SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ મેરૂના શિખર ડગતા નથી વાયુથી, તેમ ડગતા નથી સંત ભેગે, કામના નામના શું કરે તેમને, જે સદા જાગતા આત્મગે. જે એમનું કર્તવ્ય હોય, જે એમનઃ નિયમ પાળવામાં વજથી પણ કઠોર બની જાય અને જ્યારે હિંસા થઈ જતી હોય, કોઈનું દિલ દુભાતું હોય ત્યારે પુષ્પથી પણ કોમળ બની જાય છે. જ્યારે સંકટમાં આવી પડે ત્યારે હૈયે ધારણ કરે છે અને જ્યારે ઉન્નતિ હોય ત્યારે સમભાવ રાખે છે. लाभालाभे सुहे दुक्खे, जीवीए मरणे तहा । समो निंदा पसंसासु, तहा माणव माणवो । લાભમાં, અલાભમાં, સુખમાં, દુઃખમાં, જીવન-મરણમાં, નિંદા-પ્રશંસામાં, માનઅપમાનમાં સમભાવે રહે છે. જેમ મેરુ પર્વતનું શિખર પ્રલયકાળના પવનથી પણ ડગતું નથી. તેમ સંતે પણ મુશ્કેલીમાં અણનમ રહે છે. આમ પ્રવૃત્તિમાં જ સદૈવ જાગૃત રહે છે. સાધનામાં હતાશ થતા નથી. કેટલાક મનુષ્ય વિકટ પરિસ્થિતિમાં મુકાતા હતાશ થઈ જાય છે. એ વિચારે છે. આમાંથી કઈ રીતે હું માર્ગ કાઢીશ, આ મુશ્કેલીને કેમ સામને કરીશ? કેટલાક મનુષ્ય પરિસ્થિતિ સામે લડવા તૈયાર થાય છે. મુશ્કેલીથી બચવા પ્રયત્ન પણ કરે છે. પણ જ્યારે ખૂબ ઝડપાઈ જાય છે, ત્યારે પાછા ફરી જાય છે. ત્યારે કેટલાક મનુષ્ય મુશ્કેલીનાં મહાસાગરમાં ઝંપલાવે છે. પછી ગમે તેટલા ઝંઝાવાત આવે, તેફાને આવે, વિપત્તિઓનાં વાદળ ચોમેર ઘેરાય, છતાં તેની સામે લડે છે અને માર્ગ કાઢે છે. નાવ તૂટે તે સામા પ્રવાહે તરીને પણ કઠે પહોંચે. સંત વિચારે છે. મારું કર્તવ્ય શું? સહન કરવાને અવસર છે. સહનશીલતાને ગુણ કેળવવાની હું વાત કરું છું તે મારે પણ એ ગુણ કેળવે જોઈએ ને? આત્માને સહજ સ્વભાવી ગુણ જ સહન કરવાનું છે. સામે એક જિજ્ઞાસુ બેઠેલો છે તે સંતને જોયા કરે છે. સંતને વીંછીએ ડંખ દીધે. તે શું એની વેદના નહી થતી હોય? છતાં કેવી પ્રસન્નતા છે? મુખ પર વ્યાકુળતા દેખાતી નથી ને એ જ પ્રસન્ન મુખે પ્રવચન પુરૂં થયા પછી માનવમેદની વીખરાણી ત્યારે એ જીજ્ઞાસુ મહાત્મા પાસે આવ્યું. તેણે બે હાથ જોડીને વિનયપૂર્વક પૂછયું: “મહાત્માજી! આપને વી છીએ ડંખ દીધે છતાં આપે વ્યાખ્યાન ચાલું રાખ્યું ! આપને વેદના ન થઈ? મહાત્માએ જવાબ આપે. “ભાઈ! જેવું તારૂ શરીર છે. તેવું જ મારું શરીર છે. તારે જે આત્મા છે તેજ મારે આત્મા છે. હું સહનશીલતા પર પ્રવચન આપું અને હું સહનશીલતા ન જાળવું અને આકુળ વ્યાકુળ થાઉં તે એને અર્થ શું? સંતનાં વાણી, વિચાર અને આચાર સરખા હેવા જઈએ. આવા સંત પુરુષોને ધન્ય છે! પેલે ભાઈ મહાત્માને નમસ્કાર કરી ચા ગયે. સહનશીલતામાં અનેક લાભ છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy