SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ] [ શારદા શિરાણિ ડૉકટર બ્રેકેટની કરૂણા અને ક્રોમવેલની ક્રૂરતા ઃ ડોકટર તા પેલી ખાઇને ગાડીમાં લઈને રવાના થઇ ગયા. ત્યાં જઇને જોયું તેા છોકરા તરફડીયા મારતા હતા. મેઢામાં ફીણુ આવતા હતા અને બેભાન હતા. ઘરના બધા અનરાધાર રડી રહ્યા છે. માબાપ કહે–તમે મારા દીકરાને જીવાડજો. આપ તા ભગવાન સમાન છે. ડોકટરે ઉપચાર શરૂ કર્યાં છતાં છોકરા ભાનમાં આવતા નથી. હબસીમાઇ પૂછે છે ડોકટર સાહેબ! મારા દીકરા જીવશે કે નહિ? આપ ગભરાશે નહિ. જ્યાં સુધી એ ભાનમાં આવશે નહિ અને જવાબ આપશે નહિ ત્યાં સુધી હું જવાનેા નથી. હું મારાથી બનતા બધા પ્રયત્ના કરુ છું. આપ પ્રભુ પર શ્રદ્ધા રાખેા. આખી રાત ડાકટરે તન, મનથી સેવા કરી પણ પૂછતા નથી કે તમે કેટલા પૈસા આપશે ? સવાર થતાં છેકરા ભાનમાં આવ્યે અને ખેલ્યા. ડોકટર કહે–હવે આપના દીકરાને સારુ થઈ જશે. હું મારું કાર્ડ આપું છું. જરૂર પડે તેા મને ખેલાવજો. ડૉકટર ઘેર ગયા. જરા વાર સુઈ ગયા, પછી ઊઠીને નાહીધેાઈ ને પરવારીને દવાખાને જવાની તૈયારી કરે છે. ત્યાં ટેલીફાનની ઘઉંટડી વાગી. ડૉકટરે રીસીવર ઉપાડયું. ધમધમાટ અવાજ આન્યા. ધૂ‘આપૂ.આ થતી ક્રોમવેલ બાલે છે. ડોકડર બ્રેકેટ ! તમને કહી દઉં છું કે તમે મારા પ્રેમની કદર કે કિંમત કરી નથી. હુ' તમને મળવા આવી ત્યારે તમે મને મૂકીને ચાલ્યા ગયા. હું હવે તમારી સાથે લગ્ન કરવા માંગતી નથી. આજથી હુ છૂટી થઈ જાઉં છું, મારી આશા રાખશે। નહિ. આ ડૌકટર તેને ગુલામ ન હતા. તેણે કહી દીધુ’– તારે લગ્ન કરવા કે ન કરવા એ તારી મરજીની વાત છે પણ એક વાત યાદ રાખજે કે મે તારુ' જરા પણ અપમાન કર્યું નથી. તારા પ્રેમની ખાતર એક માતૃહૃદયના વાત્સલ્યનું અપમાન કરી શકુ... એવું મારું હૃદય નથી . આમાં તારું અપમાન કરવાના મા કાઈ ઇરાદો નહાતા, છતાં તને એવું લાગતુ હોય તા મારે કોઇ આગ્રહ નથી. હું' પણ તને મુક્ત કરુ છું. સેવા માટે જીવનની સમાઁણુતા : ચેડા દિવસ પછી ડૉકટરને વિચાર થયે કે હવે મારે શું કરવું ? એકના પ્રેમમાં પડયા તે તે મને અ`ધનથી બાંધવા તૈયાર થઈ. જો મીજી સાથે સંબધ બાંધુ તે મને આવું નહિ કરે તેની શી ખાત્રી ? ધન્ય ઘડી મને આવી છે. આવી સેવા કરવાની તક મળી છે તેા એને સહર્ષ વધાવી લઉં. હવે મારે લગ્ન કરવા નથી. મારે એકના બનીને સના મટી જવું નથી. નિષ્કામ ભાવે સહુની સેવા કરવી છે. લગ્નના વિચાર માંડી વાળ્યા. જિંદગીભર બ્રહ્મચારી રહ્યા. જીવનની છેલ્લી ઘડી સુધી જેએ સેવા કરતા રહ્યા. આ રીતે સેવા કરતાં ૭૦ વર્ષોંની ઉઉંમરે જયારે તેમનું મૃત્યુ થયું ત્યારે આખુ' શહેર એમની શ્મશાનયાત્રામાં જોડાયું. ફાઈને લાવવા જવા ન પડેયા કારણુ સહુના હૃદયમાં તે વસી ગયા હતા. સારું ગામ, સારા સમાજ તેની પાછળ રડવા લાગ્યા. પ્રભુના અવતાર સમાન, દુઃખીઓને ખેલી, પીડિતાના આંસુ લૂછનાર એક વિભૂતિ ચાલી ગઇ. તેનું મનમાં બધાને ખૂબ દુઃખ હતું.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy