SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1010
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૯૩૧ બંનેમાંથી જે માગ શ્રેય લાગે તેનું આચરણ કરે છે. જેમના જીવનમાં સમ્યફ જ્ઞાનને દીપક પ્રગટ છે એવા આનંદ શ્રાવકે સંથાર કર્યો. સંથારામાં ખૂબ આત્મચિંતન, શુદ્ધ અધ્યવસાય અને આત્મસમાધિમાં મસ્ત બની ગયા. સંસારની તમામ ઝંઝટ છોડી આત્મમસ્તીની મોજ માણી રહ્યા છે. ____तएणं तस्स आणंदस्स समणोवासगस्स अन्नया कयाह सुभेण अज्झवसाणेणं सुभेण परिणामेण, साहिं विसुज्झमाणेहिं तयावरणिज्जाज कम्माजख ओवसमेणं ओहिनाणं સમુને આ રીતે ધર્મચિંતન કરતા થકા આનંદ શ્રાવકને એક દિવસ શુભ અધ્યવસાય શુભ પરિણામ અને વિશુદ્ધ લેશ્યાના કારણે અવધિજ્ઞાનાવરણ કમનો ક્ષયોપશમ થઈ ગયો અને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આનંદ શ્રાવક તેમની સાધનામાં આગળ ને આગળ વધતા રહ્યા. તેમને લેશ્યા પણ શુભ એટલે તેજુ, પદમ, શુકલ આ ત્રણે શુભ લેશ્યા અને સારા શુભ અધ્યવસાયના કારણે એમને આત્મા વધુ ને વધુ નિર્મળ બનતો ગયો. પરિણામે તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિમાં હોય. નારકી અને દેવેને ભવઆશ્રી અવધિજ્ઞાન છે. એટલે ત્યાં ઉત્પન્ન થાય કે તરત થઈ જાય. તેમાં જીવ સમકિતી હોય તે અવધિજ્ઞાન થાય અને મિથ્યાવી હોય તે વિર્ભાગજ્ઞાન થાય. મનુષ્ય અને તિર્યંચને ક્ષેપશમથી થાય તે ગુણઆશ્રી છે. જ્ઞાન પાંચ પ્રકારના છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તમને કોઈ પૂછે કે એક જીવને એક સાથે કેટલા જ્ઞાન હોય ? બે, ત્રણ અને ચાર. બે હેય તે મતિ અને શ્રત જ્ઞાન. નંદીસૂત્રમાં ભગવતે ४थु छ । “ जत्थ आभिणिबोहियनाणं तत्थ सुयनाण जत्थ सुयनाण तत्थाऽभिणि વોદિચનાલ રોડ, થારું અoreogRgયારું ! જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય, જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય. એ બે જ્ઞાન સાથે હોય. ત્રણ જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અથવા મતિ શ્રત, અને મન:પર્યવ. ચાર હોય તો મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને એક હોય તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાન જેવું કંઈ નથી. “દેવના દર વાકું, સર્વ વિદં, સવ્ય વઢિ, સદરે મરે બાળરૂ પાવરૂ ” | કેવળજ્ઞાની સર્વ દ્રવ્યો, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવને જાણે છે અને દેખે છે. આજે જ્ઞાનપંચમીને દિવસ છે. આપણું અધિકારમાં પણ જ્ઞાનની વાત આવી છે. આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું. અવધિજ્ઞાનના ભગવાને છ પ્રકાર બતાવ્યા છે. (૧) બાજુમિર : તમે ગમે ત્યાં બેસ, હરે, ફરો, ગમે ત્યાં જાવ પણ આ આનુગામિક અવધિજ્ઞાન સાથે ને સાથે જાય. તેના બે પ્રકાર છે. અંતઃગત અને મધ્યગત. અંતઃગતના ત્રણ પ્રકાર (૧) પુરતઃ અંતઃગત તે શરીરના આગલા ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. (૨) માગતઃ અંતઃગત તે શરીરના બાજુના ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. (૩) પાશ્વતઃ અંતઃગત. તે શરીરના બે પાર્શ્વ ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. તે જે તરફ જાણે, દેખે તે બાજુ તરફ સંખ્યાતા, અસંખ્યાતા, જન સુધી જાણે દેખે. મધ્યગત અવધિજ્ઞાન તે સર્વ દિશા,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy