SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૪] [ શારદા શિરેમણિ કહ્યું-હું આપને મારે ત્યાં જમવાનું આમંત્રણ આપવા માટે આવ્યો છું. ગુણસુંદર કહે-આપની વાત મને શિરોમાન્ય છે પણ હું કોઈના ઘેર જમવા જ નથી. જે હું આપને ત્યાં જમવા આવું તે પછી ગામના બધાના આમંત્રણ મારે સ્વીકારવા પડે. આમંત્રણને સ્વીકાર : રત્નસાર કહે, આપે તે અમારા ગામમાં આવીને વેપારીઓની શોભા વધારી છે, અમારા ગામનું નામ રોશન કર્યું છે. બધા વેપારીઓમાં આપની બુદ્ધિ કેઈ અજબગજબની છે. આપ અમારા મહેમાન છો. આપને તે જરૂર આવવું પડશે. માણેકચંદે કહ્યું-બેટા ગુણસુંદર ! શેઠને ખૂબ આગ્રહ છે તે હા પાડી દે ને. કદાચ બીજા આમંત્રણ દેવા આવશે તે એમાં શું વાંધો છે ? છેવટે ગુણસુંદરે રત્નસાર શેઠનું આમંત્રણ સ્વીકાર્યું, પછી રત્નસાર શેઠ ઘેર ગયા. તેમને વળાવવા માટે ગુણસુંદર ઠેઠ શેરીના નાકા સુધી ગયે. શેઠ તે આ જોઈને સજજડ થઈ ગયા, કે મોટો વેપારી ! મને વળાવવા જાતે જ આવ્યું. જેનામાં આટલે વિનય વિવેક, વ્યવહાર, બોલવાની મધુરતા હોય તેની ગામમાં પ્રશંસા થાય એમાં નવાઈ શી ! તેને પિતાના ગુણોથી રાજાના અને ગામની પ્રજાના દિલ જીતી લીધા છે; આ રીતે ગુણસુંદર રત્નસાર શેઠના મનમાં વસી ગયે. હવે ગુણસુંદર રત્નસાર શેઠને ત્યાં જમવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ભાદરવા સુદ ને સોમવાર : વ્યાખ્યાન નં. ૭ર : તા. ૧૬-૯-૮૫ અંનત જ્ઞાન દર્શનના ધારક, જગતના ઉદ્ધારક, સદ્દગુણના સાધક, મમતાના મારક એવા જિનેશ્વર ભગવતે ભવ્ય જીવોને કલ્યાણને માર્ગ બતાવતા સમજાવ્યું કે હે ! આ સંસાર એક ભયંકર અટવી છે. અરિહંત દેવે આ અટવીને પાર કરવાનો માર્ગ બતાવનારા સેમિયા છે. આ માર્ગ બે જાતને છે. સીધે અને વાંકોચૂકે. સાધુપણાનો માર્ગ સીધે પણ કઠીન છે. શ્રાવકપણને માર્ગ વાંકોચૂંકે પણ શેડો સહેલો છે. અંતે તે શ્રાવકે પણ સંયમ માર્ગ સ્વીકારવાનો છે. સંયમ વિના સિદ્ધિ નથી. શ્રાવકપણામાંથી સીધા મેક્ષે ન જવાય. શ્રાવક વધુમાં વધુ ૧૨મા દેવલેક સુધી જાય. મેક્ષમાં જવાની એની તાકાત નથી. મોક્ષમાં જવા માટે તે ચારિત્રની અવશ્ય જરૂર છે. ભલે અત્યારે તમે શ્રાવકપણમાં છે પણ ત્યાં રહીને અમારા સંયમ માર્ગમાં આવવાનો અભ્યાસ કરવાને છે. જો તમે શ્રાવક ધર્મમાં પણ ન આવ્યા હોય તે મને લાગે છે કે તમે વાંકાચૂંકા માર્ગો નથી પણ સાવ ઊંધા માગે છે. સંસારમાં રહેવા છતાં તમને સંસાર ગમતો ન હેય તે તમે વાંકાચૂંકા માગે છે એમ કહી શકાય. જ્ઞાની કહે છે કે તમારો નંબર સરવાળામાં રાખે છે કે બાદબાકીમાં ? સરવાળો કેને થાય! મીંડાઓ એકલા ગમે તેટલા હશે પણ મીંડાને સરવાળો નહિ મંડાય. સરવાળે રકમને થાય. રકમ સાથે મીંડા જોડાય તે સરવાળે મેટો થાય. જે તમારે નંબર સરવાળામાં રાખવે છે તે પહેલા તમે રકમ રૂપ બને અથવા રકમ સાથેના મીંડા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy