SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૯૪૧ એક વખત અકબર બાદશાહ અને બીરબલ પ્રધાન બંને રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા. માણસના ટેળેટોળા સારા વસ્ત્રાલંકારો પહેરીને ત્યાંથી પસાર થાય છે. દરેકના મુખ ઉપર આનંદ દેખાય છે. આ જોઈને અકબર બાદશાહ બીરબલને પૂછે છે બીરબલ! આટલા બધા માણસો આનંદભેર ક્યાં જઈ રહ્યા છે ત્યારે બીરબલ કહે છે આપને ખબર નથી? બાદશાહ કહે છે “ના”. બીરબલ કહે છે સાહેબ! આજથી વિક્રમ સંવત બદલાય છે. આજથી નવા વર્ષની શરૂઆત થાય છે. એટલે આ લેકે નવા વર્ષના આનંદમાં એકબીજાને અભિનંદન આપે છે.સારા વસ્ત્ર પહેરી એકબીજા હળીમળી મિષ્ટાન્ન જમી આનંદ માને છે. આ રીતે વિક્રમ સંવત ઉજવે છે. ત્યારે અકબર કહે છે શું મારી પ્રજા વિક્રમ સંવત ઉજવે છે. વિક્રમના નામની સંવત ચાલે છે ને હું આ માટે બાદશાહ ને મારા નામની કેમ ન ચાલે ? ત્યારે બીરબલે કહ્યું–સાહેબ! તમારા નામની સંવત ચલાવવી એ કંઈ સહેલી વાત નથી. એક દાતણ કે શાકભાજી ખરીદવા હોય તે એના મૂલ્ય ચૂકવવા પડે છે. આ સંવત ચલાવનાર વિક્રમ રાજા કેવા હતા એ જાણે છે ? એ રાજા પરદુઃખભંજન હતા. પારકાનું દુઃખ ટાળવા પોતાનું સર્વસ્વ દઈ દેવું પડે તે દઈ દેનારા હતા. સર્વસ્વ તે શું પણ દેહનું બલિદાન પણ આપી દેતા હતા. એ ગુણના સાગર હતા. એના સિંધુ જેવા ગુણમાંથી એક બિંદુ જેટલું ઉદાહરણ આપું. આપ સાંભળો. . એક વખત વિકમ શા ઘોડા ઉપર બેસીને ફરવા માટે જઈ રહ્યા હતા. જંગલમાં થઈને પસાર થાય છે. આ વખતે એક વૃદ્ધ ડેસ અને ડેસી બંને એક વૃક્ષ નીચે બેસી કાળે કપાંત કરે છે ને ગળે ફાંસો ખાવાની તૈયારી કરી રહ્યા છે. આ દશ્ય પરદુઃખભંજન વિક્રમ રાજાએ જોયું કે અહા! આ માણસે કેટલા દુઃખી છે ! એમને દયા આવી અને તરત પિતે ઘડા ઉપરથી નીચે ઉતરીને તેની પાસે ગયા. એમ નહિ કે એને બૂમ પાડીને બોલાવું. પણ પિતે ચાલીને એમની પાસે ગયા ને મીઠા શબ્દોથી પૂછયું-બાપા! તમારે શું દુઃખ છે? શા માટે રૂદન કરે છે ને આપઘાત કરવાની તૈયારી કરે છે? ત્યારે પેલે ગરીબ વૃદ્ધ કહે છે ભાઈ! તમે તમારા માગે ચાલ્યા જાવ. અમારા દુઃખની વાત તમને કહેવાથી શું વળવાનું છે? અમારું દુઃખ કઈ દૂર કરી શકે તેમ નથી. ત્યારે વિક્રમ રાજા કહે છે ગમે તેમ થશે. હું દુઃખ દૂર કરીશ. હવે તમે મને વાત કરો. રાજાની વાત સાંભળી ગરીબ માણસે આંખમાં આંસુ સારતાં કહ્યું હું છે મહિનાથી આર્થિક ભીડમાં આવી ગયો છું. ખૂબ દેવાદાર બની ગયો છું. મારું કુટુંબ વિશાળ છે. છેલ્લા ત્રણ દિવસથી તદન ભૂખ્યા છીએ. એક મહિનાથી માત્ર એક રેટી માંડ ખાવા મળે છે. એવા ગાઢ કર્મને ઉદય છે કે કોઈ અમને નોકરી પણ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy