતે મનુષ્ય ભવમાં કોઈના આમ ંત્રણથી નથી આવ્યા માટે કર્યું જે સ્થિતિમાં રાખે તેમા સંતાય, આનંદ માનવાના, જેથી નવા કર્મો ન બંધાય. જો આત્મા ધર્માં સમજયા હશે. કઈ ક જાણપણું હશે તે આવી રીતે ખતવણી કરશે. જેમના જીવનમાં કંઈક જાણપણું' છે એવા આનંદ શ્રાવક ભગવાન મહાવીર સ્વામી પાસે પાંચમું વ્રત આદરવા તૈયાર થયા છે. જગતના તમામ જીવા સČથા પરિગ્રહના અધનાને છેડીને મુક્ત ન થઈ શકે એટલે જૈનદને સત્યાગની ભાવનાને પાયામાં રાખીને સ’સારીએ માટે પરિગ્રહની મર્યાદા બતાવી છે તે છે પાંચમુ· અણુવ્રત. પરિગ્રહની મર્યાદા કરવાથી જીવનધારણના પ્રશ્ન હલ થઈ શકે છે. જે લેકે સંસારમાં રહે છે, સંસારના સુખદુઃખને અનુભવ કરે છે અને સ'સારના પરિબળા વચ્ચે પેાતાનુ જીવન ચલાવે છે. તે બધા સ`સારીએને જીવવાની જે જાળ લાગેલી હાય છે એ જ જાળને સુખરૂપ બનાવવા માટે ધન-ધાન્ય, મકાન, વાહન, ઔષધા, વસ્ત્રો, વૈભવ વિલાસના સાધનો એમ અનેક વસ્તુઓ જાળવી રાખવી પડે છે, મેળવવી પડે છે અને એ મેળવવા માટે મથવું પડે છે. ઘણી વાર તો એમ દેખાય છે કે આ મેળવવા અને ગવવા માટે જાણે આ જીવન પ્રાપ્ત થયુ' હાય એમ માનવી પોતાના જીવનના સમય ખચી નાંખતા હાય છે. જીવા સામગ્રીએમાં માહાંધ બની તેના દાસ બનીને પેાતાનું મૂલ્યવાન માનવ જીવન એળે ન ગુમાવે એટલા માટે ભગવ'તે પરિગ્રહ પરિમાણુની મર્યાદા બતાવી છે. પરિગ્રહની મર્યાદા કરવી એ માનવતાનું પહેલું પગથિયું છે; ત્યાગના માર્ગ પર ચાલવાનુ` મળ મેળવવાની પહેલી ચાવી છે. માનવી પાતાના ખારાકની મર્યાદા ન રાખે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy