SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] [ શારદા શિરામણ દુકાનમાં હૈ। પણ જિનવાણીનું રટણ આત્મામાં સતત ચાલુ રહેશે તેા આત્મા જનમાંથી જિન બની શકશે. જનમાંથી જિન બનવાના જિજ્ઞાસુ છે એવા આનંદ ગાથાપતિની વાત ચાલે છે. તેમને ત્યાં ૧૨ ક્રોડ સેાનૈયાની સ ́પત્તિ હતી. તેમની રિદ્ધિનુ વર્ણન શાસ્ત્રમાં એટલા માટે ચાલે છે કે તે કોઈ સામાન્ય ન હતા. આટલી સ'પત્તિના સ્વામી હોવા છતાં કુલાકુલા રહેતા ન હતા. આજે તેા માનવીની પાસે થાડા પૈસા વધે એટલે ધરતીથી અદ્ધર ચાલે, ધને ભૂલી જાય, પણ આનંદ ગાથાપતિ તે નિરાભિમાની, સરળ અને નમ્ર હતા. ભલે સમક્તિ પામ્યા નહાતા હજુ મિથ્યાત્વી છે પણ સાવ મંદ પડી ગયુ છે. સમક્તિ પામવાની અણીએ પહેાંચી ગયા છે. અચરમાવત માંથી ચરમાવ કાળમાં આવી ગયા છે. કૃષ્ણપક્ષી મટીને શુકલપક્ષી બન્યા છે. જેને આટલી તૈયારી છે તેને આગળ વધતા વાર ન લાગે. જેમ બે ભાઈ એક સાથે મકાન બાંધે છે. ત્રણ માળનું મકાન ખાંધવું છે. એક ભાઈએ મકાન બાંધવામાં સિમેન્ટ, રેતી, ઈંટા, ચુના આદિ જે જોઈએ તે બધા સામાન લાવીને હાજર કર્યાં છે, અને બીજો ભાઈ મકાન ચણાતું જાય ને લાવતા જાય. તેા હવે તમે કહે કે કોનું મકાન જલ્દી તૈયાર થશે ? જેણે બધી સામગ્રીએ ભેગી કરીને રાખી છે તેનુ મકાન જલ્દી બંધાવાનું અને જે એકેક વસ્તુ લાવતા જાય તેનુ મકાન જલ્દી તૈયાર નહિ થાય, તેમ આનંદ ગાથાપતિને સમક્તિ પામવા માટે અગાઉથી બધી તૈયારીઓ થઈ રહી છે. તે આનંદ ગાથાપતિનું વર્ણન કરતાં આગળ કહે છે. चत्तारि वया दसगोसा हस्सिएणं वरणं होत्था | તે આનંદ ગાથાપતિને ત્યાં દશર્દેશ હજાર ગાયાના ચાર ગોકુળા હતા. દશ હજાર ગાયાનું એક ગાકુળ, એવા ચાર ગાકુળ એટલે ૪૦ હજાર ગાવના પશુઓની સખ્યા હતી. તમને શુ ખાવું ગમે ? દૂધ, દહીં, છાસ, ચાકખુ' ઘી ખાવું ગમે પણ છાણવાસીદા પડે તે ન ગમે. આજે ગાયા પાળવી નથી ગમતી. એટલે ગાયા કતલખાનામાં કપાઈ રહી છે. પહેલાંના શ્રાવકા ગેાકુળ રાખતા. આનંદ ગાથાપતિને ત્યાં ૪૦ હજાર ગાયા હતી. તે બધી ગાયાનુ દૂધ, ઘી તેમને ખાવા હતા ? ના. ના. તેા શા માટે રાખતા હતા ? ગાયાનુ` રક્ષણ થાય. ગાયાના દૂધમાંથી દહીં, છાસ થાય તે તે ગરીબને આપી શકાય. ત્યારે વેચવાની વાત ન હતી. આજે તેા બધા વહેપાર, વહેપાર ને વહેપાર. દૂધના, ઘીના વેપાર થાય તે તેા ઠીક પણ છાશનાય વહેપાર થઈ ગયેા, પહેલાં તે વિહાર કરીને ગામડામાં જઈ એ તે નિર્દોષ છાશ મળી જાય. આજે જ્યાં જુએ ત્યાં ધનની લેાભવૃત્તિ વધી ગઈ. આનંદ ગાથાપતિને ત્યાં ૪૦ હજાર ગાયાનું રક્ષણ કરનારા રખેવાળા, ગાવાળા કેટલાં હશે ? ગાયાના રક્ષણમાં કેટલા માણસા હશે. આ બધાની આજીવિકા ચાલે, ગરીબોનું પાષણ થાય. આ હેતુથી આટલી ગેાસંપત્તિ રાખતા હતા, ગામમાં કોઈ ને ભીખ માંગવાના વખત ન આવે. ચાલીસ હજાર ગાયાની સંભાળ રાખવામાં કામ કરનારા માણસા તા જોઈ એ. એટલા માણસા કામમાં જોડાય તેા તેમના આજીવિકાના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy