SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ફળ ૩૨૯ કમ ફરી લેક કર્મ સાથે નહિ, પણ કર્મફળ સાથે લડી રહ્યા છે. પ્રત્યેક જન્મમાં અશુભકર્મનું ફળ ન મળે અને શુભ કર્મનું જ ફળ મળે, એ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. અશુભ ફળનું કારણ અશુભ કર્મ છે, તેને કાપવાનો પ્રયાસ કરવામાં આવે તે આપોઆપ અશુભ ફળથી મુક્ત થવાય. કર્મને એક અર્થ “ક્રિયા પણ છે. હાથ, પગ આદિ અવયવો અને ઈન્દ્રિય તથા મન પ્રતિપળ ક્રિયા કરી રહેલ છે. જીવનમાં પ્રત્યેક શ્વાસ કર્મ અને ક્રિયાથી વ્યાપ્ત છે. એક ક્ષણ પણ વિરામ લીધા વિના ક્રિયા કર્યા કરે છે. શરીરની નાડીઓ અને સૂક્ષમ પ્રાણની હિલચાલ અટક્યા વિના થઈ રહેલ છે. ક્રિયાઓના આ સતત પ્રવાહી તેને કઈ પણ શક્તિ રોકી શકતી નથી અને જયાં સુધી આ ક્રિયાઓની સાથે સંબંધ છે, ત્યાં સુધી આત્માને કર્મના બંધનમાં રહેવું જ પડે છે. કેઈએમ વિચારે કે હું આ ક્રિયાઓને છોડી દઉં અને ઉદયગત કર્મનાં ફળ ભગવ્યા વિના એનો ત્યાગ કરી દઉં તે તે અશકય છે. નવીન ક્રિયાઓ થઈ રહી છે, તેનું આત્મા સાથે બંધન અને જની ક્રિયાઓ જે કર્મરૂપે બદ્ધ છે, તેના ફળને ઉપચોગ રોકી શકાતા જ નથી. એનાથી ભાગી છૂટવાની ચેષ્ટા વ્યર્થ છે. જીવનમાં પ્રારબ્ધ પણ છે અને નવીન ક્રિયાઓને બંધ પણ છે. આત્માને બંધનમાં નાખનાર બાહા પદાર્થ નથી, પણ રાગ-દ્વેષના વિકલ્પ છે. વનમાં રહી યા ભવનમાં પણ મનને “વત્રવિમા' અલિપ્ત રાખે ! કર્મ ફળ એ પોતે જ વાવેલું ફળ છે. તેને કાપતી વખતે હર્ષ કે શેક કરવાની જરૂર નથી. હસીને કે રેઈને કાપવા કરતાં નિર્વિકારી ભાવથી ખપાવી દેવું તે જ શ્રેષ્ઠ માર્ગ છે. પૂર્વ કર્મના ઉદયથી જે સુખ-દુખ આવે તે તે અનાસક્ત ભાવે સમતાભાવથી ભેગવવાં જોઈએ. તેનાથી જૂનાં કર્મ ભેગવાઈ જાય છે અને નવા બંધ થતું નથી. કર્મફળની સાથે ઝઘડો ન કરો! સુખ વખતે રાગ કે દુખ વખતે શ્રેષ કરે તે કર્મના બંધનમાં જકડાઈ રહેવાનું કાર્ય છે. બંને પ્રસંગોએ રાગ-દ્વેષના બંધન રહિત થવું એ જ મુક્તિને ઉપાય છે. જડ વસ્તુને રાગ છૂટે તે જીવ તત્ત્વને દ્વેષ છૂટે. પર વસ્તુને રાગ એ ભાગ છે. તેમાંથી ભવરૂપી બંધન પેદા થાય છે. સાચા ભવનિર્વેદને અર્થ એ છે કે દેહ પણ ભારરૂપ લાગ જોઈએ, કારણ કે તે પણ કર્મનું સર્જન છે. તેનું વિસર્જન આત્માના ચરણે કરવાથી ભવનિર્વેદપૂર્ણ જીવન પમાય છે. કમ સત્તા એક ન્યાયી સત્તા છે. તેના તંત્રમાં પક્ષપાતને મુદ્દલ સ્થાન નથી. માટે જેવા થવું હોય તેવાં કર્મ કરવાં જોઈએ. લીંબાળી વાવ્યા પછી એમ બોલવું કે “આંબે ર
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy