SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ] [ શારદા શિરેમણિ રખાય જ નહિ. ઘણાએ શેઠને સમજાવ્યા છતાં શેઠ માન્યા નહિ. એ તે એમ જ કહે છે કે દીકરાને લઈ જવાનું નથી. નીકળો તમે બધા મારા ઘરમાંથી. જે આપ નહિ જાવ તે મુકકા મારીને બહાર કાઢીશ. ભલે તે લતે ચાલતું નથી, ખાતે પી નથી, પણ તેને પલંગમાં સુવાડી રાખીશ, તે હું તેનું મુખ તે જઈશને! મેહદશા કેટલી ભયંકર છે! બધાએ સમજાવ્યા છતાં શેઠ તેના ઘરના કેઈ માન્યા નહિ એટલે બધા થાકીને પાછા ગયા. શેઠે દીકરાના શબને પલંગ ઉપર સૂવાડ્યું છે. આ ઔદારિક શરીરને સ્વભાવ કે? સડન, પડન, વિધ્વંસન. જ્યાં સુધી અંદર આત્મા છે ત્યાં સુધી સારું. પછી તે આ શરીર દુધનું ઘર છે. તેમાંથી દુર્ગધ આવશે અને તેમાં કીડા ઉત્પન્ન થશે, પછી એક સેકંડ પણ ઘરમાં નહિ રાખી શકે. એક બે દિવસ થયા એટલે તેમાંથી દુર્ગંધ આવવા લાગી. ચાર પાંચ દિવસ થયા ત્યારે તે ગંધ ગંધના ગોટા ઉડવા લાગ્યા. અને કીડા ખદબદવા લાગ્યા પણ શેઠને કે ઘરના કેઈને ગંધ આવતી નથી. રાગી માણસને દુર્ગધ હોવા છતાં ગંધ નથી આવતી. આ કંઈ વાસુદેવનું શબનહોતું કે છ મહિના રહે છતાં ગંધાય નહિ. એની દુર્ગધ ધીમે ધીમે બહાર જવા લાગી. પાડોશીઓ અને શેરીના માણસો અકળાયા. શેઠની પાસે બધા આવીને કહેવા લાગ્યા, શેઠ ! બહુ ગંધ આવે છે. ગંધ આવે તે તમારા ઘરે રહે, અહીં શા માટે આવે છે? આજે દુનિયામાં બધા નાનાને દબાવે, મોટાને કેઈ ન કહે. કહેવત છે કે મોટા જે કરે તે છાજે અને નાનાને ગડદા પાટુ' મેટા ભૂલ કરે તો વાંધો નહિ અને નાના ભૂલ કરે તે તેનું આવી બને. આમ કરતાં સાત આઠ દિવસ થયા. મડદું તે ખૂબ ફૂલી ગયું. કીડા નીચે પડવા લાગ્યા. શેરીના બધા માણસો અકળાઈ ગયા. બધા ભેગા થઈને લાકડી લઈને શેઠની પાસે ગયા. શેઠ ! હવે અમારે શું કરવું ? આપે મડદુ સંઘયું છે. એની દુર્ગંધ એટલી બધી આવે છે કે અમે બધા માંદા પડીએ છીએ. અમને રોગ થાય છે. રેગ તમારા ઘરમાં થાય છે, મારા ઘરમાં તે નથી થતો ને ! શબમાં તે ઢગલાબંધ કીડા ઉત્પન્ન થઈ ગયા છે. તે શબને અગ્નિદાહ દે એટલે બધા કીડા મરી જાય. કેટલી હિંસા થાય? તમે પાપના કેટલા ભાગીદાર થાવ ! સંસારમાં કેઈનું મૃત્યુ થાય ત્યારે કેઈ દૂર રહેતું હોય તે તેની રાહ જોવાય. તે આવે તે મોટું જુવે, પણ ભલા, જીવ ગયે પછી સગપણ કયાં રહ્યું? આ રાગ ન રાખશો. એટલે સમય મડદું વધુ પડયું રહે એટલા જ વધુ ઉત્પન્ન થાય. જેટલા છે વધુ ઉત્પન્ન થાય એટલા અગ્નિસંસ્કાર કરતી વખતે વધુ છ મરવાના. કેટલી હિંસા થઈ જાય? | દિકરાના શબને ઘરમાં રાખ્યા ૧૦ દિવસ થઈ ગયા. શેઠે પલંગમાંથી કિડા નીચે પડતા જોયા. શેઠે ચાદર ખસેડી નાંખી તે તેમાં ઢગલાબંધ કીડા જોયા અને દુર્ગંધ તો એટલી બધી આવી કે શેઠને કંઈક થઈ ગયું. શેઠ કહે, હાય! હવે તે આ મડદાને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy