SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ [ શારદા શિરેમણિ ૧૨૩ ] ક્રોધભૂતિ શેઠાણીનું હૃદય હવે ઠંડુ થયું. કુંભાર કહે બા ! મેં આપને શત્રુભાવથી તે શબ્દ કહ્યા નહોતા. વ્યવહારની વાત કરી હતી, પણ આ તેની સત્ય વાત કે સાંભળે? શેઠાણીએ માર માર્યો. અનાજનો એક દાણો પણ ન આપે. તે નિરાશ થઈને ચાલ્યો ગયા. પથ્થર જેવા કઠોર હૃદય પર કુંભારના દીન વચનોની જરા પણું અસર ન થઈ. શેઠાણીનું કામ પતી ગયું એટલે શેઠને કહે છે. મારા મનોરથ પૂર્ણ થઈ ગયા. હવે આપને જે કરવું હોય તે કરે. શેઠ કાલિયાર મૃગને બાંધેલી તાવીજ છેડવા ગયા. મૃગ તો ભાગીને કાઠિયાવાડમાં જતું રહ્યું હતું. ત્યાં પણ ભયંકર દુકાળ પડ્યો હતો શેઠને તો હવે કઈ ઉપાય ન રહ્યો. કર્મો કઈને છેડતા નથી. થોડા સમયમાં તે કર્મો ઉદયમાં આવ્યા. ઘરમાં ચોર આવ્યા. બધું ચરી ગયા, આગ લાગી, પાણી આવ્યું. બધી રીતે શેઠ સાફ થઈ ગયા. દુષ્કાળ પડાવ્યું. તેમાં સેંકડો માન અને પ્રાણીઓ મરી ગયા. તે બધા પાપને બદલે અહીં મળી ગયે. જે યતિએ મંત્ર જંત્ર કર્યા હતા, તેમના શરીરમાં, શેઠ અને શેઠાણીના શરીરમાં ભયંકર કેદ્રને રેગ થયો. અંતે બધા રીબાઈ રીબાઈને મર્યા અને દુર્ગતિમાં ચાલ્યા ગયા. આ દષ્ટાંતથી એ સમજવાનું છે કે શેઠાણીના માનને પોષવા ક્રોધ, માયા, લેભ બધું આવ્યું. કપાયે જીવને સંસારમાં રઝળાવે છે. આનંદ ગાથાપતિની પાસે આટલી સંપત્તિ હોવા છતાં નિરભિમાની હતા. હવે આગળ શું વાત ચાલશે તેના ભાવ અવસરે. અષાઢ વદ ૧૪ ને મંગળવાર : વ્યાખ્યાન ન. ૧૫ : તા. ૧૬-૭-૮૫ અનંતજ્ઞાની, અનંત દર્શની જ્ઞાની ભગવંતે જગતના છ ઉપર મહાન કરૂણા કરી દ્વાદશાંગી રૂ૫ વાણીનું નિરૂપણ કર્યું. આચારંગ સૂત્રમાં બતાવ્યું છે. ગોલુકgબાને ફેર મા ગાય છે ને ! અ. ૬. ઉ. ૧. જ્ઞાની પુરૂષ આ જગતના માનમાં સાચા નરરતન છે, કારણ કે માનવ હોવા છતાં તેમણે પ્રબળ પુરૂષાર્થથી સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું છે. તેઓ યથાર્થ તને પિતાના કેવળજ્ઞાન દ્વારા જાણીને જીવોના કલ્યાણને માટે ઉપદેશ આપે છે. તેમણે સંસારી જીવને અણમેલ, અડ, અનુપમ જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાન આધ્યાત્મિક કલ્યાણ કરાવનાર છે. તેથી અનુપમ અને અજોડ છે. આ આગમ જ્ઞાનના સહારે કેટલાક આત્માઓએ આત્માની અદ્દભુત નિર્મળતા પ્રાપ્ત કરી, વર્તમાનકાળે કરે છે અને ભવિષ્યમાં અનંતા જીવો કરશે. એ નિર્મળતાને કયારે પ્રાપ્ત કરી? સંસારના વિચારોથી, કષાયોની કાતીલતાથી, વિષયની વિષમતાથી અને રાગ-દ્વેષની રમખાણથી મનને ફેરવી લીધું અને આધ્યાત્મ ક્ષેત્રમાં જેડી દીધું. આપણું મનને આ ભાવમાં સમજાવી શકાશે, કારણ કે આ ભવમાં સમજવાની સામગ્રી મળી છે, પછીના ભવમાં મળશે કે નહિ તેની શી ખબર ! માટે મનને સમજાવી દો. આજ સુધી જીવે મનની ચાલે ચાલી ઇન્દ્રિયેના અમનચમન કર્યા. તેના પરિણામે પૂર્વેના પૂર્યોદયે મેળવેલી પુણ્યની મૂડી લૂંટાઈ ગઈ. પૂર્વનું એ ભરચક પુણ્ય તળિયાઝાટક કરી બેઠે. હવે પરભવમાં શું મળશે ? ભીખ જ માંગવાની ને ! અરે, આ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy