SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ , સહનશીલતા કોણ જાળવી શકે? “આ પૌગલિક પદાર્થો મારા નથી, શરીર પણ મારું નથી, આત્મા તે હું છું” જેનામાં આવી વિવેક બુદ્ધિ હોય તે જ સહનશીલતા જેવા ગુણને વિકસાવી શકે. તમે આજે જીવનમાં શું કરી રહ્યા છે? તમારી પ્રવૃત્તિ કઈ દિશામાં છે? તમારું લક્ષ શું છે? આ માનવ દેહ મળ અતિ દુર્લભ છે, પણ તમે માનવદેહ મેળવીને શે પુરુષાર્થ કર્યો? તમને કયા કાર્યમાં રસ છે? તમે માની લીધેલા સુખનાં સાધને મળે, પૈસા મળે, સ્ત્રી મળે, છોકરા મળે, તે તમે એને સુખ માને છે, અને આમાંની કોઈ વસ્તુની ઉણપ હોય તે દુખ માને છે. અહીં આવ્યા પછી શું કરવાનું છે? ને આપણે શું કરી રહ્યા છીએ. જે બહારના સુખે છે તે શાશ્વત નથી. એ સુખો ક્ષણિક છે. આવા સંસારી સુખે નિષધ કુમારને પ્રાપ્ત થયા છે. . નિષધકુમારનું પચાસ કન્યાઓ સાથે પાણીગ્રહણ થાય છે. આજે એક સ્ત્રી સાથે લગ્ન કરવામાં પણ કેટલા વિચાર કરવા પડે છે, લગ્ન કર્યા પછી એક બીજાનાં સ્વભાવને મેળ બેસવે મુશ્કેલ છે. કન્યાએ પિતાનું ઘર છેડીને સાસરે આવીને ખૂબ જ સમતા રાખવી જોઈએ, અને કહેવું જોઈએ કે મારી કંઈ ભૂલ થતી હોય તે કહેજે. નવું પ્રતિક્રમણ કરનાર બહેન કહે, મારી કયાંય ભૂલ થતી હોય તે જણાવજો. એવું કયારે કહે? જ્યારે તેનામાં સરલતા હોય ત્યારે. સાસરે આવનાર કન્યાએ સાસુ-સસરા, નણંદ-દિયર આદિ સવેને પિતાના આત્મીય જન બનાવી દેવા જોઈએ. તેજ સંપ, સુલેહ અને એકતા ટકી રહે. આજે તે હું અને મારા પતિ, બાકી બધા મારા નહી એમ માને છે. મારાતારાપણું, ભેદભાવ, જુદાપણું રાખે એટલે કુમેળ ઉત્પન્ન થાય છે. જે કોઈ પિતાની ભૂલ કાઢે તે છણછણાટ કરે છે. અને સાફ શબ્દોમાં વડીલેને પણ સંભળાવી દે કે તમારે કાંઈ બલવું નહિ. જો તેઓ બોલશે નહિ તે ભૂલ કયાંથી સુધરશે? જે સારા હશે તે તરત જ કહેશે કે મારી ભૂલ બતાવશે. એ પિતાની ભૂલ સુધારે છે. સડેલી કેરી કોઈને ગમતી નથી. અમુક ક્ષારો ઘટે છે એટલે કેરી સડે છે. બારવ્રત એ બાયેકેમીકલ દવા છે. બાર વ્રતનું નિરીક્ષણ કરો. બાર ક્ષાર ભેગા કરવાથી બાયકેમીકલની દવા બને છે. જે ક્ષાર શરીરમાં ખૂટતા હોય તે ક્ષારની બાયેકેમીકલની દવા લેવાથી તે ક્ષાર પૂરા થાય છે. તેમ બાર વ્રતો જીવનમાં જરૂરી છે. શ્રાવકનાં પાંચ અણુવ્રત તે મૂળ ગુણ કહેવાય છે. અને સાત ગુણ વ્રત તે ઉત્તર ગુણ કહેવાય છે. સાધુને પાંચ મહાવ્રત મૂળગુણ અને ૧૦ પચ્ચકખાણ ઉત્તર ગુણ છે. પાંચ મૂળ ગુણ તે બધાના સરખા હેવા જોઈએ (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ, ઉપર્યુક્ત પાંચ મહાવ્રત મૂળગુણ છે. પ્રતિક્રમણમાં તમારા દરેક દેનું વર્ણન આવે છે જો તમે પ્રતિક્રમણ મોઢે ન કરે અને વાંચી જાઓ તે પણ ઘણું જાણવાનું મળે છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy