SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૮ શારદા સરિતા એને મન પાંજરું બંધનરૂપ છે. એને એમ થાય છે કે કયારે લાગ મળે ને કયારે ઉડી જાઉં! એક શેઠને ઘેર પોપટને પાંજરામાં પૂરેલો ને સંત એમના ઘેર ગૌચરી પધાર્યા. પિપટ સંતને જોઈને નાચી ઉઠે ને સંતને પૂછયું- ગુરૂદેવ! બંધન મુક્તિ કૈસે મિલતી હૈ? સંત બે વખત ગૌચરી ગયા ત્યારે પૂછેલું પણ શિષ્ય ગુરૂને પૂછવું ભૂલી જતા. છેવટે ગુરૂને પૂછતાં ગુરૂ બેભાન થઈને પડી ગયા. ફરીને સંત શેઠને ત્યાં ગૌચરી ગયા ને પિપટે પૂછયું ત્યારે સંતે કહ્યું – તારા પ્રશ્નનો જવાબ પૂછતાં મારા ગુરૂ તો બેભાન બનીને લાકડાની જેમ પૃથ્વી ઉપર પડી ગયા. પોપટ કહે બસ...બસ ગુરૂએ મને મૂંગી સમસ્યામાં બંધનથી મુક્ત થવાને ઉપાય બતાવી દીધું અને પોપટ પણ સંતની જેમ નિશ્ચતન બનીને પાંજરામાંથી મુક્ત બન્યા. (આ દષ્ટાંત પૂ. મહાસતીજીએ ખૂબ વિસ્તારપૂર્વક કહ્યું હતું). દેવાનુપ્રિયે ! આ તિર્યંચ પોપટને પાંજરૂ છોડવાનું મન થયું પણ તમને આ સંસારનું પાંજરું છોડવાનું મન થાય છે? સંત શૈચરી ગયા ને પિપટે પૂછયું કે બંધનથી મુક્તિ કેવી રીતે મળે? પણ મારા આ ચતુર પિપટ કદી સતેને પૂછે છે? એને નવકારમંત્ર આવડતા હતા અને તમારા આંગણામાં રમતા પુત્રરૂપી પોપટને કંઈકને નવકારમંત્ર આવડતા નહિ હોય. જ્યાં સુધી જીવ મુકતદશાને પામ્યો નથી ત્યાં સુધી એ ચતુર્ગતિ રૂપ પાંજરામાં બેઠેલે છે. જેવા કર્મ કરે તેવું પાંજરું તેના માટે તૈયાર છે. અહીં કેઈ પણ માણસ સરકારને ગુન્હ કરે તે તેને સજા ભોગવવા જેલમાં જવું પડે છે. એ જેલમાં પણ કલાસ હોય છે. જે ગુન્હો તેવી જેલ ને તેવી સજા. થર્ડ કલાસના જેલીને કાળી મજુરી કરવી પડે છે. સેકંડ કલાસના જેલીને સામાન્ય કામ કરવું પડે છે ને ફર્સ્ટ કલાસના જેલીને તો નામની જેલ હોય છે. તેમ આપણા આત્માને એના કર્મ પ્રમાણે નરક તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપી જેલમાં જવું પડે છે. નિગોદમાં જીવને દુઃખ સહન કરવું પડે છે. પણ નિગદના છે અસંસી છે એટલે દુઃખ વેઠવા છતાં એને એનું ભાન નથી હોતું. જ્યારે નારકીઓ પંચેન્દ્રિય છે. પહેલી નરકે સંજ્ઞા અને અસંસી જ હોય છે. એને મારકૂટને ભયંકર ત્રાસ વેઠ પડે છે. એ સંજ્ઞી છે એટલે એને એનું ભાન છે છતાં સમકિતી છે ખૂબ સમતાભાવ રાખે છે. સમ્યગદર્શનને પ્રભાવ અજબ છે. શ્રેણીક રાજા પહેલી નરકે બેઠા છે, પરમાધામીએાને માર સહન કરે છે ત્યારે શું વિચારે છે હે જીવ! તેં તે કંઈક જીના દેહ અને કાયા જુદા ક્યાં છે જ્યારે અહીં તે તને ગમે તેટલો માર મારે છે, છતાં તારા જીવ અને કાયા જુદા તે નથી કરતા ને ? આ રીતે દુખમાંથી સુખ શેધે છે. સુખમાં સૌ સુખ શોધે પણ દુઃખમાંથી સુખ શોધે તેનું નામ સાચે માનવ છે. લક્ષમી આવે કે જાય તેને તેને હરખ કે શોક થતું નથી. કેઈ માણસ પાસે સવા રૂપિયાની મુડી હતી ને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy