SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૮૫ર્ક દેખાવા લાગે છે, પણ જે અંદર હોય છે તેને તે બધું દેખાય છે. તે રીતે રથનેમિ ગુફામાં ધ્યાન ધરીને બેઠેલા હતા. ગુફામાં એકદમ શાંતિ હોય છે, તેથી પગરવને કંઈક ભાસ થયે જાણ મુનિ બધાનમુક્ત બન્યા. જેમતી ગુફામાં ગયા, વસ્ત્રો ઉતારીને સૂકવ્યા. આ દશ્ય જોઈને રથનેમિનું ચિત્ત સંયમથી વિચલિત બની ગયું. બંધુઓ ! એકાંત અતિ ભયંકર વસ્તુ છે. અંતરમાં બીજકરૂપે રહેલે વિકાર એકાંતમાં સંયેગ મળવાથી છૂપાયેલા અગ્નિની માફક ઝળકી ઉઠે છે. સ્ત્રી અને પુરૂષને આકસ્મિક અને એકાંત સડવાસ પણ અડેલ લેગીને ચલિત બનાવે છે. શાસ્ત્રમાં ભગવંતે બ્રહ્મચારી પુરૂષને સ્ત્રીનું સ્મરણ કરવું, સ્ત્રીઓની કથા કરવી, અને સ્ત્રીનું ચિત્ર જેવાની પણ મનાઈ કરી છે. શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે આ બાબતેને નિષેધ કર્યો છે. બ્રહ્મચારી પુરૂષને એકાંતમાં કઈ સ્ત્રી મળી જાય અગર બ્રહ્મચારી સ્ત્રીને કેઈ પુરૂષ મળી જાય તે કેઈક વખતે મન વિકૃત બનવાનો સંભવ છે. આ તે મેં બ્રહ્મચારી સ્ત્રી પુરૂષની વાત કરી પણ ગમે તે સ્ત્રી કે પુરૂષ હોય પણ એને માટે એકાંતમાં મળવું ખરાબ છે. દશવૈકાલિક સૂત્રમાં તે ભગવાને ત્યાં સુધી કહ્યું છે કે हत्थ पाय पडि छिन्न, कण्ण नास विगप्पिय । વિ વારાણા નારિ, રંમવાર વિવજ્ઞv | અ. ૮. ગાથા ૫૬ જે સ્ત્રી સો વર્ષની બુ થઈ ગયેલી હોય, તેને હાથ, પગ, કાન, નાક છેદાઈ ગયા હોય એવી સ્ત્રીની સાથે બ્રહ્મચારી પુરૂષે એકાંતમાં રહેવું ન જોઈએ. કદાચ કોઈ સ્ત્રી પુરૂષનું મન આવા એકાંતમાં અડેલ રહે તે તે ધન્યવાદને પાત્ર છે, કારણ કે એકાંતમાં મનને સ્થિર રાખવું બહુ મુશ્કેલ છે. મનુષ્યનું ચિત્ત ચંચળ બને છે પછી અવશ્ય તેનું પતન થાય છે. કદાચ માની લે કે કઈ વ્યક્તિ એના દેડથી પતન પામતો નથી પણ એના મનથી એ અવશ્ય પતન પામે છે. જેમણે સંસારને ભંયકર જાણીને ત્યાગી દીધો હોય છે એવા ત્યાગી પુરૂષે પણ એવા સમયે વિચલિત બની જાય છે. અહીં રથનેમિએ પણ રાજેમતીના ઉપદેશથી સંસારને ઘણાજનક સમજીને છોડી દીધું હતું અને આત્મચિંતન કરવા માટે ગુફામાં બેઠેલે હતા પણ રા રેમતીને જોતા મન ચંચળ બન્યું. તિમિરની કાળાશમાં પણ કાળી કીકીએ અંબર વિણ રાજેમતીની કાયા નિહાળી. રાજેમતીને જોતાં કીકીમાં કામણ જાગ્યા, કાળામાં વેતવણું કાયા જાણે ચમકવા લાગી એટલે એમના અંતરમાં કામવાસના જાગૃત થઈ ગઈ. ક્ષણવાર પહેલાં જે અંતરમાં આત્મચિંતન ચાલતું હતું તે અંતરમાંથી આત્મભાવના પલાયન થઈ ગઈ ને વાસનાની વીજળી ઝબુકી ઉઠી અને સાધનાની ઈમારત હચમચી ઉઠી. એમની નજર સમક્ષ રાજેમતીની સુંદર તેજસ્વી આકૃતિ જ દેખાવા લાગી,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy