SearchBrowseAboutContactDonate
Page Preview
Page 971
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૦ શારદા સરિતા પ્રવેશ કરાવ્યું. શાકની જગ્યાએ આનંદની શરણાઈ વાગવા માંડી ને ખુબ આનંદ વતો. ઘેડ સમય પછી ગુણચંદ્રની યોગ્યતા જોઈને તેને ગાદી સેંપી મૈત્રીબળ રાજાએ દીક્ષા લીધી. ગુણચંદ્ર રાજા બન્યો. સમય જતાં રત્નાવતીને એક પુત્ર થાય છે તેનું નામ વૃતિબેલ પાડયું. ગુણચંદ્ર રાજા ખુબ ન્યાયપૂર્વક રાજય ચલાવે છે તેથી પ્રજાને ખુબ સંતોષ છે. આ રીતે સમય જતાં ગુણચંદ્રશાએ એક વખત છએ ઋતુમાં થતું પરિવર્તન જોઈને વિચાર કર્યો કે આ દુનિયાની કઈ પણ વસ્તુ સ્થિર નથી. આ ઉદ્યાનમાં વૃક્ષ-ફળ-ફૂલ ખીલે છે ને કરમાય છે તેમ માને પણ જન્મે છે ને મરે છે. અદ્ધિ-સિદ્ધિ-યૌવન–સત્તા બધું ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. એ કેઈના કદી સ્થિર રહ્યા નથી ને રહેવાના પણ નથી. કુદરતની લીલા જોઈને ગુણચંદ્રને વૈરાગ્ય આવ્યું. એટલે રત્નવતીને પિતાની સંયમ લેવાની ઈચ્છા જણાવી. રત્નાવતી પણ દીક્ષા લેવા તૈયાર થઈ એટલે પિતાના પુત્ર વૃતિબલને ગાદીએ બેસાડી રસ્ત્રવતીએ સુસંગતા સાધ્વી પાસે અને ગુણચંદ્રકુમારે વિજયધર્મ આચાર્ય પાસે દીક્ષા લીધી. આ પવિત્ર આત્મા ત્યાગી બનીને સંયમના પથે ચાલી નીકળ્યા. કર્મો ખપાવવા ઉગ્ર સાધના કરે છે. પણ હજુ પેલા વાનમંતર નામના વિદ્યાધરનું તેમના પ્રત્યેથી વૈર જતું નથી. હવે તે આ ગુણચંદ્ર મુનિને મારવા માટે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૧૫ કારતક સુદ ૧૫ ને મંગળવાર તા. ૬-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંત કરૂણાનિધી શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંતની સરવાણી વહાવી. તેમાં જગતના જીવોને ફરમાન કર્યું છે કે હે ભવ્ય છેતમે જે જે કાર્ય કરે તે ખૂબ ઉપગપૂર્વક કરે. તેમાં ભૂલ નથી થતી ને ! એ ખ્યાલ રાખે. કદાચ અજાણતાં ભૂલ થઈ હશે તે તેનું પ્રાયશ્ચિત થશે પણ જે માણસ ઈરાદાપૂર્વક જાણી જોઈને ભૂલ કરે છે તેની આલોચના નથી. કદાચ કઈ માણસે જાણી જોઈને ભૂલ કરી પણ પછી ભૂલને ભૂલ તરીકે કબૂલ કરે છે અને ફરીને ભૂલ નથી કરતો તે આગળ વધી શકે છે પણ જે માણસ ભૂલ કરીને પણ ભૂલને ભૂલ તરીકે સ્વીકારતા નથી તેને કદી ઉદ્ધાર થતું નથી. જમાલિ અણગારને ભગવાન મહાવીર જેવા ગુરૂ મળ્યા. પહેલી વખત પ્રભુની આજ્ઞા વિના વિહાર કરી ગયા. બીજી વખત હું અરિહંત છું, સર્વજ્ઞ છું એમ બોલતાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy