SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ આ ઉકિત જેટલી સત્ય છે તેટલી જ વેધક પણ છે. કારણ કે આજે સંસારમાંથી મુકિત માટે કેટલા જીવા ખરેખર ક્રિયાશીલ છે ? જગતનાં ધર્મોમાં, જીવ માત્ર પ્રત્યે કલ્યાણ, કરુણા, સમતા અને સમભાવની ભાવના એતપ્રેત છે અને પ્રત્યેક ધર્મમાં આત્માના સુખ અને મુકિતની વાતા (ભન્ન ભિન્ન રીતે મૂકવામાં આવી છે. છતાંય, જે ચૈતન્યપીંડ છે, જે દૃષ્ટા છે, જે જ્ઞાતા છે, જેનુ સાચું સુખ તે તદ્ન મુકત દશામાં છે, નિઝરા અવસ્થામાં જ છે તેવા આત્મા–પરમ આત્માના-સાચા સુખની અને મુકિતની વાત, તર્ક અને ન્યાયની રીતે, સમજવાની સાચી ચાવી જેટલી જૈનદર્શનમાંથી પ્રાપ્ત થાય છે, તેટલી કદાચ અન્યથા નહીં પ્રાપ્ત થતી હાય તેવી અલ્પજ્ઞાનની પ્રતીતિ છે. નાના મોટા અસંખ્ય જીવેા, કાઈ દેવરૂપે, કેાઈ માનવરૂપે, કાઈ તિય ચ રૂપે, કેાઈ નરકગતિમાં, પોતપોતાના કમ અનુસાર પોતાના ફેરા પૂરા કરે છે. આ અધા સ્વરૂપમાં, માનવ સ્વરૂપ અતિ મૂલ્યવાન છે. કારણ કે મુકિત માટે માનવ દશા આવશ્યક છે. અને થેાકબંધ પુણ્ય કરી પ્રાપ્ત કરેલ માનવ દેહમાં પડેલા જીવને પણુ, સંસારનાં મેહુ અને માયામાં પોતાની સાચી મુકિત માટે તાલાવેલી ન લાગે એ એછી કરુણાજનક પરિસ્થિતિ નથી. અને છતાંય, જૈન દનની છત્રછાયા નીચે જે કેટલાક જીવા, સાચું સત્ય સમજી પરમ સત્ય પ્રાપ્ત કરવા, પુરુષાર્થ કરી રહ્યા હાય છે એવા પુરુષાથી જીવા માટે પણ પથદર્શક સાહિત્ય અને જ્ઞાની ગુરુના પ્રત્યક્ષ કે પરોક્ષ સહયેગ આવશ્યક હોય છે. આવા સહયાગ આ ગ્રંથ દ્વારા પ્રાપ્ત થઇ શકશે એ નિર્વિવાદ છે. પૂજય માતા-પિતાની છત્રછાયા નીચે જૈનદર્શનની આછી પાતળી રેખાઓ જાણવાના અને કઇક અંશે સમજવાના સુયેગ તે પ્રાપ્ત થયા હતા; પરંતુ તેની વિદાય પછી આ અલ્પ સમજણની, ચેતનાની માત્રા ઢીલી પડી ગઇ. સંસારનું વિષચક્ર, સતત ચેતના માટે અત્યંત સાવધતા અને પુરુષા માગે છે અને સદ્દગુરુ સમાગમ તથા સાહિત્ય પરિચય આ પરિસ્થિતિમાં અતિ સહાયક સાથી બને છે. આવા ચેગ પુનઃ પ્રાપ્ત થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે મનમાં પ્રશ્ન એ ઊઠયા કે કયા ગ્રંથા શરુઆતમાં વાંચવા ? વિદ્વતાભર્યાં ગ્રંથા સમજવાને માટે આવશ્યક ભૂમિકા હોય નહીં. અને માત્ર ગ્રંથાના પૃષ્ઠો ફેરવી અહીં તહીંથી સત્ય સમજવા કાશિષ થાય તે તેથી આત્માની પરિણતીનું ઊ་ગમન થતું નથી તેવા પ્રત્યક્ષ અનુભવ થયા. અલબત્ત, આ બધામાં શ્રીમદ્ રાજચંદ્ર રચિત કેટલુંક સાહિત્ય એક નિરાળી દિશા છે. પરંતુ આ વાત પણ નિઃશંક છે કે સંસારમાં રહીને પોતાની આધિ વ્યાધિમાં, અને માની બેઠેલ સુખ અને દુઃખમાં પડેલા અને આત્મકલ્યાણ વાંચ્છતા અસ`ખ્ય જીવેા માટે સહજ અને સુલભ સાહિત્યની પ્રાપ્તિ હજુ કદાચ પર્યાપ્ત નથી. આ દિશામાં, ઘણા વિદ્વાન અને પરમ ઉપકારી સુનિ મહારાજે અને મહાસતીના વ્યાખ્યાનાનાં સંગ્રહ-ગ્રંથ પ્રકાશિત થયા છે અને મુમુક્ષુ વાને માટે આવા પ્રકાશનેા આશીર્વાદ સમાન નીવડયા છે. પરમપૂજય મુનિ મહારાજે અને મહાસતીઓનુ મુમુક્ષુ થવા પ્રત્યેનું આ પ્રમ ઉપકારક દન છે. સસારની અનેકવિધ •
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy