SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] [ શારટ્ઠા શિશમણિ નાંખે તે। સરખત બની જાય તેમ આ શેઠીયાએની ઇર્ષ્યા રૂપી ખટાશમાં ગુણવંતલાલ મીઠાશ ઉમેરી સરબત બનાવતા. બધા વેપારીઓ પર તે પ્રેમના ઝરણા વહાવતા પણુ એક સરખા દિવસ સહુના જતા નથી. જીવન એ પુણ્ય પાપના ખેલ છે. ઘડીકમાં ભરતી તે ઘડીકમાં એટ આવ્યા કરે છે. શેઠના પાપનો ઉદય થયા. મેટા સેાદાગર કહેવાતા શેઠને કર્મીના જથ્થર ઉદય થયા. વેપારમાં ખૂબ નુકશાન થયું. 'દરથી ખાલી થઇ ગયા પણ શેઠ આબરૂદાર છે. તેમના મનમાં થયું કે હવે મારી પડતી દશા આવી રહી છે તેા હવે જેનુ' જેનુ' દેણુ' હોય તે અધું ચૂકતે કરી દઉ. મારે કોઇનું દેશું રાખવું નથી. શેઠે પેાતાની પાસે દાગીના આદિ જે હતું તે બધું વેચી દીધુ અને બધા દેણદારાનુ દેણું ચૂકવી દીધું. આજે તે માનવી આવી સ્થિતિ આવે ત્યારે નાદારી નોંધાવી દે છે. નામ બદલાવી નાંખે છે પણ જ્ઞાની કહે છે કે અહીં નામ બદલાવી શકશે। પણ બીજા ભવમાં નહિ ખદલાવી શકી. ત્યારે વ્યાજ સહિત આપવુ. પડશે. શેઠના મિત્રો અને સ્વજના બધાને ખબર પડી કે શેઠની આ દશા થઈ છે તેથી શેઠના મિત્રા, સ્વજના બધા તેનાથી દૂર ભાગે છે, છતાં શેઠ તે એક જ વિચારે છે કે મારા દુ:ખથી મારે બીજાને દુઃખી શા માટે કરવા ? “ શેઠ શેઠાણીએ જીવનના અત લાવવા માટે કરેલા વિચાર : ” શેઠ ન્યાયી અને પ્રમાણિક છે, છતાં એવા ગાઝારા દિવસ આવ્યે કે ઘરમાં શેર જાર, બાજરીના પણ સાંસા પડયા. કર્માં જીવને કેવા નાચ નચાવે છે ? ઇર્ષ્યાળુએના મનમાં આનંદ છે. મિલનેાની મુરાદ સફળ થઈ છે. આજે શેઠને કોઈ સહારો દેનાર નથી. કેવા મેોટા ધનાઢય વેપારી ! છતાં આજે ઘરમાં શેર અનાજ નથી. છેાકરાએ ભૂખ્યા થાય એટલે રડે છે પણ તેમને આપવુ' કયાંથી ? લાવવું કયાંથી ? ખાળકાનુ રૂદન જોયુ... જતુ નથી. શેઠ શેઠાણીને કહે છે આપણે હવે આપણી જિંદગી ટૂંકાવી દઈએ. ઘરમાં ચાર રોટલા બનાવ્યા હતા તેમાંથી ત્રણ બાળકોને એકેક ખવડાવ્યા અને ચેાથેા રોટલા રહ્યો છે તેના પર અફીણ લાવીને ચાપડયું છે. શેઠ શેઠાણી બંનેએ નક્કી કર્યું કે આજે રાત્રે આપણા જીવનના અત લાવવા. તેઓ કોઈ દિવસ રાત્રે ખાતા નથી, ચૌવિહાર કરે છે પણ આ વસ્તુ દિવસે ખવાય કેવી રીતે? એટલે ચૌવિહાર ન કર્યાં. આ બને માણસા સૂતા સૂતા આ વાતેા કરે છે કે બાળકો ઊંધી જાય પછી ત્રણ વાગે આપણે બંનેએ અડધા અડધા રોટલા ખાઇ લેવા ને જીવનના અંત લાવવા. હવે હું દુનિયામાં મોઢું શું બતાવું? આજે આ બાળકોને શટલા આપ્યા. હવે કાલે શુ આપીશુ ? માટે આપણે ચીર નિ ંદમાં પોઢી જઈએ. આપણે નિહ હોઈએ તો કોઈક દયાળુ બાળકોનો હાથ ઝાલનાર મળી જશે. આપઘાતના માગેથી અટકાવતા બાળકે શેઠના મોટા દીકરા નવ વર્ષના હતા. તે સૂતા સૂતા બધી વાત સાંભળી ગયા ને પથારીમાંથી ઊઠીને મા બાપ પાસે આવીને ખૂબ રડવા લાગ્યા, બા-બાપુજી ! તમને મરી જવા દઇશું નહિ. તે તે ધ્રુસ્કા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy