SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સરકારી અને સદાચારી કન્યા અને પક્ષને ઉજ્જવળ કરે છે. નિષકુમારને માટે બળદેવ સુકન્યાની શોધ કરે છે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન નં. ૩૩ શ્રાવણ વદ ૮ ને શુક્રવાર તા. ૧૩-૮-૭૧ અનંત જ્ઞાની ઝેલેક્ય પ્રકાશક શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ ભવ્ય જીને સિદ્ધાંતથી સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, એનું નામ સિદ્ધાંત. વીતરાગની વાણીમાં શંકાને લેશમાત્ર પણ સ્થાન ન હોઈ શકે. જે ભવ્ય પ્રાણુઓ વીતરાગની વાણીનું શ્રવણ કરી તેને યથાશક્તિ આચરણમાં મૂકે છે તેને અવશ્ય ઉદ્ધાર થાય છે. આત્મા અનાદિકાળને છે. કર્મ પણ અનાદિકાળના છે. કર્મ માંથી મુક્ત થવું હોય તે પુરુષાર્થ કરવું પડશે. જે પ્રયત્ન વડે અનેક આત્માઓ મહાન બન્યા છે તે પુરુષાર્થ કર જોઈએ. જેમ એકડા વિનાના મીંડાની કિંમત નથી તેમ આચરણ વિનાના જીવનની કાંઈ કિંમત નથી. વાતે મોટી મોટી કરે, વર્તનમાં કાંઈ જ ન હોય. જે વ્યવહારૂ જીવનમાં ન હોય તે તેને પ્રભાવ પડતો નથી. ક્રોધ કરવા જેવું નથી એમ કહે પણ એ પ્રસંગ બની જાય ત્યારે ક્ષમાને ધારણ કરે તે આચરણમાં મુક્યું કહેવાય, પણ પુંછડું દબાય ને કુફા મારે. એ તે નથી બોલાવ્યા ત્યાં સુધી જ જાણે ક્ષમાના અવતાર! બાપને બીડીનું વ્યસન હોય, એક મીનીટ પણ બીડી વિના ન ચાલે. ને પુત્રને કહે કે બેટા! બીડી ન પીવાય, બીડીથી ઉધરસ થાય, છાતીમાં ચાંદા પડે ને કેન્સર થાય માટે બીડી પીવા જેવી નથી. તે તે પુત્ર શું કહેશે? પિતાજી, આપ તે પીઓ છે! માટે જેના આચરણમાં છે તેને જ બોલ ઝીલાય છે, તેની જ વાત હૈયામાં સચોટ બેસે છે. દષ્ટાંત ઃ એકવાર એક સંત પ્રવચન આપી રહ્યા હતાં. સંતની વાણું ભલભલાને પીગળાવી નાખે એવી હતી તેમનું જીવન પણ ઉચ્ચ અને ઉમદા હતું. પ્રભાવશાળી સંતની વાણી વિશાળ જનસમુદાય સાંભળી રહ્યો હતો. મહાત્મા સરસ શૈલીમાં સહનશીલતા પર પ્રવચન આપી રહ્યા હતા. ત્યાં પાછળથી એક વીંછીએ મહાત્માના પગમાં ડંખ દીધે. ખૂબજ વેદના થાય છે. પણ તેમના મોઢા પર લેશમાત્ર પણ વ્યગ્રતા ન આવી. પહેલાની જેમ જ પ્રવચન અવિરતપણે ચાલુ રાખ્યું. સંત કેવા હોય? “વાથીયે કઠણ પ્રાપ્ત કર્તવ્યમાં, પુષ્પથીયે કુણી ભાવનામાં, વિપદમાં શૈર્ય ને ઉનતિમાં ક્ષમા, સર્વમાં દષ્ટિ સમ તે મહાત્મા,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy