SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1011
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૨ ] [ શારદા શિરમણિ વિદિશા તરફ સંખ્યાતા જન સુધી જાણે દેખે. આ આનુગામિક અવધિજ્ઞાન. (૨) બાજુમાં તે જે સ્થાનમાં, જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન થયું હોય ત્યાં આવે તે દેખે. બીજા સ્થાનમાં જાય તે ન દેખે. (૩) રમાળ : વર્ધમાનક અવધિજ્ઞાન પ્રશસ્ત લેશ્યાના અધ્યવસાયે કરી તથા વિશુદ્ધ ચારિત્રના પરિણામે કરી સર્વ પ્રકારે અવધિજ્ઞાનની વૃદ્ધિ થાય તેને વર્ધમાનક અવધિજ્ઞાન કહે છે. (૪) હિમાળા : હીયમાન અવધિજ્ઞાન. તે અપ્રશસ્ત લેશ્યાના પરિણામે કરી અશુભ ધ્યાને કરી અવિશુદ્ધ ચારિત્રના પરિણામથી આવેલું અવધિજ્ઞાન થોડું થોડું ઘટતું જાય તેને હીયમાન અવધિજ્ઞાન કહેવાય. (૫) દિવાઝુદ્ય : પ્રતિપાતી અવધિજ્ઞાન. જે અવધિજ્ઞાન પ્રાપ્ત થયા પછી ચાલ્યું જાય તે પ્રતિપાતી અવધિજ્ઞાન. (૬) અપરિવારૂ ઃ અપ્રતિપાતી-અવધિજ્ઞાન. જે અવધિજ્ઞાન આવ્યા પછી જાય નહિ તે અપડિવાઈ અવધિજ્ઞાન. નારકી અને દેવતાને આનુગામિક, અપ્રતિપાતી અને અવસ્થિત એ ત્રણ પ્રકારનું અવધિજ્ઞાન હોય. મનુષ્ય અને તિર્યંચને બધા પ્રકારનું અવધિજ્ઞાન હોય. ચોથું મન:પર્યવજ્ઞાન. મન:પર્યવજ્ઞાની અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેનિદ્રયના મનોગત ભાવને જાણે દેખે. મન:પર્યવજ્ઞાન કોને થાય ? સંખ્યાતા વર્ષનું આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના પર્યાપ્તાને થાય. તેમાં પણ સમકિતી, અપ્રમત્ત સંયતિ અને લબ્ધીધારી હેય તેને થાય. અવધિજ્ઞાન ચારે ગતિમાં થાય પણ મન:પર્યવજ્ઞાન તે માત્ર મનુષ્યોને થાય. મનુષ્યમાં પણ જેનામાં આટલા બલ હેય તેને થાય. મનઃ પર્યાવ જ્ઞાનના બે ભેદ. અનુમતિ અને વિપુલમતિ. જુમતિવાળો કદાચ પડે પણ વિપુલમતિવાળો ન પડે. કેવળજ્ઞાન તે ચાર ઘાતી કર્મોને ક્ષય કરે ત્યારે થાય. - આજના દિવસનું નામ છે જ્ઞાનપંચમી. આજે જ્ઞાનની આરાધના કરવાની છે. ભગવાન બોલ્યા છે કે “પઢમં નાળું તો ચા ! ” પહેલું જ્ઞાન અને પછી દયા. જ્ઞાન પહેલું શા માટે કહ્યું ? જે જ્ઞાન હશે, જીવાજીવને, પુણ્ય પાપને જાણતા હશે તો તે જીવોની દયા પાળી શકશે, જ્ઞાન નહિ હોય તો દયા કેની પાળશે ? આપણું આત્માએ પૂર્વ ભવમાં જ્ઞાની પર દ્વેષ કર્યો હોય, તેને અવર્ણવાદ બોલ્યા હોય, જ્ઞાનીના ઉપકાર ઓળવ્યા હોય, જ્ઞાન ભણતાં અંતરાય પાડી હોય, તેની સાથે ઝઘડા કર્યા હોય તે જ્ઞાનાવરણીય કર્મ બંધાય. તેના કારણે જીવને મૂંગાપણું, બબડાપણું આવે, ભણતર ન ચઢે માટે જ્ઞાન આવડે તેવા પ્રયત્ન કરવા. જ્ઞાન જેવું કોઈ સુખ નથી ને અજ્ઞાન જેવું દુઃખ નથી. અજ્ઞાનનું અંધારું તે ભયંકર હોનારત સજે છે. અંધકારે સજેલો અનર્થ : એક ભાઈ રસ્તામાં ચાલ્યા જતા હતા. રસ્તામાં એક સુખી, શ્રીમંત, મહાવૈભવશાળી કુટુંબને દીકરો ધ્રુસ્કે ધ્રુસકે રડતા જોયે. તેને ઘેર કઈ કમીના ન હતી, છતાં આટલું બધું રડતે જોઈ તે ભાઈને વિચાર થયો કે આ છેક આટલે બધો કેમ રડે છે ? તે નાનો નથી. યુવાન છે. તેનું શરીર તંદુરસ્ત દેખાય છે. તેના પર એવું કયું દુઃખ આવી પડયું હશે કે જેથી તે આટલું બધું રડે છે ? છેવટે તે ભાઈ તેની પાસે ગયે. જઈને તેના માથે હાથ મૂકીને પૂછયું–બેટા ! તું આટલું બધું કેમ રડે છે? તારે માબાપ છે, સંપત્તિ ખૂબ છે, શરીર નિરોગી છે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy