SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૨ ] [ શારદા શિરેમણિ હે પ્રભુ ! તારું સ્તવન કરવાથી સર્વ જીવોના ભવપરંપરાથી બંધાયેલા ગાઢ પાપો ક્ષણવારમાં નાશ પામે છે. લેકમાં સર્વત્ર ફેલાયેલું રાત્રીનું ભ્રમર જેવું કાળું ઘોર અંધારું સૂર્યના એક જ કિરણ વડે ભેદાઈને જલ્દી નાશ પામે છે. આ માનસશાસ્ત્રીએ બેનને કેટલી શ્રદ્ધા કરાવી ! તમે તમારા બાળકને આવી શ્રદ્ધા કરાવે છે ? તમારી શ્રદ્ધા ડગમગ હોય ત્યાં બીજાને શ્રદ્ધા કયાંથી કરાવી શકે ! તમારી રગેરગમાં અરિહંતના નામને રણકાર હે જોઈએ. શ્વાસોશ્વાસમાં અરિહંતનું સ્મરણ તેવું જોઈએ; તે મેક્ષ તમારાથી દૂર નથી અરિહંત નામને રણકાર અહંકારના પહાડને ભેદી નાંખશે. આપે સાંભળ્યું ને પેલી બેનના અંતરમાં ઈશ્વરના નામનો જાપ ગૂંથાઈ ગયો છે તેને અભિમાન ન આવ્યું. અહં છે ત્યાં સુધી અહંન બની શકાતું નથી માટે જીવનમાં નમ્રતા, સરળતા લાવે. સરળતા છે ત્યાં સિદ્ધિ છે. રૂપક : એક વાર નદી હસતી ખીલતી ખૂબ પ્રસન્નતાથી સાગરને મળવા આવી. સાગરે કહ્યું-આજે તું આટલી બધી હસતી હસતી કેમ આવી છે ? નદીએ તે જાણે પોતે મોટું રાજ્ય ન મેળવ્યું હોય એમ મુખ મલકાવતી કહે છે કે કેટલાય વર્ષોથી એક મોટો પર્વત તમને મળવા આવવામાં આડખીલ કરતો હતો, હેરાન કરતા હતા તે પર્વતને મેં આજે તેડી નાંખ્યો. તેને રસાતાળ કરી દીધું અને ચારે બાજુ જાહેરાત કરતી આવી કે મારા રસ્તામાં મને જે કઈ અટકાવશે તેના આ પર્વત જેવા બેહાલ થઈ જશે. નદીની વાત સાંભળીને સાગરદેવ હસી પડયા. તેણે કહ્યું –બેન ! તું મારું એક કામ કરીશ ? તે મોટા પર્વતને ભેદી નાંખે તે આ એક બાજુ નેતરની સોટીઓ ઉગી છે તેમાંથી મને બે ચાર લાવી આપ ને ! તે હું માનું કે તે સાચે વિજય મેળવ્યો છે. તેના મનમાં અભિમાન છે કે મેં પર્વતને તેડી નાંખે તે આ નેતરની સોટીઓ લાવવી એમાં શું મોટું કામ છે? નેતર આગળ નદીની હાર : નદી તે હરખાતી હરખાતી નેતર લેવા ગઈ. તેણે ખૂબ જોરથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર પડી કે તરત જ નેતર લાંબું થઈને સૂઈ ગયું. જેવી નદી પિતાના સ્થાને જવા રવાના થઈ કે તરત નેતર ઊભું થઈ ગયું. આ જોઈને નદીને વધુ ગુસ્સો આવ્યું. તે ડબલ જોશથી નેતર પર કૂદી તે નેતર લાંબું થઈને સૂઈ ગયું. જેવી નદી હાલતી થઈ એવું નેતર તરત ઊભું થઈ ગયું. તે હારીને સાગર પાસે આવી. સાગર કહે કેમ બેન ! નેતર લાવી ? ના. ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? હું પર્વતને તેડી શકી પણ આ નેતરને ન લાવી શકી. સાગર કહે–બેન ! તું પર્વતને તેડી શકી કારણ કે તે અક્કડ હતે. નેતરને તું તેડી ન શકી કારણ કે તે નમ્ર હતું. આધ્યાત્મિક ક્ષેત્રમાં આ વાત ખૂબ મહત્વની છે. અક્કડ રહેનારા હારી ગયા છે અને નમી જનારા જીતી ગયા છે. આપણું અરિહંત પ્રભુએ રાગ-દ્વેષ-ઈન્દ્રિય-કષાય, પરિષહ અને ઉપસર્ગ આ છ ને નમાવ્યા છે, તેથી તેઓ નમસ્કાર કરવા યોગ્ય બની ગયા છે. નમ્રતાવાન આનંદ શ્રાવકે ત્રીજું અદત્તાદાન વ્રત ગ્રહણ કર્યું. જે વસ્તુને જે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy