SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૮૫૨ હતી કે જલ્દી મારા નાથના દર્શન કરુ' અને એમના મુખેથી અમૃતવાણીના ઘૂંટડા પી. તીથ કર પ્રભુની વાણી એવી મીઠી ને મધુરી હાય છે કે એના અમૃત ઘૂંટડાનું પાન કરનાર કદી ધાતા જ નથી. એ સદા તરસ્યા જ રહે છે, આવા ઉત્કૃષ્ટ ભાવથી રાજેમતી ચાલ્યા જાય છે પણ અધવચ પહોંચતા અચાનક ભયકર આંધી ચઢી આવી. ગાજવીજ અને કડાકા સાથે ધાધમાર વરસાદ તૂટી પડયા અને અધકાર છવાઇ ગયેા. બધા સાધ્વીજીએ એકબીજાથી છૂટા પડી ગયા. જેને જયાં જગ્યા મળી ત્યાં ઉભા રહી ગયા. રાજેમતીને એક ગુફા દેખાઈ એટલે તે એક શુકામાં પેસી ગયા. એક તે વરસાદને કારણે અંધકાર થઈ ગયા છે ને ગુફામાં તા અંધકાર જ હાય એટલે ગુફામાં કાણુ છે તે મહારથી જનાર વ્યક્તિ જોઇ શકતી નથી. અંદર બેઠેલી વ્યક્તિને દેખાય છે. રાજેમતીના મનમાં થયું કે હું અહી એકલી જ છું એટલે આ પાણીથી નીતરતા વસ્ત્રાને કાઢીને પહેાળા કરુ તા સૂકાઈ જાય અને વરસાદ અંધ રહે એટલે પહેરીને ભગવાનના દર્શન કરવા જાઉ. આત્રા ભાવથી પેાતાના શરીર ઉપરથી વસ્ત્રો ઉતારીને પહેાળા કર્યાં અને પછી પાતે પણ ધ્યાનમાં લીન બન્યા. વીતરાગ પ્રભુના સાધુ સાધ્વીએ એક ક્ષણુ પણ આત્મસાધના વિના ગુમાવતા નથી. રાજેમતી સાધ્વીજી સમજે છે કે હું આ ભયંકર અંધારી ગુફામાં એકલી છું. એને મરણના ડર નથી પણ બ્રહ્મચારી સાધ્વીને પોતાના ચારિત્ર માટે સદા ભય હાય છે. જેમ કુટ બચ્ચાને, બિલાડીના સદા ભય, તેમ છે બ્રહ્મચારીને, સ્ત્રીના સસ'ના ભય. જેમ કુકડાનું બચ્ચું સદા ખિલાડીથી ફફડતુ રહે છે તેમ બ્રહ્મચારી સ્ત્રી હોય તા પુરૂષથી ડરે છે ને પુરૂષ બ્રહ્મચારી હાય તેા સ્ત્રીથી ડરે છે, એટલે કે પેાતાના બ્રહ્મચય ને હાની ન પહોંચે તે માટે સદા જાગૃત રહે છે. રાજેમતી ગુફામાં વસ્ત્રો પહેાળા કરીને ખેડા છે ત્યાં શું બન્યું— चीवराई विसारन्ति, जहा जायति पासिया । रहनेमी भग्गचित्तो, पच्छा दिट्ठो य तीई वि ॥ ३४ ॥ રાજેમતીએ ગુફામાં પ્રવેશ કરીને પેાતાના પછેડી આદિ ભીંજાયેલા વસ્ત્રાને સૂકવવા માટે અંગ ઉપરથી ઉતાર્યાં એટલે એનુ શરીર તા વસ્રરહિત બની ગયું.. આ ગુફામાં તેમનાથ પ્રભુના નાના ભાઈ રથનેમિ જેમણે દીક્ષા લીધી હતી તે એક ખૂણામાં ધ્યાનમાં બેઠા હતા, પણ ગુફામાં અંધારું ઘમઘેર, નથી ખારી કે નથી જાળી ઝરૂખા પછી ધ્યાનસ્થિત મુનિને રાજેમતી કયાંથી દેખે ? કારણ કે અજવાળામાંથી અંધકારવાળા સ્થાનમાં જઈએ તા તરત કઈ વસ્તુ પડી હોય તેા તે જોઈ શકાતી નથી. થોડી વાર થાય પછી અધારામાં
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy