SearchBrowseAboutContactDonate
Page Preview
Page 946
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૯૦૫ આપી શક્યા. હવે જીવ શાશ્વત છે કે અશાશ્વત? એ વાત હજુ ભગવાન મહાવીર સ્વામી જમાલિ અણગારને સમજાવશે તેના ભાવ અવસરે કહેવાશે. શાંતિમતિની ખોજમાં” ચરિત્ર - સેનકુમારને ખબર પડી કે શાંતિમતિનો પત્ત નથી. તેને ખૂબ દુઃખ થયું. પલ્લીપતિએ શાંતિમતિની શોધ કરવા માટે ચારે તરફ તેના માણસેને દેડાવ્યા પણ કયાંય તેને પત્ત પડે નહિ એટલે નિરાશ થઈને પાછા ફર્યા. આ તરફ શાંતિમતિ પિતાના પતિને ન જેવાથી પિતાના શીયળનું રક્ષણ કરવા માટે ત્યાંથી ભાગી ગઈ. ઘણે દૂર જઈ ગળે ફાંસે ખાઈ એક વૃક્ષ સાથે લટકી. આપઘાત કરવો મહાન પાપ છે. પણ શાંતિમતિ પિતાના શીયળનું રક્ષણ કરવા માટે ગળે ફાંસો ખાઈને લટકી પણ તેનું આયુષ્ય બળવાન હતું એટલે ફાંસો તૂટી ગયે ને તે ભૂમિ ઉપર પટકાઈ જવાથી બેભાન થઈને પડી છે. એટલામાં બે ઋષિઓ ફરતાં ફરતાં ત્યાં આવ્યા. આ યુવાન સ્ત્રીને આ રીતે પડેલી જોઈને પિતાના ગુરૂ પાસે જઈને બધી વાત કરી. એટલે તરત તેમના ગુરૂ ત્યાં આવ્યા અને કમંડળમાંથી તેના મુખ ઉપર પાણી છાંટયું. તેને સચેતન કરીને કહ્યું- દીકરી ! તું અહીં કેમ આવી છું? ત્યારે શાંતિમતિએ તેની બધી વાત ત્રાષિને કહી એટલે ત્રાષિએ કહ્યું બેટા! અહીં નજીકમાં અમારો આશ્રમ છે. ત્યાં તું ચાલ અને તારા પતિ ન મળે ત્યાં સુધી ખુશીથી ત્યાં રહેજે, એમ કહી શાંતિમતિને આશ્રમમાં લાવ્યા. - આ તરફ બધે તપાસ કરવા છતાં શાંતિમતિ મળતી નથી તેથી સેનકુમાર ખાતે-પીતે નથી. ભીલપતિ ખૂબ સમજાવે છે ને રાખે છે, ને સાર્થવાહને કહ્યું કે તમે જાવ. હું શાંતિમતિની શોધ કરીશ. સાનુદેવ ત્યાંથી નીકળી વિશ્વપુરમાં આવ્યે ને સવારમાં રાજા પાસે કિંમતી રત્નોનું ભેટયું લઈને દરબારમાં આવ્યું. આ સમયે સેનકુમાર અને પલ્લી પતિને સભામાં બાંધીને ઉભા રાખવામાં આવ્યા હતા. સેનકુમારને જોઈને સાનુદેવ મૂછ ખાઈને પડી ગયું. થોડીવારે મૂછ વળ્યા બાદ સમરકેતુ રાજાએ સાનુદેવને મુછ આવવાનું કારણ પૂછયું એટલે તેણે કહ્યું મહારાજા! આ કુમાર ચેર કે લૂંટારે નથી પણ ચંપાનગરીના રાજાને યુવરાજ સેનકુમાર છે તે મહાન પરાક્રમી અને પરોપકારી છે, એમ કહીને તેણે તેને મળ્યા. ત્યારથી લઈને છૂટા પડયા ત્યાં સુધી બધે વૃત્તાંત કહી સંભળાવ્યો એટલે સમરકેતુ રાજાએ બંનેને છૂટા કર્યા ને પલ્લીપતિ તથા સાર્થવાહને રજા આપી સેનકુમારને પોતાને ત્યાં રાખે ને થોડા સમયમાં સેનકુમારને પરમ મિત્ર બની ગયે. સેનકુમારને અહીં કોઈ જાતનું દુઃખ ન હતું, પણ શાંતિમતિના વિયેગની વેદના તેના કાળજાને કેરી ખાતી હતી. સમરકેતુ રાજા પણ તેની તપાસ કરાવતા હતા. શાંતિમતિનું મિલન - એક દિવસ સેનકુમાર ચિંતાતુર થઈને ઉદાસ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy