SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ આત્મ–ઉત્થાનો પાયો ન ઊગે તેને શું અર્થ? તાત્પર્ય કે અશુભ કમને જીવ માત્રને કટ્ટર શત્રુ સમજી તેનાથી સર્વથા દૂર રહેવું જોઈએ. કર્મનો અબાધિત નિયમ એક એવો સનાતન નિયમ છે કે જેવું કારણ હોય, તેવું જ કાર્ય થાય. એટલા જ માટે જ્યારે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય, તે તેનાં કારણે શેધીને જ તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આમ્રફળ જોઈતું હોય, તે તેનું બીજ વાવવું જોઈએ અને લીમડે ઈતો હોય તે તેનું બીજ વાવવું જોઈએ. અભણ ખેડૂત પણ આ સિદ્ધાન્તને જાણે છે અને તેથી જ પોતાને જેવા પાકની ઈચ્છા હોય છે, તેવાં બીજ વાવે છે. ડોકટરે પણ જે રોગ હોય તેવું ઔષધ આપે છે અને રોગને મટાડે છે. માટે જ દર્દીએ બીમારીમાં ડોકટરનો આશ્રય સ્વીકારે છે તથા તેઓની સલાહ મુજબ ઔષધનું સેવન તથા પશ્યનું પાલન કરીને પિતાના રોગને શમાવે છે. એથી સિદ્ધ થાય છે કે રેગના નાશ તથા ઔષધાદિના સેવન વચ્ચે કાર્ય–કારણભાવને સંબંધ છે. કેઈ અજ્ઞાન વૈદ્ય રોગની ચિકિત્સા નથી કરી શક્ત અગર રોગના શમન માટે સાચા ઓષધને નથી જાણી શકતા, તે દર્દીને વિપરીત પ્રકારનું ઔષધ આપી, તેને રોગ પણ વધારી મૂકે છે, તે વૈદ્ય ઉંટવ કહેવાય છે. તેવા ઉંટવૈવથી થતા ઉપચાર અને રેગ વૃદ્ધિ વચ્ચે પણ કાર્ય-કારણભાવને જ સંબંધ કામ કરે છે. પાણીમાં લાકડું તરે છે અને પથ્થર ડૂબે છે, માટે જ કરવાની ઈરછાવાળો પથ્થરને આશ્રય નથી લેત, પણ લાકડાના પાટિયાને આશ્રય લે છે. અહીં પણ એ કાર્ય– કારણુભાવ સાબિત થાય છે કે પાણી કરતાં વધારે વજનવાળે પદાર્થ ડૂબે અને ઓછા વજનવાળો તરે. આ રીતે જગતના તમામ પદાર્થો ઉપર જ્યારે દષ્ટિપાત કરીએ છીએ, ત્યારે આપણને લાગે છે કે સર્વત્ર કાર્ય-કારણ ભાવને નિયમ અખલિતપણે લાગુ પડે છે. કેટલીક વાર એમ પણ લાગે છે કે અમુક કાર્યો અકસ્માત થયું, પણ ત્યાં અલ્પ જ્ઞાનને લઈને કારણે દષ્ટિગોચર થતાં નથી એટલું જ! પરંતુ વિશાળ જ્ઞાનને ધારણ કરનાર મહાત્મા પુરુષો ત્યાં પણ કારણને જોઈ શકે છે. એટલે તેમને કઈ પણ કાર્ય માટે એ વિસ્મય થતું નથી કે આ આમ કેમ થયું? જેવું કરે તેવું પામે જે નિયમ જગતના અન્ય પદાર્થોને માટે છે, તે જ નિયમ આત્માને માટે પણ સમજી લે અર્થાત્ આત્મા પણ જેવું કરે છે, તેવું જ પામે છે. જે આત્મા હિંસા, ચોરી, જૂઠ, અબ્રહ્મ વગેરે કાર્ય કરે છે, તે પોતાના આત્મામાં માઠાં ફળ ભોગવવાનું બીજ વાવે છે. તથા જે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે સત્કાર્યો કરે છે, તે શુભ વસ્તુના સંગ અને તેથી નિપજતાં ફળનું બીજ વાવે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy