SearchBrowseAboutContactDonate
Page Preview
Page 972
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ભગવાનની પાસે આવ્યા, ત્યારે મૈતમસ્વામીએ તેને બે પ્રશ્નો પૂછ્યા તેના જમાલિ અણુગાર ઉત્તર આપી શકયા નહિ. ત્યારે ભગવાને તેને બંને પ્રશ્નોના ઉત્તર આપ્યા. તે પણ જેનામાં અહંકારની હવા ભરેલી છે તેવા જમાલિ અણુગાર ન સમજ્યા. જેમ બેલમાં હવા ભરેલી હોય છે તો તે ખૂબ ઉછળે છે. જેટલી હવા વધુ તેટલે બેલ ઉચેથી નીચે ઉછળે છે. પણ જો તેમાંથી હવા નીકળી જાય તે ઉછળતો નથી. તે રીતે જેનામાં અભિમાનની હવા ભરેલી હોય છે તેને કોઈ સાચું સમજાવવા જાય છે તો પણ વધુ ગમતું નથી. પણ બેલની જેમ વધુ ઉછળે છે. જીવને અહંકારના કારણે કેવળજ્ઞાન થતું અટકી જાય છે. જમાલિ અણગારે ભગવાનના વચન ઉથલાવ્યા તે એને વિકાસ થત અટકી ગયો. ભગવાન સર્વજ્ઞ હતા ને પોતે છદ્મસ્થ હતા, છતાં હું કહું છું તે સાચું છે. ભગવાન કહે છે તે ખોટું છે. એક વચનને માટે પણ પિતાના મતનું સ્થાપન કર્યું અને ભગવાનના મતનું ઉત્થાપન કર્યું તે પિતે કિલ્વિષિ જેવા હલકા દેવમાં ફેંકાઈ ગયા. દેવાનુપ્રિયે ! વિચાર કરે. એક ભૂલ માનવીને કયાં પટકાવે છે. તેમાં પણ આ તે સાધુની ભૂલ છે. એક શ્રાવક ભૂલ કરે ને એક સાધુ ભૂલ કરે. બંનેએ એકસરખી ભૂલ કરી છે. અને ગુરૂ પાસે પ્રાયશ્ચિત લેવા જાય તો શ્રાવકને એક ઉપવાસનું પ્રાયશ્ચિત આવે ને સાધુને ૧૦૦ ઉપવાસનું પ્રાયશ્ચિત આવે. કારણ કે સાધુ જેટલા નફાના અધિકારી છે તેટલા નુકશાનના અધિકારી છે. જેમ બકાલાને વહેપારી જે વહેપારમાં ભૂલ કરે ને તેને ખોટ આવે તે ૨૦૦-૫૦૦ કે હજાર રૂપિયાની બેટ આવે ને કાપડી કે અનાજને વહેપારી ભૂલ કરે તે વીસ કે પચ્ચીસ હજારની ખોટ આવે ને હીરાને વહેપારી માલ ખરીદવામાં કે વેચવામાં છેતરાયો તો લાખો રૂપિયાની ખોટ આવે અને હોંશિયારીથી વહેપાર કરે તે ભલેને બાર મહિનામાં બાર પડીક વેચે તે લાખે ને કરોડ રૂપિયાનો નફે મેળવે છે. ઝવેરી જેમ નફને અધિકારી છે તેમ ભાન ભૂલે તે નુકશાનને પણ અધિકારી છે. તે રીતે શ્રાવક ભૂલ કરે તે બકાલાના વહેપારી જેવી ખોટ જાય. તમારે વહેપાર બકાલાના વહેપારી જેવો છે, પણ સાધુ ભૂલ કરે તે ઝવેરી કરતાં પણ વધુ નુકશાન થાય. સાથે એ પણ કહી દઉં કે એક સાધુ ઉપવાસ કરે તો ૧૦૦૦ ઉપવાસને નફે મેળવે ને શ્રાવક એક ઉપવાસ કરે તો એક ઉપવાસને લાભ મેળવે છે. ટૂંકમાં જે સાધુ ભૂલ કરે તે જેટલો નફાને અધિકારી છે તેટલો નુકશાનને અધિકારી છે. ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું – પ્રભુ સાધુ મરીને કિવિષિ કેમ થાય? ત્યારે ભગવાને કહ્યું – ગૌતમ! આચાર્ય, ઉપાધ્યાય, સંઘ કે સર્વજ્ઞ આદિની નિંદા કરે, અવર્ણવાદ બેલે તે કિલ્વિષિમાં ઉત્પન્ન થાય છે. જુઓ તે ખરા! ગૌતમસ્વામીએ કેવી સરસ વકીલાત કરી છે. આજે તે વકીલની સલાહ લેવા જાવ તો પણ ચાર્જ આપ પડે. ડોકટરની દવા તે લીધી નથી પણ એની સલાહ લે તો પણ ચાર્જ થઈ ચૂક્યો.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy