SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા અને એ લક્ષમી જીવનને અજવાળે છે ને સત્ય વસ્તુનું ભાન થાય છે. એને લાગે કે હું કંઈક જીવન જીવી ર છું. એના શબ્દમાં મધુરતા, જીવનમાં નમ્રતા, વિચારમાં ધર્મ ને આચરણમાં સદાચાર હોય છે. આ બધી વસ્તુઓ કેની પાછળ આવે છે! સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે તે જ આવે. એક વખતના પ્રસંગમાં પાંડ અને કૌરવો કૃષ્ણની સહાય માંગે છે ત્યારે શ્રીકૃષ્ણ કહ્યું – જુઓ, એક બાજુ મારું સૈન્ય અને વિભૂતિમત્તા છે અને એક બાજુ હું એકલું છું. એકલે આવું પણ લડીશ નહિ. આ બેમાં તમારે જેને પસંદ કરવા હોય તે કરી છે. કારણ કે મારે મન તે તમે બંને સરખા છે. ત્યારે કેરેએ વિચાર કર્યો કે અહે! કૃષ્ણને વૈભવ કેટલે બધે છે? કૃષ્ણની સંપત્તિ અને સેના પણ કેટલી વિશાળ છે. આ બધું જે આપણને મળતું હોય તે એકલા કૃષ્ણની આપણે શી જરૂર છે? એમ વિચારી કૌરવોએ કહ્યું કે અમને તમારું સૈન્ય-સંપત્તિ-હાથી-ઘડા બધું આપજો. કૃષ્ણ કહે કબૂલ છે. ત્યારે ધર્મરાજાએ કહ્યું અમારે આ કંઈ ન જોઈએ. અમારે તે એક તમે જ જોઈએ. જો તમે એક હશે તે શૂન્યમાંથી સર્જન થશે અને જે તમે નહિ હે તે આખું સર્જન શૂન્ય થઈ જશે. આ માંગણમાં જીવનનું દર્શન થાય છે. આ તે એક રૂપક છે. પણ આમાં કૃષ્ણ એટલે શું? સૈન્ય એટલે સંપત્તિ અને કૃષ્ણ એટલે સુબુદ્ધિ, જીવનના રથને દેરના સારથી જે સુબુદ્ધિ નહિ હોય તે સમજી લેજે કે જીવનરથ કયાંય અથડાઈને ભાંગી તૂટી જવાને. કુરૂક્ષેત્રના યુદ્ધમાં અર્જુન જે સફળતા મેળવી શક્યો હોય તો એની બાણુવિદ્યાને લીધે નહિ, કે એના ગાંડીવના પરાક્રમને લીધે નહિ પણ એક કુશળ સારથીના પ્રતાપે. જેની પાસે સદ્દબુદ્ધિ છે એને કોઈ મારી શકે નહિ. તમે જંગલમાં જાઓ કે કઈ અજાણ્યા પ્રદેશમાં જાઓ. એકલા ભલે જાવ પણ જે તમારી સાથે સદબુદ્ધિ હશે તે તમને સફળતા મળ્યા વિના નહિ રહે. પણ જેની પાસે સદબુદ્ધિ નથી માત્ર સંપત્તિ છે તો એની સંપત્તિને લકે ઝૂંટવી શકે છે. રાજાઓ એને દંડ દઈ શકે છે અને સરકાર એના ઉપર નિયંત્રણ મૂકી શકે છે. શા માટે? સંપત્તિ છે પણ સુબુદ્ધિ નથી. જીવનસંગ્રામમાં જેના જીવનરથને સારથી શ્રીકૃષ્ણરૂપ સુબુદ્ધિ છે. એ આત્મારૂપી અર્જુનને વિજય મળ્યા વિના રહે ખરે? આ સુબુધિ જેની પાસે હોય એ પુણ્યવાન છે, ભાગ્યવાન છે અને એ સુબુદ્ધિના પ્રતાપે સંસારની સઘળી સંપત્તિને પોતાની પાસે બોલાવી શકે છે અને સંપત્તિના સ્વામીઓને પણ પોતાના ચરણમાં ઝૂકાવી શકે છે ને જીવનમાં સગુણની સુવાસ મહેંકાવી જાય છે. આવા સદબુદ્ધિવાળા અનેક મહાન પુરૂષે આ ભારતભૂમિ ઉપર થઈ ગયા છે, કે જેને આજે પણ દુનિયા ભૂલતી નથી. પણ એની સાથે એને મૂલ્ય ચૂકવવું પડે છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy