SearchBrowseAboutContactDonate
Page Preview
Page 960
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૯૧૯ પુણ્યાય જાગતાં સવા રૂપિયામાંથી સવા ક્રેડ રૂપિયા કમાઇ ગયા ને પાછા પાપના ઉદ્દય થતાં સવા ક્રેડના સવા લાખ થઈ જાય તે અજ્ઞાનીને હાય હાય થાય પણ સમકિતીને નથી થતી. અને તે સવા રૂપિયા રહે ત્યાંસુધી આનદ હેાય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે તેા બંધનમાંથી મુકિત મળે. જ્ઞાની કહે છે હે સાધક ! તારે મુકિતમઝીલે પહેાંચવું છે તે સજાગ બન. જો સજાગ નહિ રહે તે પ્રમાદરૂપી લૂટારા તાકીને બેઠા છે તેએ તારા આત્મિક ગુણુરૂપી ધનને લૂટી લેશે, માટે જ્યાં સુધી મુકિતમ ંઝીલે ન પહોંચાય ત્યાં સુધી ખૂબ સાવધાની રાખા. જેટલા સાવધાન રહેશેા તેટલુ આત્મિક-ધન સુરક્ષિત રહેશે. અનંતકાળથી આપણે આત્મા જે ભવસાગરમાં ગોથા ખાઈ રહ્યા છે તેને પાર કરીને સામે કિનારે પહેાંચવુ છે તે તેને માટે તરવાના પુરૂષાર્થ કરવા પડશે. સાચા સદ્ગુરૂએ તરવાના માર્ગ અતવે છે. એક શિષ્યે એના ગુરૂને કહ્યુ ગુરૂદેવ ! મને સાધના કરતાં કરતાં આટલા સમય વીતી ગયે! તે પણ હજુ મારી મુકિત કેમ નથી થતી? તે। કૃપા કરીને મને મુકિતને ઉપાય બતાવા. આ સમયે ગુરૂ મૌન રહ્યા કઇ ખેલ્યા નહિ. એક વખત શુરૂ અને શિષ્ય અને નદીએ સ્નાન કરવા માટે ગયા. અને સ્નાન કરવા નદીમાં પડયા. શિષ્યે પાણીમાં ડૂબકી મારી એટલે ગુરૂએ એનું ગળું પકડીને પાણીમાં ખૂબ ઉંચા નીચા કર્યું. શિષ્ય ખૂબ મૂંઝાઇ ગયા એટલે ગુરૂએ તેને છોડી દીધા. અને સ્નાન કરીને બહાર નીકન્યા એટલે શિષ્યે પૂછ્યું– ગુરૂદેવ ! આપ તે કરૂણાના સાગર છે ! આજે આપે પાણીમાં મારૂં ગળું' દુખાવી મને કેમ ગૂંગળાવી નાખ્યું ? ત્યારે ગુરૂ પૂછે છે કે શિષ્ય ! તે વખતે તારા મનમાં કેવા ભાવ આવ્યા હતા ? ત્યારે શિષ્ય કહે છે ગુરૂદેવ ! મારા મનમાં એવ! ભાવ આવી ગયા કે હવે મને જલ્દી છોડી દે તે સારૂં ( આ સન્યાસી ગુરૂ હતા ). ગુરૂ હસીને કહે છે કે શિષ્ય ! તને પાણીમાં જેટલી મૂંઝવણુ થઇ ને જેટલી પાણીમાંથી બહાર નીકળવાની આતુરતા જાગી એટલી ને એવી આતુરતા ને મૂઝવણુ ભવસાગરથી તરીને બહાર નીકળવાની થશે ત્યારે તને મુકિત મળશે. આ સાંભળી શિષ્યની આંખ ખુલી ગઈ ને ખૂબ શ્રદ્ધાપૂર્વક પ્રેમથી ગુરૂના ચરણમાં નમી પડયે ને બેન્ચે-ગુરૂદેવ ! આપે મને મુકિત મેળવવાને સુંદર ઉપાય બતાવ્યે!. સતુ એ સ્ટીમર જેવા છે. સ્ટીમર લેખંડની બને છે. એ લેખડનો ટુકડો પાણીમાં મૂકે તે ડૂબી જાય છે પણ સેંકડે ટનની સ્ટીમર પાણીમાં તરે છે તેનુ શું કારણ ? એ સ્ટીમરના ઘડવૈયાએ ઘણુના ઘા કરીને તેમજ ખીજા સાધના દ્વારા એ લેાખડમાં અવકાશ ઉભા કરે છે એટલે એ અવકાશને કારણે સ્ટીમર તરે છે. સમુદ્રમાં તરવા માટે જેમ ધાતુ ઘડતર માંગે છે તેમ જીવન ઘડતર માંગે છે. સતા માનવજીવનનું ઘડતર કરે છે. સ્ટીમરનુ ઘડતર થાય છે ત્યારે તેને ઘણુના ઘા સહેવા પડે છે તેમ સત્સંગમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy