SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આ ઉપાધિઓમાંથી, પળ એ પળ મુકિત મેળવી સત્યદર્શન માટે મથતા, અને ચૈતન્ય પ્રકાશને સાચવી સાચવીને પ્રદીપ્ત રાખતા અનેક મુમુક્ષુ જીવાને, અલ્પ સમય મળે ત્યારે, નિવૃત્તિની પળેામાં વચનના અવકાશ રહે ત્યારે, થાડુ' જે કંઇ અને તે વાંચી, વિચારી, શુભ ભાવથી, સહજ અને સરળ રીતે સત્ય સમજવા માટે સહાયરૂપ થાય તેવા ગ્રંથાની હજુ ઘણી ઉપયેાગિતા છે. વ્યાખ્યાન - હિતાનાં ઘણા બધા ખડા, મનનીય વિષય, દ્રષ્ટાંતા, કથાનકો વગેરે સમજવાની, વાંચવાની ઉપરથી જોઇ જવાની તક સુલભ રીતે પ્રાપ્ત થઈ રાકી હતી અને તેથી દૃઢ શ્રદ્ધા ઉપસી છે કે, જૈન દનનું રહસ્ય અને સત્ય સમજવાની સાહજીકતા આ પ્રકાશન દ્વારા મુમુક્ષુ જીવા મા સુલભ રીતે સવિશેષ પ્રાપ્ત થશે, અને આ પ્રકાશન વધારે ઊંડાણપૂર્વકનાં તલસ્પશી અધ્યયન ઈચ્છતા પુરુષાથી વા માટે પણ એક સહાયક કેડી અવશ્ય સિદ્ધ થશે. આ સહિતાની રચના અને પ્રકાશન પાછળના ભાવા જેટલા મગળ અને ઉજજવળ છે તેવી જ તેની મંગળ અને ઉજ્જવળ શરુઆત છે. ભગવાન અરિહંત મગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મગળ છે, સમ્યગ્દર્શન જેના વડે પ્રાપ્ત થાય તે જ્ઞાન મગળ છે, અને કેવળી પ્રરૂપિત પ્રશ્ન પણ મંગળ છે. એવી મંગળ વસ્તુ સિદ્ધ કરવા જીવ પ્રચંડ પુરુષાર્થ કરે તે પણ અનેક ષ્ટિએ મગળ છે. જેમ મનુષ્ય શારીરિક શુદ્ધિ માટે સ્નાન કરી, પ્રફુલ્લિત બને છે તેમ ચિત્તની શુદ્ધ માટે, મનની નિળતા અને નિર્વિકલ્પતાથી મગળને પ્રાપ્ત કરવા માટે શું કરવુ ઘ. તેને પરમકૃપાળુ મહારાજ સાહેબે, શરૂઆતમાં જ માર્ગ ચીંધ્યા છે. પૂજ્ય મહારાજ સાહેબે યથ રીતે કહ્યું છે કે, “અરિહંતા મગલમ્ ”ના જાગૃતિપૂર્વક ઉચ્ચારની સાથે જ અરિહંત થવાની યાત્રાના મંગળ પ્રારંભ થઈ જાય છે. મેટામાં મોટી યાત્રા પણ નાના ડગલામાંથી પ્રાર’ભાય છે. પ્રારંભના પગલામાં ભલે એની સ્પષ્ટ પ્રતીતિ ન પણ હોય તે પણ ધારણાભાવના, અરિહંત થવાની મેટી યાત્રાનું પહેલું કદમ છે. સમયની પરિપાટીની એક લાક્ષણિકતા છે કે સેડા વર્ષોં સુધી શ્રુતિનું રહસ્ય અને મહત્ત્વ જળવાઇ રહ્યુ ! માત્ર જૈનશાસન જ આ લાક્ષણિકતાનું દર્શન કરાવે છે એમ નથી. હિન્દુ ધર્મમાં પણ શ્રુતિનું એટલું જ મહત્ત્વ અ ંકિત થયુ છે અને હિન્દુ કાયદામાં ઇ. સ. ૧૯૫૬ સુધી કોયડારૂપ પ્રશ્નોના ઉકેલમાં શ્રુતિ પણ ઉપયાગ થતા હતો. ધ્વનિ અને કિતના સમાગમમાં, શબ્દાની મહત્તા અને સમજણુ, વાંચનના સદ મ. પલટાયેલાં બની શકે છે એ સમજી શકાય તેમ છે. એટલે ઘણા કાળ સુધી શાસ્ત્રાર્થ પ્રાપ્ત કરવાનું મુખ્ય માધ્યમ શ્રુતિ રહ્યું. પૂ. મહારાજ સાહેબે કહ્યું છે તે મુજમ શ્રી ગુરુમુખથી સાંભળી મળે તે જ શાસ્ત્ર, જે વાંચીને ઉપલબ્ધ થાય તેને કદી પણ શ્રુતિ ન કહેવાય. કારણ ધ્વનિના આઘાતાનાં સંરક્ષણના તેમાં પૂરેપૂરો અભાવ છે. આ રીતે જ શ્રી તીર્થંકર ભગવાનના મુખેથી વહેલ ધ વાણી, જૈન ધર્મમાં આગમ કહેવાયા અને તે દૃષ્ટિએ, આ સંહિતામાં આગમન, મહત્તાનું સુંદર આલેખન થયું છે. આત્મવૈભવના અંકમાં પૂ. મહારાજ સાહેબે, પામર મને પણ સહજ જાગૃતિ પ્રાપ્ત થાય તે રીતે મનની દશાનું વર્ણન કર્યુ` છે. મનના
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy